બે હજાર વર્ષ જીવતા બાઓબાબ વૃક્ષની દિવાલ કચ્છના રણને આગળ વધતી અટકાવી શકશે

ગુજરાતનું બીજા નંબરનું બાઓબાબ સૌથી મોટું વૃક્ષ ૧૬.૫૦ મીટર ઘેરાવો ધરાવે છે. આ વૃક્ષ ના થડમાં ૧૫ હજાર લીટર પાણી સમાયેલું છે. આ બાઓબાબ આમતો મૂળ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. જે 2000થી 6000 વર્ષ જુના છે. આ વૃક્ષને ગુજરાતના કચ્છ, દ્વારકા, ખંભાતના રણને આગળ આવતું અટકાવવાની ક્ષમતા ધરાવે છે. તેનું વ્યાપક વાવેતર કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસ કાંઠા જેવા રણના સરહદી કાંઠે વૃક્ષોની હરીયાળી દીવાલ તરીકે ઉગાડવામાં આવે તો રણને અટકાવીને તેને દૂર કરી શકાય તેમ છે. આ અંગે ગુજરતાની રૂપાણી કે મોદી સરકાર કંઈ કરતા તૈયાર ન હોવાથી કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ આ પ્રોયગ કરવાનું આયોન કરી રહી છે.

રણને રોકવા બનવાઈ રહી એ  જે 2000 વર્ષ સુધી જીવિત રહી છે. એવારેગ્યા હવે રણનો વિસ્તાર વધતો અટકાવવા માટે કામ કરી રહ્યા છે. તેઓ વૃક્ષોની એક દીવાલના નિર્માણના કામમાં જોતરાયેલા છે. આ વૃક્ષોનાં થડ અને પાન, રણના હુમલાને અટકાવશે.

સહરાનું રણ લીલુ થયું 

આવી જ દીવાલ સમગ્ર સહરા ફરતે તૈયાર કરવાની છે, જેથી રણને આગળ વધતું અટકાવી શકાય. પાછલા એક દાયકામાં સહરા રણે 7,600 વર્ગ કિમી કરતાં વધારે વિસ્તારે પોતાની અંદર સમાવી લીધો છે. ખાસ કરીને દક્ષિણ વિસ્તારમાં એટલે કે સાહેલમાં. 1920ની સરખામણીએ આજની તારીખમાં સહરાનું ક્ષેત્રફળ 94 કરોડ વર્ગ કિમી થઈ ગયું છે. કંઈક આવું જ આખી દુનિયામાં પણ બની રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે વિશ્વમાં દર વર્ષે 1.20 લાખ વર્ગ કિલોમિટર જમીન રણમાં સમાતી જાય છે.  રણવિસ્તાર કેન્સરની જેમ હોય છે. તેના કારણે વિશ્વને દરરોજ લગભગ 1.3 અબજ ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે. રણના વિસ્તારના કારણે માત્ર ખેતીલાયક જમીન અને ગૌચર ગુમાવી રહ્યા છીએ.

રણને અટકાવવાનો સાહેલના પ્રયત્ન

ગ્રેટ ગ્રીન વૉલ પ્રોજેક્ટની શરૂઆત આફ્રિકન યુનિયને 2007માં કરી હતી. જેનો હેતુ વિશ્વના સૌથી ગરમ રણને આગળ વધતું અટકાવવાનો છે. આ કામમાં સંયુક્ત રાષ્ટ્ર પણ આફ્રિકન યુનિયનની મદદ કરી રહ્યું છે. સાહેલમાં રેતીના દાનવને દૂર રાખવા માટે આ વૃક્ષો મદદરૂપ થઈ રહ્યાં છે. પ્રોજેક્ટ હેઠળ આફ્રિકન દેશોમાં ખેતીની નવી રીતોના વિકાસ અને જમીનનું ધોવાણ અટકાવવાની રીતો શીખવવા માટે અત્યાર સુધી આઠ અબજ ડૉલરનું રોકાણ કરાયું છે.

