બાયડ ,તા:૨૪
બાયડ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જસુ પટેલની 730 મતોથી જીત થઇ છે અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલ ઝાલાની હાર થઇ છે, જનતાએ સમાજ સાથે ગદ્દારી કરનાર ધવલ ઝાલાને જાકારો આપ્યો છે, અલ્પેશ ઠાકોરના નજીકના ધવલ ઝાલાએ કોંગ્રેસ પર અનેક આરોપ લગાવીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તેઓ અગાઉ કોંગ્રેસમાંથી જ આ બેઠક પર ચૂંટાઇ આવ્યાં હતા,અને હવે ભાજપમાંથી હાર બાદ હવે તેમની રાજકીય કારકિર્દીને લઇને સવાલ ઉભા થયા છે.
ધવલ ઝાલાની અમદાવાદના નરોડામાં આવેલી એપોલો કોલેજને લઇને પણ અનેક વખત વિવાદ ઉભા થયા છે, કોલેજ ગેરકાયદેસર હોવાના અનેક વખત આરોપ લાગ્યા છે, અગાઉ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પણ ધવલ ઝાલા સામે 40 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની અરજી હતી.