બટાટા સંશોધન સંસ્થાએ તૈયાર કરેલી 10 પ્રકારની કુકીજ ઘઉં, ગ્લુટેન, મોદો વગેરે પુરી રીતે મુક્ત છે. બટાટાને છોલવાની જરૂર નથી. સોડિયમ ઓછું હોય છે. પોટેશ્યમ પુષ્કળ હોય છે. બટાટાનો લોટ તેમાં મુખ્ય છે. ખાંડ, વસા, ગેસ બનાવે એવી સામગ્રી વપરાય છે. ઓવનમાં મકીને તૈયાર કરાય છે. બિસ્કુટ બનાવવા અને બીજી બેકરી પ્રોડક્ટમાં વાપરી શકાય છે. ક્યાંય મેંદો વાપરવો પડતો ન હોવાથી લોકોમાં આ વસ્તુ ઝડપથી પ્રિય બની શકે છે.
બેકરી ઉદ્યોગમાં સૌથી અગત્યનું રો-મટીરીયલ એટલે કે મેંદો ઘઉંમાંથી મેળવવામાં આવે છે. ઘઉંનું મીલીંગ તથા બેકરી ઉદ્યોગ ફ્રૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે વ્યવસ્થિત રીતે સ્થપાયેલ ઉદ્યોગ પૈકીમાંનો એક ઉદ્યોગ છે. આજે સૌથી મોટા ક્ષેત્ર તરીકે ઉભરી આવેલાં આ ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજે રૂ. ૩૦૦૦ કરોડ કરતાં વધારે આંકવામાં આવે છે. હાલમાં, દેશમાં ૭૫૦૦૦ જેટલા બેકરીનાં યુનિટ સ્થપાયેલા છે, જે પૈકી ૯૦ ટકા જેટલાં નાનાં અને મધ્યમ કક્ષાની શ્રેણીમાં આવેલા છે. બેકરી ઉદ્યોગમાં મુખ્યત્વે બ્રેડ અને બિસ્કીટ પ્રોડક્ટનું ઉત્પાદન લગભગ ૮૦ ટકા જેટલું છે.