સેનેગલ રણમાં 1.20 કરોડ વૃક્ષો 

સેનેગલે એકલા જ તેમના વિસ્તારમાં 1.20 કરોડ જેટલાં વૃક્ષો વાવ્યાં છે, જેથી દુષ્કાળને રોકી શકાય. 20 દેશોમાં 3 કરોડ હેક્ટર જમીન પર વૃક્ષો વાવીને આ જમીનને ફરીથી હરિયાળી બનાવી દેવાઈ છે. આવનાર પેઢીને જ કામ લાગશે. તેથી ભવિષ્ય માટેનું રોકાણ છે. યુએનડીસીસીએ આફ્રિકામાં 2030 સુધી 10 કરોડ હેક્ટર જમીન ફરીથી હરિયાળી બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આફ્રિકાથી બહારના આવા પ્રોજેક્ટ અસફળ રહ્યા છે. ચીને ગોબીના રણમાં વૃક્ષો વાવીને રણને વધતું અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનાં પરિણામો વિપરીત જ આવ્યાં. રણનો વિસ્તાર ઘટવાની જગ્યાએ વધતો જ જઈ રહ્યો છે, પરંતુ યુએનડીસીસીને આ પ્રયત્નોમાં જ આશા દેખાય છે.

ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું વૃક્ષ

ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને વડોદરા હેરિટેજ ભાયલી પાસે આવેલા ગણપતપુરા ગામમાં ૯૦૦ વર્ષ જૂનું ૧૬.૫૦મી. ઘેરાવો ધરાવતું બાઓબાબનું વૃક્ષ આજેપણ અડીખમ ઊભું છે. તેનું થડ એટલું પોલું હોય છે કે તેમાં ૧૦થી ૧૫ હજાર લીટર પાણી સમાઈ શકે છે. નેચરવોકના સભ્યો ગણપતપુરામાં આવેલા હેરિટેજ વૃક્ષ બાઓબાબની મુલાકાત લે છે.  ૧૦૦ જેટલા લોકો બાથ ભીડીને ઊભા રહે તેટલુ આ વૃક્ષનું થડ છે. ગુજરાતનું આ બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ માનવામાં આવે છે. શહેરમાં ફક્ત લક્ષ્મીપુરા અને સુભાનપુરા વિસ્તારમાં બાઓબાબનું વૃક્ષ આવેલું છે. પણ ત્રણ લોકો બાથ ભીડી શકે એટલું નાનું છે. ગુજરાતમાં માત્ર વડોદરા, વાપી અને ઉંમરગામમાં આ વૃક્ષ જોવા મળે છે. પાણીનો ભરાવો થતાં આ તોતિંગ વૃક્ષ કલાલી તથા સેવાસી નેચર પાર્ક પાસે પડી ગયા હતા.

આ વૃક્ષ ગુજરાતમાં ‘રૃખડો’, ‘ઘેલું વૃક્ષ’, ‘મંકી બ્રેડ ટ્રી’, ‘ભૂતિયું ઝાડ’ વગેરે નામથી ઓળખાય છે. સાઉથ આફ્રિકાના માડાગાસ્કરમાં આવેલું ૧૫૦ ફૂટ ઘેરાવાવાળું બાઓબાબનું વૃક્ષ કાપતા તેમાંથી ૧,૨૫,૦૦૦ લીટર પાણી નીકળ્યું હતું. આ પાણીમાં કેલશ્યમ અને મીનરલનું પ્રમાણ સૌથી વધું હોય છે. આફ્રિકાના લોકોએ ૬૦૦૦ વર્ષ જૂના બાઓબાબના થડના પોલાણમાં બસ સ્ટોપ, પાર્કિંગ સ્ટેન્ડ,અનાજનું ગોડાઉન, દવાખાનું અને બીયર બાર બનાવ્યું છે. જેમાં ૬૦ લોકો આરામથી બેસી શકે છે. બાઓબાબ વૃક્ષ દેખાવે ઉલટું લાગે છે એટલે કે તેની જડ અને થડ બિલકુલ ઉંધા લાગે છે. આ વૃક્ષ પર માત્ર છ મહિના જ પાંદડા આવે છે અને બાકીના છ મહિના પાંદડા ખરી પડે છે. બાઓબાબના વૃક્ષના થડમાં ૧૦થી ૧૫હજાર લીટર પાણી સમાય છે. સંપૂર્ણપણે વિકસિત થાય ત્યારે આ વૃક્ષ અત્યંત આકર્ષક લાગે છે. આ વૃક્ષોનાં મોટાં થડ એક અલગ જ દુનિયાનો અહેસાસ કરાવે છે. આ વૃક્ષ શુષ્ક વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલું હોય છે.

