બટાટાની સોજી અને દાણામાથી શીરો અને ઈડલી બનાવવાની ટેકનોલોજી

ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 તારીખથી શરૂ થવાનો છે. જેમાં વિજ્ઞાનીઓથી લઈને બટાટા પકવતાં ખેડૂતો અને બટાટામાંથી બનાવાતી વસ્તુઓના ઉત્પાદકો આવશે. જેમાં બટાટામાંથી 200 પ્રકારની મૂલ્ય વર્ધક વસ્તુઓ કઈ રીતે બનાવી શકાય તે વિગતો જાહેર કરાશે. હાલ બટાટા માત્ર 61 પ્રકારના ભોજનમાં વાપરવામાં આવે છે. બીજી 140 નવી વસ્તુઓ બનાવીને કઈ રીતે બટાટાનું મૂલ્ય વર્ધન કરી શકાય છે તેના સંશોધન રજૂ કરાશે.

બટાટાની સોજી અને દાણાથી ઈડલી

સમગ્ર ભારતમાં ઘઉં ફાડા કે સોજી વપરાય છે. પણ બટાટામાંથી ફાડા કે સોજી બનાવવાનું સંશોધન કરાયું છે. જે નાસ્તા કે સુપાચ્ય ભોજનના રૂપમાં વાપરી શકાય છે. બટાટાની પેઠા-પેથા જેવી મીઠાઈ બનાવવાની નવી ટેકનોલોજી શામલાની બટાટા સંશોધન કેન્દ્રએ શોધી છે હવે બટાટામાંથી પેઠા મીઠાઈ બની શકે છે. ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂં થઈ છે. જેમાં પેઠાની મીઠાઈની વાતો કરવામાં આવી હતી.

પોષ્ટીક પકવાન બનાવી શકાય છે. મીઠા, તીખા, ખાટા બનાવી શકાય છે. જે બટાટામાંથી જ 100 ટકા બને છે જેમાં કંઈ ઉમેરવું પડતું નથી. જેમાં 11 ટકા રેસા હોય છે. જે પાચન તંત્ર માટે ઉપયોગી છે. ઈંડા જેટલું જ 7થી 7.5 ટકા પ્રોટીન હોય છે. અમીનો તેજાબ વધું છે. તેને દૂધ કે પાણીમાં પકવી શકાય છે. બટાટાની સોજીનો ઉપયોગ હલવો, ઉપમા, ઈડલી બનાવી શકાય છે. જેને ઘઉંની એલર્જી છે તે બટાટા સોજી ખાઈ શકે છે. સોજી 8-9 મહિના સુધી ખરાબ થતી નથી.