રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના કુલ કેસોમાં 10 હજાર કરોડ રૂપિયાનો આ ગોટાળો છે જેના કારણે સરકારના નાણા વિભાગને અંદાજે 1000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.ગુજરાતમાં GST લાગુ કર્યા પછી વેલ્યુ એડેડ ટેક્સના કારણે સરકારની આવકમાં સારો એવો વધારો થયો છે પરંતુ 4000 કરોડનું નુકશાન પણ ભોગવવું પડ્યું છે.આ નુકશાનના પરિબળોમાંબોગસ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ મુખ્ય છે. જાણીને આશ્ચર્ય થશે કે વેટ ના કારણે સરકારને 21880 કરોડ રૂપિયાની માતબર આવક થઇ છે જ્યારે જીએસટીની આવક 44937 કરોડ છે જેમાં 4000 કરોડનું નુકશાન છે. ગુડ્ય એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયા પછી સરકારની આવક ઘટી છે. વેટ વ્યવસ્થા કરતાં સરકારને જીએસટીમાં 4000 થી 5000 કરોડ ઓછા મળી રહ્યાં છે. આવક ઓછી થવાના એક કારણમાં ટેક્સ ગોટાળો પણ છે. રાજ્યમાં વિવિધ જગ્યાએ બોગલ બીલો જનરેટ કરીને 10 હજાર કરોડનો ગોટાળો કરવામાં આવ્યો છે જેના થકી વેપારીઓ અને કંપનીઓએ સરકારને 900 થી 1000 કરોડની આવકમાં નુકશાન કર્યું છે. જો કે કેન્દ્ર સરકાર રાજ્યને 14 ટકા વૃદ્ધિ સાથે વળતર આપી રહી છે.
રાજ્ય વાણિજ્ય કર વિભાગના આંકડા પરથી માહિતી મળી છે કે રાજ્ય સરકારને છેલ્લા બે નાણાકીય વર્ષમાં કેન્દ્ર તરફથી કુલ 9836 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જીએસટીના કારણે આવક ઘટી હોય તેવા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુ જેવા રાજ્યો છે, કારણ કે આ રાજ્યો ઔદ્યોગિક વિકાસ કરી રહ્યાં છે અને દેશના અન્ય રાજ્યોમાં માલનું વેચાણ કરી રહ્યાં છે. ગુજરાત ઔદ્યોગિક રાજ્ય હોવાથી સરકારને ઓછી આવક મળે છે પરંતુ તેમાં મહત્વની બાબત ટેક્સની ચોરીની છે. ગુજરાતમાં જીએસટી અને વેટની આવક વધીને 63550 કરોડ રૂપિયા થઇ છે જો કે આવકમાં સૌથી મોટો હિસ્સો પેટ્રોલિયમ પેદાશો પર લાદવામાં આવેલા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) નો છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયા પછી સરકારની આવક ઘટાડો થયો છે. જીએસટી વિભાગે અત્યાર સુધીના સૌથી મોટા બિલીંગ ગોટાળામાં ખુલાસો કર્યો છે કે રાજ્યમાં 6030 કરોડના બનાવટી ચલણ તૈયાર કરવામાંઆવ્યા હતા અને તેના પર 910 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડીટ લેવામાં આવી છે. આ તમામ મળીને કુલ ગોટાળાની સંખ્યા 10 હજાર કરોડ થવા જાય છે અને
તેના કારણે સરકારને 1000 કરોડ ઉપરાંતની રકમમાં ઘટાડો થયો છે.એ ઉપરાંત રાજ્યમાં ઉત્તર ગુજરાતના ઉંઝા અને સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદમાં પણ આવા ગોટાળા પકડવામાં આવ્યા છે.
જીએસટી વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં બોગસ બિલીંગ ગોટાળાના કુલ સાત કેસોમાં 354 કરોડ રૂપિયાના ક્રેડીટ દાવા રિફંડ કરવામાં આવ્યા હતા. તમામ મળીને કુલ ગોટાળાની સંખ્યા 10 હજાર કરોડ થવા જાય છે અને તેના કારણે સરકારને 1000 કરોડ ઉપરાંતની રકમમાં ઘટાડો થયો છે.