[:gj]મોહન સાથે નીચી મુંડીએ સમાધાન કરી લેતા સોમાણી [:]

[:gj]રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ મોહન કુંડારિયા સામે વાંકાનેરના ભાજપ નેતા જીતુ સોમાણી મેદાને પડી ગયા હતા. તેમણે ખુલ્લીને કુંડારીયાનો વિરોધ કર્યો હતો. ભાજપનું કાર્યકર્તા સ્નેહમિલન યોજી પક્ષ સામે બળવો પોકાર્યો હતો. આખરે જીતુ સોમાણીએ હાર સ્વિકારી છે અને મોહન ટુંડારીયા સાથે નતમસ્તકે સમાધાન કરી દેવાની ફરજ પડી છે. બંને જૂથ વચ્ચે વિધાનસભાની 2017ની ચુંટણી વખતથી હતો ખટરાગ હતો. જીતુભાઈ સોમાણી તેના હરીફ જૂથ મોહનભાઈ કુંડારિયાને ચુંટણીમાં નુકશાન પહોંચાડે તે પૂર્વે જ સમાધાન થઇ ગયું છે.

જીતુ સોમાણીએ બોલાવેલા કાર્યકર્તા સંમેલનમાં વિધાનસભા ચૂંટણીમાં પોતાને હરાવવામાં સાંસદ મોહન કુંડારીયાનો હાથ હોવાના ખુલ્લા આક્ષેપો કર્યા હતા. પક્ષની સામે જ બળવો કર્યો હતો. તેથી રાજકોટ બેઠકમાં ભાજપની હાર થશે એવું લાગતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમાણીને સાનમાં સમજાવી દીધા હતા.

મોહન કુંડારિયા અને જીતુ સોમાણી વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું જાહેર કરીને મતભેદો ભૂલી જઈને મોહન કુંડારીયાને રાજકોટ બેઠક પરથી જીતાડવા સોમાણીએ કાર્યકરોને હાકલ કરી હતી. તેથી કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સમાધાન થવા અંગે તરેહ તરેહની વાતો થઈ રહી છે.[:]