રાજકોટ,તા.૨૬: મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દ્યણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપવામાં આવે છે આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી ભાઈબીજ નિમિતે તા.૨૯ને મંગળવાર રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલીત સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં તમામ મહિલાઓને આવન જાવન માટે વિનામુલ્યે મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રક્ષાબંધન અને ભાઇબીજના તહેવારો દરમિયાન બહેનો માટે ખાસ સુવિધા આપવામાં આવે છે.
ભાઇબીજના દિવસે રાજકોટ મનપા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસની બસમાં બહેનોને મફત મુસાફરી
Bottom ad