[:gj]લેડી ડૉન સોનુ ડાંગર સામે SPએ અધધધ… 21,000 પાનાનું ચાર્જશીટ ફાઈલ કર્યુ[:]

[:gj]પોલીસ અને રાજકારણીની મદદ વગર કોઈ ગુંડો મોટો થઈ શકતો નથી, પણ જો એક સારો અને પ્રમાણિક પોલીસ ઓફિસર સામે આવે તો ગુંડાને પોતાની હેસીયતની ખબર પડી જાય છે. ભુતકાળમાં અમદાવાદને બાનમાં લેનાર લતીફ પણ નેતા અને પોલીસની મદદથી એટલો મોટો થયો કે ખુદ પોલીસ તેનાથી ડરવા લાગી હતી, પણ ત્યાર બાદ આવેલા પ્રમાણિક પોલીસ અધિકારીઓએ તેને તેની હેસીયત બતાડી જેના કારણે લતીફને ભાઈ માનનારા આજે સ્વપ્નમાં પણ લતીફ થવાનો વિચાર કરતા નથી, આવી સ્થિતિ સૌરાષ્ટ્રમાં સોનું ડાંગર અને તેની ગેંગની હતી.

પોલીસને કારણે મોટી થયેલી સોનુ ડાંગરનો પનારો કોઈ મજબુત અધિકારીને સાથે પડયો ન્હોતો, પણ અમરેલીના એસપી તરીકે નિર્લીપ્ત રાય આવ્યા પછી સોનુએ તેમને પડકારવાની હિંમત કરી જેના કારણે તેને અને તેની ગેંગના છ ગુંડાઓને જેલમાં ધકેલી નવા કાયદા ગુજસીટોક હેઠળ તેની સામે 21 હજાર પાનાનું ચાર્જશીટ કર્યુ છે. હવે સોનું માટે જેલની બહાર નિકળવું લગભગ અશકય થઈ ગયું છે.

સૌરાષ્ટ્રમાં સોનુ ડાંગરે નાકમાં દમ લાવી દીધો હતો, પણ સોનુંને કાયદા દ્વારા જકડી તેની સામે કડક કાર્યવાહી હમણાં સુધી થઈ ન્હોતી, જેના કારણે પોલીસ નમાલી છે તેવું માનવાની સોનુએ ભુલ કરી અને તેને અમરેલીના એસપી નીર્લીપ્ત રાય સાથે પનારો પડયો, રાજસ્થાન ભાગી ગયેલી સોનુંને શોધી કાઢી તેની ગેંગ સાથે તેને જેલમાં ધકેલી આયોજીત ગેંગ ચલાવતી સોનું કયારેય પણ જેલની બહાર નિકળી શકે નહીં તેવા પુરાવાઓ અને દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા હતા.

ગુજસીટોક કાયદા પ્રમાણે એસપી કક્ષાના અધિકારી સામે આપેલુ નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય હોય છે તેની નીર્લીપ્ત રાયે તમામ આરોપીઓની કબુલાત પોતે નોંધી હતી. અમરેલી પોલીસના ઈતિહાસમાં કોઈ ગુનેગાર સામે આટલી મોટી ચાર્જશીટ થઈ નથી.

અમરેલી પોલીસે સોનું સહિત છ આરોપીઓ સામે 21 હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી છે. નવા કાયદા પ્રમાણે ગુજરાતમાં આ પહેલી ચાર્જશીટ છે.અત્રે ઉલ્લેખનિય છે કે અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા નીર્લીપ્ત રાયને અમરેલી મુકવામાં આવ્યા હતા, હાલમાં તેમણે એસપી તરીકે બે વર્ષ પુરા કર્યા છે.નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ મેરાન્યૂઝ સાથે.[:]