અમદાવાદ, તા. 19
દેશભરમાં ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોમાંથી કરોડોની લોન લઈને તે ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી છૂટવાના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નોંધાયા છે. અને કેન્દ્ર સરકાર કે બેન્કો આવા લોકો સામે કોઈ પગલાં ભરી નથી શકતી. હજુ આ મામલાઓની સ્યાહી સુકાઈ નથી ત્યાં ગુજરાતના નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બેન્કો પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડી વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા છે.
ધિરાણ મેળવ્યા બાદ ભરપાઈ કરવામાં ઠાગાઠૈયા
રાજ્યમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી બેન્કોમાં વિલફૂલ ડિફોલ્ટર્સની સંખ્યા વધી ગઈ છે. રાજ્યના નાના અને મધ્યમ કદની કંપનીઓ કે ઉદ્યોગો દ્વારા રાજ્યની વિવિધ બેન્કોમાંથી કરોડો રૂપિયાનું ધિરાણ પોતાના વેપારને વેગવંતો બનાવવા માટે લીધું હતું. આ ધિરાણ મેળવ્યા બાદ મોટાભાગની કંપનીઓ કે ઉદ્યોગોના માલિકો દ્વારા તેને ભરપાઈ કરવાનું ટાળીને બેન્કો સાથે રીતસર છેતરપીંડિ કરી હતી. અને જ્યારે બેન્કો દ્વારા ઉઘરાણી કરવાની શરૂઆત કરવામાં આવી ત્યારે મોટાભાગના કંપની કે ઉદ્યોગોના માલિકો રાજ્ય અને દેશ છોડીને વિદેશ ભાગી ગયા હતા. અને હજુ સુધી પરત આવ્યા નથી. જેના કારણે બેન્કોને કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.
છ વર્ષમાં આવા લોકોની સંખ્યા વધી
રાજ્યના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમ જ કંપનીઓ દ્વારા છેલ્લાં છ વર્ષમાં કરોડો રૂપિયાનું ધિરાણ બેન્કોમાંથી લેવામાં આવ્યું હતું. જેમાં લગભગ 27 જેટલી વિવિધ કંપનીઓ કે વેપારીઓનો સમાવેશ થાય છે. આ તમામે રૂપિયા દસ કરોડથી લઈને રૂપિયા પંદરસો કરોડ જેટલું ધિરાણ લેવામાં આવ્યું છે. આ તમામ વેપારીઓ અને ઉદ્યોગોના માલિકો દ્વારા આટલી મોટી સંખ્યામાં ધિરાણ મેળવીને બેન્કોને ચૂનો લગાવવામાં આવ્યો છે.
બેન્કોએ વિલફૂલ ડિફોલ્ટર્સ જાહેર કર્યા
બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનારા વેપારીઓ અને માલિકો મામલે અવારનવાર રાજ્ય સરકારમાં જે તે કક્ષાએ રજૂઆતો કરવામાં આવી. તેમ છતાં કોઈ પગલાં ન ભરાતા છેવટે આ બેન્કો દ્વારા કરોડોનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયેલા લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી છે.
કંપની બૅન્કનું નામ બાકી લોન
કરોડમાં
ઈલેક્ટ્રોથર્મ સેન્ટ્રલ બૅન્ક ઑફ ઈન્ડિયા રૂ. ૩૮૩
ઈલેક્ટ્રોથર્મ સિન્ડિકેટ બૅન્ક રૂ. ૩૨
પ્રદીપ ઓવરસીઝ કૅનેરા બૅન્ક રૂ. ૨૯૯.૯૨
સિદ્ધિવિનાયક લોજિસ્ટિક બૅન્ક ઑફ મહારાષ્ટ્ર રૂ. ૧૩૫૦
વિમલ ઓઈલ સિન્ડિકેટ બૅન્ક રૂ. ૧૫૯.૫૩
સોના એલોય્ઝ લિ. અલાહાબાદ બૅન્ક રૂ.૩૫.૪૫
એબીસી કોટસ્પિન બૅન્ક ઑફ બરોડા રૂ. ૩૬૮
આર્ડોર ગ્રૂપ બૅન્ક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક રૂ. ૨૮૯
શ્રી રામ સ્પા એન્ડ રિસોર્ટસ સેન્ટ્રલ બૅન્ક રૂ. ૪૫
વરિયા એન્જિનિયરિંગ સેન્ટ્રલ બૅન્ક રૂ. ૪૩
વરિયા એલ્યુમિનિયમ બૅન્ક ઑફ બરોડા રૂ. ૧૨૩.૮૮
વરિયા એલોય્ઝ આન્ધ્ર બૅન્ક રૂ. ૩
ધર્મપાલ ઈન્ડસ્ટ્રીઝ આન્ધ્ર બૅન્ક રૂ. ૩૧.૨૬
કંડલા એનર્જી આન્ધ્ર બૅન્ક રૂ. ૩૩.૬૫
ઈન્ડિયા ડેનિમ ઈન્ડિયન બૅન્ક રૂ. ૧૨
એ.એ.બ્રધર્સ અલાહાબાદ બૅન્ક રૂ. ૧૪.૬૩
સાંઈ ઇન્ફો સિસ્ટમ અલાહાબાદ બૅન્ક રૂ. ૫૦
સાંઈ ઇન્ફો સિસ્ટમ બૅન્ક ઑફ બરોડા રૂ. ૧૦૦
સ્ટર્લિંગ એસઈઝેડ એન્ડ ઇન્ફ્રા અલાહાબાદ બૅન્ક રૂ. ૧૯૯
કૅમરોક ઇન્ડસ્ટ્રીઝ અલાહાબાદ બૅન્ક રૂ. ૪૪૨
રેઈનબો પેપર્સ અલાહાબાદ બૅન્ક રૂ. ૧૫૮
સ્ટર્લિંગ ગ્લોબલ ઓઈલ રિસોર્ટસ અલાહાબાદ બૅન્ક રૂ. ૧૧૩
નિલકંઠ એન્ટરપ્રાઈસ સિન્ડિકેટ બૅન્ક રૂ. ૨૬
લિઝા લિઝ્યોર સિન્ડિકેટ બૅન્ક રૂ. ૬
સ્ટર્લિંગ બાયોટેક સિન્ડિકેટ બૅન્ક રૂ. ૪૦૦
જશુભાઈ જ્વેલર્સ બૅન્ક ઑફ ઇન્ડિયા રૂ. ૬૧
આલ્ફા નિપ્પોન ઇન્નો. કૅનેરા બૅન્ક રૂ. ૧૦૯.૫૪
જયહિન્દ પ્રોજેક્ટ્સ કૅનેરા બૅન્ક રૂ. ૮૫.૫૨
શ્રી પદ્માવતી સોર્ટેક્સ દેના બૅન્ક રૂ. ૧૩.૯૪
ધનશ્રી સિડ્સ દેના બૅન્ક રૂ. ૧૩
વાઈટલ યુકો બૅન્ક રૂ. ૩૦