[:gj]એર ઈન્ડિયાને દેવાદાર બનાવતાં રાજકારણીઓના રૂ.822 કરોડ બાકી[:]

[:gj]સરકાર એર ઈન્ડિયાને વેચી રહી છે ત્યારે તેની આર્થિક કટોકટી માટે દેશના રાજનેતાઓ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્‌લાઈટ માટે રૂ.૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકારમાં મેળવાયું છે. કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં વીવીઆઈપી ચાર્ટર ફ્‌લાઈટ પેટે રૂ. ૮૨૨ કરોડ વસૂલવાનાં બાકી છે.
સ્થળાંતર કરાવવાની કામગારી પેટે વધારાના રૂ. ૯.૬૭ કરોડ અને વિદેશી મહાનુભાવોને લાવવા લઈ જવા બદલ રૂ. ૧૨.૬૫ કરોડનાં લેણાં બાકી હોવાનું તેમણે કહ્યું હતું. વીવીઆઈપી ચાર્ટર ફ્‌લાઈટ હેઠળ ઍર ઈન્ડિયા પ્રમુખ, ઉપપ્રમુખ, રાષ્ટ્રપતિને લાવવા લઈ જવાનું કામ ઍર ઈન્ડિયા કરે છે જેનું બિલ સંબંધિત ખાતા દ્વારા ચુકવવામાં આવે છે.
૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સરકારી અધિકારીઓની ટિકિટ પેટે વસૂલવાની બાકી નીકળતી રકમનો આંક રૂ. ૫૨૬.૧૪ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું. આ રૂ. ૫૨૬.૧૪ કરોડમાંથી રૂ. ૨૩૬.૧૬ કરોડ તો છેલ્લાં ત્રણ વરસથી લેવાનાં બાકી છે, એમ તેમણે કહ્યું હતું. વસૂલી નહીં થઈ શકે તેવી સંભવિત રકમનો આંક રૂ. ૨૮૧.૮૨ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું.
દેશની ટોચની એરલાઈન્સ કંપની અને સરકારના નેજા હેઠળની કંપની એર ઈન્ડિયાના ભવિષ્ય અંગે સરકારે આજે રાજ્યસભામાં એક મહત્વનો ખુલાસો કર્યો છે. એર ઈન્ડિયાને જો ખરીદાર નહિ મળે તો બંધ કરવાનો જ વિકલ્પ સરકાર પાસે છે,તેવું નિવેદન ઉડ્ડયન મંત્રીએ આપ્યું છે.
મોદી સરકારના સિવિલ એવિયેશન મિનિસ્ટર હરદીપ સિંગ પુરીએ કહ્યું કે જો એર ઈન્ડિયાનું ખાનગીકરણ સફળ ન રહ્યું તો એરલાઈન્સ બંધ કરવાની નોબત આવશે. બુધવારે રાજ્યસભામાં એક આધિકારીક નિવેદન આપતા પુરીએ આ ચિમકી ઉચ્ચારી છે.
દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની અને મહારાજા નામે હવામાં રાજ કરતી ટોચની સરકારી કંપની એર ઈન્ડિયાને સંપૂર્ણ કે આંશિકરૂપે વેચવા માટે હાલ અમિત શાહના નેજા હેઠળનું એક મંત્રીમંડળ કામ કરી રહ્યું છે પરંતુ, ગત વર્ષના ફિયાસ્કા બાદ ફરી સરકારે આ વર્ષે ફરી એર ઈન્ડિયાને ખરીદવા માટે બોલી મંગાવવાનું વિચારી રહી છે.
હાલમાં એક સમૂહ એર ઈન્ડિયાના દેવા અને તેની અસ્કયામતો અને ભવિષ્ય અંગે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે. આ સમૂહ દ્વારા રજૂ કરવામાં આવતા વિકલ્પો પર ચર્ચા થશે અને અંતે એક મજબૂત, આકર્ષક શરતો સાથે ફરી એર ઈન્ડિયા માટે બીડ મંગાવીશું.
એર ઈન્ડિયાની બેલેન્સ શીટ પર અંદાજે 60,000 કરોડનું દેવું છે અને આ દેવા સાથે કંપની કઈ રીતે ચલાવવી એ એક પડકારજનક સવાલ છે. કાર્યકારી ખોટ પણ એટલી બધી છે કે એર ઈન્ડિયાનું સંચાલન કરવું લગભગ અશક્ય છે. આ સ્થિતિમાં મહારાજાને હવામાં રાજ કરતા પૈસા લાવવા ક્યાંથી ?,તેમ પુરીએ કહ્યું હતુ.
એર ઈન્ડિયામાં આશરે 11,000 કર્મચારીઓ કાર્યરત છે અને આગામી મહિને 15મી તારીખ સુધીમાં સરકાર ફરી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(EoI) એટલેકે બીડ મંગાવી શકે છે.[:]