બાયોડિઝલનો 79700 લીટર જથ્‍થો સીઝ કર્યો

અમરેલી જિલ્‍લામાં બાયો ડિઝલના નામે અન્‍ય ભેળસેળ યુકત પેટ્રોલિયમ પદાર્થનું અલગ અલગ પેઢીઓ ઘ્‍વારા અન અધિકૃત રીતે વેચાણ કરતા હોવાની બાતમી તથા ફરિયાદોના આધારેકલેકટર આયુષ ઓક તથા જિલ્‍લા પુરવઠા અધિકારી સતાણીનાં માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગના અધિકારીઓના નેતૃત્‍વ નીચે પોલીસને સાથે રાખી અમરેલી શહેરમાં કુલ પ સ્‍થળોએ તથા બગસરા શહેરમાં એક સ્‍થળે એમ કુલ 6 સ્‍થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન કુલ પ9,રર,034નો મુદામાલ સીઝ કર્યો હતો. તપાસ કરેલ પેઢીઓમાં (1) મોગલ કૃપા પેટ્રોલિયમ અમરેલી, (ર) ન્‍યુ શિવશકિત ટ્રેડિંગ અમરેલી (3) સુરજ ઈમ્‍પેક્ષ અમરેલી (4) મારૂતિ એન્‍ટરપ્રાઈઝ અમરેલી (પ) એકતા બાયોડિઝલ અમરેલી અને (6) ધૃવ ટ્રેડર્સ બગસરાનો સમાવેશ થાય છે.

સીઝ કરવામાં આવેલ પેટ્રોલિયમ પદાર્થનાં નમૂના પૃથ્‍થકરણ માટે ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરી, ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે. જેથી ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરીમાંથી પૃથ્‍થકરણ અહેવાલ આવ્‍યા બાદ નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જિલ્‍લા પુરવઠા અધિકારી અમરેલીની અખબારી યાદીમાં જણાવેલ છે.