[:gj]4 કરોડ લાઈક સાથે વિડિયો સ્ટાર કીર્તિ પટેલ આટલી લોકપ્રિય કેમ ?[:]

Why is video star Kirti Patel so popular with 40 million likes?

[:gj]અમદાવાદ, 4 માર્ચ 2020

allgujaratnews.in@gmail.com

કીર્તિ પટેલ ગુજરાતમાં આટલી લોકપ્રિય કેમ છે. તેનું રહસ્ય તેના વિડિયોમાં છે. થોડી સેકંડોની વિડિયો બનાવીને તે ટીકટોક, ઈન્ટાગ્રામ અને યુટ્યુબ પર મૂકે છે. જેના 2.2 મીલીયન અનુયાયીઓ છે. તેના વિડિયોને 50 લાખ મીલીયન લાઈક્સ મળી છે. આટલા લોકપ્રિય ગુજરાતમાં રહેતાં એક પણ માણસ કે સ્ત્રી લોકપ્રિય નથી. વિડિયોની પસંદ અને અનુયાઈઓ ઓર્ગેનિક્સ છે. બાકી નેતા અને અભિનેતા પોતાના ફોલોઅર્સ વધારવા માટે કૃત્રિમ પ્રસાર કરે છે.

ટિકટોકથી ખ્યાતિ મેળવનારી કીર્તિ પટેલ મૂળ પોરબંદરની હોવાનું જાણવા મળી રહ્યું છે. ટિકટોક પર કોમેડી તેમજ લોકોનું ધ્યાન ખેંચે એવા વિડીયો બનાવીને તે ખાસ્સી પોપ્યુલર થઈ ગઈ છે.. તેને જાહેર કાર્યક્રમોમાં પણ બોલાવવામાં આવે છે.

એપ્લિકેશન ભારતમાં આવ્યા બાદ રાતોરાત અનેક લોકો તેમાં સ્ટાર બની ગયા હતા. ત્યારે સુરતની કીર્તિ પટેલ પણ ટિકટોક સ્ટાર છે.

જુઓ વિડિઓ અહીં ક્લિક કરી ,

https://www.tiktok.com/@kirtipatel5143

182Following, 2.2M Followers, 50.9M Likes

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Tik Tok ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. ટિક ટોક પર અવનવા વિડીયો લોકો બનાવીને અપલોડ કરે છે. કિર્તી પટેલ નામની આ યુવતી ટિકટોક પર ફની વિડીયો બનાવે છે. જેને ગુજરાતની સિંહણ તરીકે પણ ઓળખવામાં આવી છે.

આ વિવાદ બાદ કિર્તી પટેલે વધુ એક વિડીયો અપલોડ કર્યો અને કહ્યું તેના નિવેદન કોઈ જાતી કે જ્ઞાતિના લોકોને ઠેસ પહોંચાડવા માટે નહીં પરંતુ લોકોને હસાવવા માટે હોય છે. ટિકટોક સ્ટાર કિર્તી પટેલના 20 લાખથી વધારે ફોલોઅર્સ અને 4 કરોડથી વધારે લાઈક્સ છે. ગાળો પણ બોલે છે જે યુવકો અને યુવતિઓને પસંદ આવી ગઈ છે.

રાજા વાજા અને વાંદરા

ગુજરાતી ભાષામાં અલગ-અલગ અંદાજમાં વાતો કરતા વીડિયો Tik Tok પર અપલોડ કરીને કીર્તિ પટેલે ખૂબ પ્રચલીત બની છે. પ્રસિદ્ધ થયા પછી રાજા રજવાડા પર એક વીડિયોમાં કોમેન્ટ કરતા Tik Tok પર લોકોએ કીર્તિ પટેલનો વિરોધ શરૂ કર્યું હતો. તેનાથી તે વધું લોકોની પ્રિય બની હતી. કહેવાતા રાજાઓ ભૂગર્ભમાં જતાં રહ્યાં હતા.

વિડિયો બનાવતાં રોકી અને હુમલો કર્યો

વળી તેના પર આરોપ છે કે એક યુવક પર હુમલો કર્યો છે. તેથી તેની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ કરાયા બાદ યુવતિઓમાં તે અતિ લોકપ્રિય બની ગઈ છે.

કીર્તિ ટિકટોક પર કેટલાક લોકો વિરુદ્ધ વિડીયો બનાવતી હતી. તેને આવું ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ કીર્તિએ વિડીયો બનાવવાનું બંધ ન કરતાં બબાલ થઈ હતી. જેમાં કીર્તિએ એક યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો. આ બબાલમાં કીર્તિ સાથે એક યુવક પણ હતો, જે હાલમાં ફરાર છે.

ઘુવડ વિવાદ

થોડા દિવસ પહેલા એક વીડિયોને કારણે કીર્તિ વિવાદમાં આવી હતી. આ સમયે કીર્તિએ તેનો વિરોધ કરતા લોકોને સંદેશ આપવા માટે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણીએ પોતાની સાથે એક ઘુવડ રાખ્યું હતું. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. ઘુવડ સાથે વિડીયો બનાવનારી કીર્તિ પટેલને 25,000 રુપિયાનો દંડ થયો હતો, જેની પહોંચ સાથે પણ તેણે ટિકટોક વિડીયો બનાવ્યો હતો. કીર્તિને ઘુવડમાં દંડ કરાયા બાદ તેની લોકપ્રિયતામાં વધારો થયો છે.

ઘોડાનો વિવાદ

કીર્તિ પટેલે થોડા સમય પહેલા એવો વિડીયો બનાવ્યો હતો કે તે ઘોડે ચઢીને પરણવા જશે, અને છે એવો કોઈ મરદ કે જે તેને હાથીએ ચઢીને પરણવા આવી શકે? આ વિડીયો સામે લોકોએ પણ કીર્તિની હાંસી ઉડાવતા વિડીયો બનાવ્યા હતા, જે ટિકટોક પર ખાસ્સા વાયરલ થયા હતા. લોકોએ મજાક ઉડાવતા કીર્તિએ તેમને જવાબ આપવા અલગથી વિડીયો બનાવ્યો હતો.[:]