બગસરામાં ઠેરઠેર વીજથાંભલા ઉપર વેલીઓ વિંટળાઇ જતાં શોટસર્કિટનો ભય

બગસરા,તા.15  અમરેલી પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ચારેકોર લીલોતરી છવાઇ ગઇ છે. સમગ્ર પંથક લીલોછમ બની ગયો છે. ત્યારે હરિયાળા બની ગયેલા અમરેલીમાં ઠેરઠેર વેલ પણ ઉગી નકળી છે. લાંબી લાંબી વેલને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યાં છે. ખાસ કરીને વિજપોલ ઉપર પથરાઇ રહેલી વેલને કારણે વીજધાંધિયા ઉભાથઇ રહ્યાં છે.લોકોને શોટસર્કીટ નો ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે. .. હાલ અમુક જગ્યાએ તો જી.ઇ.બી.ના સ્ટેશન તેમજ વિજળી પોલમાં પણ લીલોતરીના વેલા વિટોળાંયેલ જોવા મળતા લોકો મા રોષો ફેલાયેલો છે. હાલ અનેક જગ્યાએ સ્ટેશન પર વૃક્ષ ના વેલાઓ વિજ પોલના તાર સુધી વૃક્ષના વેલાઓ આંબી ગયેલા હોય જેનાં વિજ તંત્ર દ્વારા દુર ન કરતાં લોકોમા આક્રોશ ફેલાયેલો છે.ખાસકરીને  જીલ્લા .ઇ.બી.તંત્ર ની ઘોર  બેદરકારી ના લીધે કોઈ નિર્દોશનો ભોગ લેવાઇ જાય તેવી ભિંતી સેવાઇ રહી છે.