બોર કૂવામાં પડી જતાં બાળકોને બચાવતો રોબોટ ગુજરાતના ઈજનેરે વિકસાવ્યો

તસવીરો – દિલીપ જીરૂકા
રાજુલાના ગરીબ ખેડૂત પુત્ર ઈજનેર દીકરા  મહેશ ઉકાભાઈ આહીરે  બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે. ફોનથી સંપૂર્ણ ઓપરેટ થાય છે. બોરવેલના તળિયા સુધી જઈ શકતાં રોબોટના બહારના સ્ક્રીન પર જોઈ શકાય એવા અંદર કેમેરા પણ છે. બાળકની હલન ચલન જોઈને બાળકને બહાર કાઢી શકાય છે. બાળક ઊંધું કે આડાઅવળું હોય તો પણ તેને સીધું કરીને બહાર કાઢી શકાય છે.
મહેશ કહે છે કે, બાળક બોરવેલમાં અજાણતા પડી જાય તો 12 કલાકના રેસ્કયુ બાદ પણ તેને બચાવી શકાતા નથી. એ જોઈને મેં રોબોટ બનાવવાનું નક્કી કર્યું હતું. રોબોટ બનાવવા માટે દિવસ રાત મહેનત કરી છે.
રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજ્ય સરકારમે ભલામણ કરી છે કે તેને પેટન્ટ અપાવવામાં મદદ કરે.
 18 ઈંચ સુધી પહોળું થઈ શકે છે. સ્માર્ટ ફોન તેનું રિમોટ છે.