આણંદના ડો.બીના વ્યાસ આંતરરાષ્ટ્રીય ઇનરવ્હીલ ક્લબના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાયા છે. 96 વર્ષ બાદ 104 દેશોમાંથી તેઓ મહિલા તરીકે ચૂંટાયા છે. સ્પોકન ઇંગ્લીશ વિષય પર પીએચડી કર્યુ છે. ઇંગ્લીશ તેમજ ફ્રેન્ચ ભાષા સાથે એમ.એ. કર્યુ છે. તેઓ વલ્લભવિદ્યાનગરના એચ.એમ.પટેલ ઇન્સ્ટિ.માં ફરજ બજાવી હતી. એનડીડીબીમાં દસ વર્ષ સુધી હતા. અત્યારે યુજીસીની સલાહકાર સમિતિમાં છે. ગુજરાત રાજ્ય બોર્ડમાં અંગ્રેજી વિષયના અભ્યાસક્રમ નક્કી કરવા માટેના સલાહકાર છે. 1984માંમાં તેઓ ઇનરવ્હીલ ક્લબ આણંદ સાથે જોડાયા હતા. ઈન્ટરનેશનલ ઇનરવ્હીલનું પ્રથમ સંમેલન ભારતમાં યોજવામાં આવશે. 2020-21માં વર્લ્ડ પ્રેસીડેન્ટ બનશે.