બોટાદમાં ગુજરાતની જાયન્ટ ઈન્ડસ્ટ્રીઝના જમાઈ અને કોંગ્રેસના અદના કાર્યકર ડી.એમ.પટેલ વચ્ચે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે શરુ થયેલો જંગ હવે અંત તરફ જઈ રહ્યો છે. અહીં કોંગ્રેસના તકવાદી નેતા ડી એમ પટેલ હવે ફરી એક વખત પક્ષપલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે.
ડી. એમ. પટેલ – ધીરાજલાલ કળથીયા – અગાઉ કોંગ્રેસમાં હતા પછી એપીએમસીના અધ્યક્ષ બનવા માટે ભાજપમાં પક્ષાંતર કર્યું હતું. ત્યાં મુદત પૂરી થતાં તેઓ ફરી કોંગ્રેસમાં આવી ગયા હતા. હવે ફરી તેઓ અધ્યક્ષ બની રહેવા માટે ભાજપમાં જઈને ખેત ઉત્પન્ન બજાર સમિતિની સત્તા માટે શોદાબાજી કરી રહ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે તેઓએ ભાજપા નેતા સાથે બેઠક કરી હોવાનું પણ માનવામાં આવે છે. તેમણે અગાઉ વિધાનસભાની ચૂંટણી હારવા અને ટિકિટ મેળવવા માટે રાજકારણ કર્યું હોવાનો પણ કોંગ્રેસમાં આરોપ છે.
શું હતો ગઈ ચૂંટણીનો વિવાદ
સૌરભ પટેલ સામે ભ્રષ્ટાચારના આરોપો છે. તેઓ રિલાયંસ જૂથના જમાઈ છે. કોર્પોરેટ જગતના ખ્યાતનામ અંબાણી જૂથની વગનો ઉપયોગ કરીને ટિકિટ લાવ્યા હતા. હવે તેઓ કોંગ્રેસના ડી એમ પટેલને ભાજપમાં લાવી રહ્યાં છે. ભાજપના રિલાયંસના જમાઈ સૌરભ પટેલ-દલાલ સાથે સમજૂતી કરીને કોંગ્રેસે ભાજપને ગમતાં ઉમેદવારને ટિકિટ આપી હોવાનો આરોપ 2017માં મૂકાયો હતો તે હવે સાબિત થઈ રહ્યો છે.
સૌરભભાઇ પટેલ ને 80428 મતો મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડી એમ પટેલને 79503 મતો મળ્યા હતાં. ભાજપ સરકારના મંત્રી સૌરભ પટેલની જીતનું માર્જીન માંડ 2.11 ટકા હતું. 925 મતે જીત્યા હતા. તેમાં છેલ્લી ઘડીએ પોસ્ટલ મત નહીં ગણવા માટે સમજૂતી ડી. એમ. પટેલે કરી હોવાનો આરોપ હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બોટાદમાં કોંગ્રેસના જીતના મજબૂત ઉમેદવાર મનહર પટેલને બદલવા માટે કોંગ્રેસના એક નેતાને રૂ.9 કરોડની રકમ સામેના પક્ષે આપી હોવાનો આરોપ પણ કોંગ્રેસમાં મૂકવામાં આવ્યો હતો. તે નાણાં પણ વિદેશમાં ટ્રાન્સફર થયા હતા.
બોટાદના કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચનારા ઉમેદવાર મનહર પટેલે તે સમયે આરોપ મૂક્યો હતો કે, બોટાદના ચુંટણી અધિકારીએ ભાજપના સૌરભ દલાલના ઇશારે કોંગ્રેસના ધીરાજલાલ કળથીયા(ડી. એમ. પટેલ)નું ખોટુ ફોર્મ મંજૂર રખાવ્યું અને મારા બંધારણીય હકક છીનવાયા છે, મારા સતાવાર કોંગ્રસનુ ફોર્મ ભરાયા બાદ 2 જ કલાકમાં કોંગ્રેસે બીજુ મેન્ડેટ ઇસ્યુ કર્યું હતું. ચૂંટણી અધિકારીએ મારુ ફોર્મ રદ્દ કર્યું પરંતુ જેમનું ફોર્મ રદ્દ થવા લાયક હતું તે રદ્દ કરાયુ નથી. તેથી ચૂંટણી પંચને રજૂઆત કરી હતી.
ધીરજલાલ કળથીયાએ ફોર્મનો ભાગ 1 ખોટી રીતે ભરાયો હતો. તેમાં સહી કરનારની વિધાનસભા બતાવી ન હતી. તેનુ ફોર્મ રદ્દ થવું જોઇએ જે તેના ફોર્મમાં સ્પષ્ટ જણાય છે છતાં ચૂંટણી અધીકારીએ તેમનુ ફોર્મ શા માટે રદ્દ કર્યું નથી. તે એક મોટી શંકા છે. આ ખેલ રિલાયન્સના જમાઈના ઈશારે થયો છે.
મનહર પટેલે જણાવ્યું હતું ત્યારે કે જે ગંભીર ભૂલ ખરેખર સ્ક્રુટીનીમાં ચૂંટણી અધિકારીએ પોતાની તપાસમા રદ્દ કરવું જોઇતું હતું. પરંતુ તેમને રદ્દ ન કર્યું, ઉપરાંત અમે તે અંગે રુબરુમાં જણાવી છીએ તો પણ ચૂંટણી અધિકારીએ રદ્દ ન કરી પોતે ભારતીય જનતા પાર્ટીના સીધા ઇશારા પર કામ કરતાં હોય તેવી મને શંકા ગઇ છે.
ધીરજલાલ કળથીયાનુ ફોર્મ રદ્દ કરવુ અથવા બોટાદની ચૂંટણી પ્રક્રીયા સ્થગિત કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. મારી ઉમેદવારી રદ્દ થઈ છતાં કોંગ્રેસના નેતાઓ મને જાણ પણ કરતા નથી અને બીજો મેન્ડેટ આપી દે છે. જે શોદાબાજીની શંકા પેદા કરે છે.
ચૂંટણીમાં નજીવા મતે જીત મળે તેમ હોવા છતાં પોસ્ટલ મત ગણતરીમાં ન લઈને ભાજપને જીતવા દેવામાં આવ્યો હોવાનો અને તેમાં ફાયદો ઉઠાવ્યો હોવાના આરોપો છે.