બાયડમાં ટેન્કરે બાઈક ચાલકને કચડ્યો

બાયડ-કપડવંજ રોડ પર આવેલ સાંઈવીલા રેસીડેન્સી નજીક ભારત સરકાર લખેલા ગેસ- ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાયડના સુંદરપુરા ગામના જગદીશભાઈ રતિભાઈ પંચાલ (ઉં.વર્ષ -૫૩)બાઈક લઈ સાંઈવીલા રેસીડેન્સી નજીકથી પસાર થતા હતા પાછળ થી આવતી ગેસ-ટેન્કર (ગાડી.નં- GJ 06 AV 6966 ) ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી પાછળ થી ટક્કર મારતા બાઈક ચાલક જગદીશ ભાઈ પંચાલ રોડ પર પટકાતા ગેસ કન્ટેનરનું ટાયર ફરી શરીર પર ફરી વળતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ટેન્કર ચાલક ટેન્કર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી મૃતકના પુત્ર રિકેશ જગદીશભાઈ પંચાલની ફરિયાદના આધારે ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી