બટાટાની વાવેતર પૂર્વે ‘આંખ’ દેખાય તે રીતે કાપણી શરું

બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા તાલુકામાં શિયાળાની ઠંડીનો ચમકારો વર્તાતા જ બટાટાની વાવણી શરૂ થઈ ગઈ છે. તાલુકામાં મુખ્યત્વે સાંગા અને બાદશાહ જાતના બિયારણનું વાવેતર થાય છે. જે બિયારણ પંજાબથી મંગાવાય છે અને ઘણાં ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહેલ ‘લોકલ’ બટાટાનો બિયારણ તરીકે ઉપયોગ કરે છે. જે બિયારણના બટાટાની વાવેતર પૂર્વે ‘આંખ’ દેખાય તે રીતે કાપણી કરવામાં આવે છે. જેના માટે નિષ્ણાંત મજૂરોની જરૂર પડે છે. જે મજૂરોની હાલમાં બોલબાલા વધી પડી છે. જેઓ રાત-દિવસ બટાટાની કાપણીઓ કરે છે. જે કાપણીઓનો વાવેતરમાં ઉપયોગ કરાય છે. જેથી ખેતરે-ખેતરે કાપણી કરાયેલ બટાટા બિયારણના ઢગ જાવા મળી રહ્યા છે.