અમૂલનું આણંદ દૂધના ઉત્પાદનમાં નંબર 1 નથી, ઇંડાના ઉત્પાદનમાં નંબર વન
अमूल का आणंद दुग्ध उत्पादन में नंबर 1 नहीं, अंडा उत्पादन में नंबर 1
Amul’s Anand is not No. 1 in milk production, No. 1 in egg production
(દિલીપ પટેલ)
ગુજરાતમાં 2020-21માં 1.59 કરોડ ટન 15900 કરોડ કિલો દૂધ પેદા થાય છે. 300 કરોડ ઇંડા પેદા થાય છે.
અમૂલ ડેરીના કારણે વિશ્વમાં એવી છાપ છે કે આણંદ જિલ્લો દૂધના ઉત્પાદનમાં એક નંબર પર છે. પણ એવું નથી. દૂધ પેદા કરવામાં આણંદ 4 નંબર પર છે. 8.09 કરોડ ટન દૂધ પેદા થાય છે. પહેલા નંબર પર બનાસકાંઠા છે જે 26.82 કરોડ ટન દૂધ પેદા કરે છે. બીજા નંબર પર મહેસાણા અને ત્રીજા નંબર પર સાબરકાંઠા છે. 5 નંબર પર ખેડા છે. 33 જિલ્લામાં કચ્છ પછી 8માં નંબર પર રાજકોટ છે.
ગુજરાતમાં ઇંડા ફેક્ટરીમાં 200 કરોડ અને ઘરની મરઘી 100 કરોડ ઇંડા આપે છે. પહેલા નંબર પર ઇંડા ફેક્ટરીમાં આણંદમાં 84 કરોડ ઇંડા પેદા થાય છે. બીજા નંબર પર ભાવનગર આવે છે જ્યાં 30 કરોડ ઇંડા ફેક્ટરીમાં પેદા થાય છે. ભાવનગરમાં જૈન ધર્મનો સૌથી વધારે પ્રભાવ પાલિતાણામાં છે. છતાં ભાવનગર અહિંસામાં માનતું નથી. ત્રીજા નંબર પર અમદાવાદમાં 12 કરોડ ઇંડા પેદા થાય છે. 4 નંબર પર વલસાડ આવે છે.


English



You must be logged in to post a comment.