બાઓબાબ વૃક્ષની વિશેષતા

ગુજરાત માં વડોદરા શહેરના ગણપતપુરા ગામ માં આવેલું છે.જે ૯૦૦ વર્ષ જુનું છે. જે ને એક અજાયબી કહી શકાય. આભારમહાવૃક્ષ ઘેલું વૃક્ષ . વડોદરાના પાદરા નજીક હેરિટેજ વૃક્ષ જેની ઉંમર 4 થી 5 હજાર વર્ષ હોય છે . આખું વર્ષ વૃક્ષ પર પાન ના હોય પણ જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે પંદર દિવસ પહેલા પાન ફૂટે . એના ફળ અને ફૂલ સાથે ફોટા છે . આ રાજ્યનું બીજું મોટામાં મોટું વૃક્ષ છે . એનું થડ બહુજ મોટું . આફ્રિકા નું મૂળ ધરાવેછે .
આફ્રિકાના માડાગાસ્કરની ઘરતી પર ઉગેલા આ વૃક્ષો તેમનાં આકારને લઈને ખુબ પ્રચલિત છે. મજબૂતાઈની દ્રષ્ટિએ ખુબ હોવું સખત એ તેનો ગુણધર્મ છે. તેને હિન્દી ભાષામાં ગોરછી કહેવાય છે. ૩૦ મીટર ઊંચું અને ૧૧ મીટર પહોળું આ વૃક્ષ દેખાવમાં એકદમ અનોખું છે.

આ વૃક્ષ ૩૦૦૦થી ૫૦૦૦ વર્ષ જીવે છે. વૃક્ષની છાલનાં રેસાં એટલા મજબૂત હોય છે કે તેમાંથી આફ્રિકાના લોકો માછલી પકડવાની જાળ બનાવે છે. આ રેસાંમાંથી બનાવેલ કાગળ લાંબો સમય ટકી રહે છે. વસંતઋતુમાં જ્યારે આ વૃક્ષ પર પાન આવવાની શરુઆત થાય તેના બે અઠવાડિયામાં જ વરસાદ આવે છે. સામાન્યરીતે વૃક્ષની છાલ કોફી કલરની હોય છે જ્યારે આ વૃક્ષની છાલ રાખોડી રંગની છે એટલે ચાંદની રાતમાં ચમકે છે. જેથી તે ‘ભૂતિયા વૃક્ષ’ તરીકે ઓળખાય છે.

માવાનું શરબત ગુજરાત, યુપી-એમ.પીમાં ખૂબ વેંચાય છે

બાઓબાબ વૃક્ષની છાલમાંથી જે ખટ્ટમીઠો માવો નીકળે તેમાંથી શરબત બનાવાય છે. આ શરબત ઉનાળા દરમિયાન ગુજરાત. રાજસ્થાન, યુપી અને એમ.પીના લોકો પીએે છે. તેના ફળમાં સંતરા કરતા પાંચગણું વીટામીન-સી હોવાથી વાંદરાઓનો મનપસંદ ખોરાક છે. આફ્રિકાના આદિવાસી લોકો આ ઝાડના પાનને કૂટીને પાણીમાં નાંખે છે. તેેમાંથી ઉત્પન્ન થતાં ફીણની મદદથી કપડાં ધૂએ છે.

