બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાને લાંચમાં પડકારનારની ધરપકડ

બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ રૂ.40 લાખની લાંચ માંગી હોવા અંગે ફરિયાદ કરનાર હસમુખ મગન પટેલ પોતે માછલીઓની ચોરી કરતાં પકડાયો છે. તે પોલીસને તેને અગાઉ વોન્ટેડ જાહેર કર્યો હતો તે પોલીસની સામે જ ફરતો હોવા છતાં પોલીસ તેને પકડતી ન હતી. પણ અચાનક જ પોલીસે તેને પકડી લીધો હોવાનું રજૂ કરાયું છે.

26 જાન્યુઆરી 2018માં ધારાસભ્ય ધવલસિંહે તેનું ટ્રેક્ટર માછલીઓથી થયેલી ચોરીથી ભરેલું પકડાવી દીધું હતું. ત્યારે તેણે ધવલસિંહ સામે લાંચ કે ખંડણીની ફરિયાદ કરી હતી.

રાજ્યમાં જ્યાં હોય ત્યાં લાંચ અને ખંડણીની માંગવાના બનાવો વધી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અને અલેપેશ ઠાકોરના ટેકેદાર તથા ઠાકોર સેનાના હોદ્દેદાર ધવલસિંહ ઝાલાએ માછીમારીના વેપારી પાસે રૂ.40 લાખની ખંડણી માંગી હોવાને લીધે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનરમાં આવેલા હડીયોલ ગામના ડેમમાં માછીમારીનો કોન્ટ્રાક મળ્યો હતો. ત્યારે બાયડ ધારાસભ્યે વેપારીને ધમકી આપતા કહ્યું કે જો માછીમારી કરવી હોય તો રૂ.40 લાખ આપવા પડશે નહીં તો માછીમારીનો કોન્ટ્રાક તારા હાથમાં નહીં રહે. પુરાવા તરીકે વેપારી અને ધારાસભ્યની વાતચીતની ઓડિયો રેકોર્ડંગ પોલીસને આપીયું હતું.  2018માં વાત્રક ડેમનું ટેન્ડર સૌથી વધારે કિંમતમાં ભર્યું હતું.

અગાઉ પણ ધવલસિંહ ઝાલાએ ગામના લોકોને ઉશ્કેરીને માછીમારીનું કામ બંધ કરાવી દીધું હતું. આ ઘટના બાદ હસમુખ પટેલને ફોન કરીને ધમકી આપતા કહ્યું હતું કે જો શાંતિથી કામ કરવું હોય તો 40 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તારું કામ બંધ થઈ જશે.

આ હસમુખે ફરિયાદ પરત ખેંચી લીધી હતી. તેણે લેખિત ફરિયાદ કરી હતી. પણ પછી હસમુખ ફરી ગયો હતો. ધારાસભ્ય સામેની ફરિયાદ એકાએક પરત ખેંચી હતી. તેથી એવી શંકા ઊભી થઈ હતી કે ધવલસિંહ અને હસમુખ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પણ હવે ભાજપમાં અલ્પેશ ઠાકોર સાથે જે 4 ધારાસભ્યો પક્ષાંતર કરવાની શક્યતા છે તેમાં એક ધવલસિંહ પણ છે.