ભરૂચમાં બાળકોએ પતંગદોરીના ગુચ્છા એકઠા કરી પક્ષીઓ બચાવ્યા

જૂના ભરૂચમાં આવેલી બીઈએસ યુનિયન સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્તરાયણ બાદ લોકો અને પક્ષીઓની સુરક્ષાને લઈ જાહેર માર્ગો ઉપર તથા વાયરો ઉપર લટકતી પતંગની દોરીના ગુચ્છા એકત્ર કરી શાળામાં એકઠા કર્યા હતા. ગુચ્છા ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અને આવા બિન ઉપયોગી પતંગની દોરીના ગુચ્છામાં પક્ષીઓ ફસાઈ જવાના કારણે ઈજાગ્રસ્ત બનતા હોય છે અને મોતને પણ ભેટતા હોય છે. આવી દોરીના ગુચ્છા જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઈટના વીજ વાયર પર લટકતી દોરીના કારણે કેટલાક વાહનચાલકો અને રાહદારીઓના ગળામાં ભરાઈ જવાના કારણે પણ અકસ્માતનો ભય રહેતો હોય છે