લગભગ 200 વર્ષ બાદ બાઓબાબ વૃક્ષ યુવાન થાય છે. આમ તો સ્થાનિક લોકો બાઓબાબનાં ફળ નથી ખાતા, પરંતુ ફળોથી તેઓ સારી કમાણી કરી લે છે. આ વૃક્ષનાં ફળ તોડીને પીસી લેવાય છે, જેની યુરોપ અને આફ્રિકામાં ખૂબ માગ છે. તેથી હવે પગા જ નહીં, આખા ઘાનામાં બાઓબાબનાં વૃક્ષોની માગ વધી ગઈ છે. મહિલાઓ આ ફળોને તોડીને ઘરે લઈ આવે છે અને પીસીને તેનો પાઉડર તૈયાર કરે છે. જેનું વેચાણ યુરોપિયન દેશો અને અમેરિકામાં થાય છે. તેથી પગાની મહિલાઓની આવક વધી છે. મહિલાઓ આર્થિકપણે સક્ષમ બની છે તેથી ઘરના નિર્ણયોમાં તેમનું યોગદાન અને હક્ક પણ વધ્યાં છે. બાઓબાબના પાઉડરનો વેપાર આગામી પાંચ વર્ષમાં વધીને 5 અબજ ડૉલર થઈ જવાની સંભાવના છે. તેમાં વિટામિન સી, કૅલ્શિયમ, મેગ્નશિયમ, પોટૅશિયમ અને આયર્નની માત્રા ખૂબ વધારે હોય છે. તેથી, કોકાકોલા, કોસ્ટકો, ઈનોસેન્ટ સ્મૂદીઝ, સુજા જ્યૂસ અને યેઓ વેલી જેવી મોટી કંપનીઓ મોટા પ્રમાણમાં તેની ખરીદી કરી રહી છે.

200 વર્ષ બાદ યુવાન થતું વૃક્ષ
આ વૃક્ષો આફ્રિકાના સવાના ઘાસનાં મેદાનોમાં 2000 વર્ષ સુધી જીવિત રહી શકે છે. લગભગ 200 વર્ષ બાદ બાઓબાબ વૃક્ષ યુવાન થાય છે. આ વૃક્ષમાંથી મળતી આમલીનો સ્વાદ ખાટો હોય છે. તેથી એવારેગ્યા આજે જે વૃક્ષો વાવી રહ્યાં છે, તે ખરેખર તો ભવિષ્યનાં રોકાણ સમાન છે. ગુજરાતમાં તેની ખેતી થઈ શકે તેમ છે. આમ તો સ્થાનિક લોકો બાઓબાબનાં ફળ નથી ખાતા, પરંતુ ફળોથી તેઓ સારી કમાણી કરી લે છે. આ વૃક્ષનાં ફળ તોડીને પીસી લેવાય છે, જેની યુરોપ અને આફ્રિકામાં ખૂબ માગ છે.
તેથી હવે પગા જ નહીં, આખા ઘાનામાં બાઓબાબનાં વૃક્ષોની માગ વધી ગઈ છે. મહિલાઓ આ ફળોને તોડીને ઘરે લઈ આવે છે અને પીસીને તેનો પાઉડર તૈયાર કરે છે. જેનું વેચાણ યુરોપિયન દેશો અને અમેરિકામાં થાય છે. તેથી પગાની મહિલાઓની આવક વધી છે. મહિલાઓ આર્થિકપણે સક્ષમ બની છે તેથી ઘરના નિર્ણયોમાં તેમનું યોગદાન અને હક્ક પણ વધ્યાં છે. બાઓબાબના પાઉડરનો વેપાર આગામી પાંચ વર્ષમાં વધીને 5 અબજ ડૉલર થઈ જવાની સંભાવના છે. તેમાં વિટામિન સી, કૅલ્શિયમ, મેગ્નશિયમ, પોટૅશિયમ અને આયર્નની માત્રા ખૂબ વધારે હોય છે. તેથી, કોકાકોલા, કોસ્ટકો, ઈનોસેન્ટ સ્મૂદીઝ, સુજા જ્યૂસ અને યેઓ વેલી જેવી મોટી કંપનીઓ મોટા પ્રમાણમાં તેની ખરીદી કરી રહી

બાઓબાબના પાઉડરની માગ વધી એ પહેલાં આ વૃક્ષ વધારે મહત્ત્વનું નથી. પહેલાં ખેતી માટે આ વૃક્ષો કપાતાં હતાં, પરંતુ હવે બાઓબાબનાં નવાં વૃક્ષો વવાઈ રહ્યાં છે. હંટની કંપની એડુના ઘાનાના લોકોને બાઓબાબનાં વૃક્ષો વાવવાં માટે પ્રોત્સાહિત કરે છે.