2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખેડાના ઉમેદવાર બિમલ શાહે રૂ.5.38 કરોડની મિલકત દર્શાવી હતી. જે 2019માં વધીને 6.50 કરોડની સ્થાવર અને જંગમ મિલકત થઈ છે. દોઢ વર્ષમાં એક કરોડના મૂલ્યની સંપત્તિ વધી ગઈ છે.
આ ઉપરાંત તેમની આવક 2016-17માં 9.42 લાખ હતી. જે 2017-18માં 11.14 લાખ દર્શાવી છે. સ્થાવર મિલકતમાં 56 લાખ, પત્નીના નામે 1.58 કરોડ દર્શાવી છે. આ ઉપરાંત જવાબદારીમાં બિમલ શાહના નામે 2,05,12,343 અને પત્નીના નામે 50 લાખ છે. તમને જણાવી દઇએ કે, બિમલ શાહે ભવન્સ કોલેજમાં બીએસસી સુધી અભ્યાસ કર્યો છે. પોતાની 56 લાખ અને પત્નીની મિલ્કતોમાં વધારો થઇને 1.80 કરોડ દર્શાવી છે. આ ઉપરાંત તેઓના પુત્ર વિજયભાઇના નામે બે વર્ષ અગાઉ 8.51 લાખની જંગમ મિલકતો હતી જેમા વધારો થઇને હાલમાં 10.54 લાખ દર્શાવાઇ છે.