ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ બેફામ નિવેદનો અને દાદાગીરી કરવા માટે જાણીતા બની ગયા છે. પશ્ચિમ બંગાળથી ભાગીને અમદાવાદ આવ્યા તો અહીં પણ તેમણે દાદાગીરી કરી હતી. સામાન્ય કાર પાર્કીંગના પ્રશ્ને પોલીસ અધિકારીઓને દબડાવ્યા હતા. આ અગાઉ પણ તેમણે અનેક વિવાદ કરી ચૂક્યા છે. તેમના નામ ઋત્વિજનો અર્થ બ્રાહ્મણ થાય છે. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણ, યજ્ઞમાં વરાયેલો બ્રાહ્મણ, ઋતુ અનુસાર પ્રાણ દેનાર; ઉત્તમ પ્રકાશ ધારણ કરનાર કે ઋતુ પ્રમાણે અથવા નિયમિત રીતે વૈદિક કર્મ કરનાર એવો થાય છે. પણ આમાના એક પણ ગુણ તેમની પાસે નથી.
અમદાવાદમાં બબાલ
ભાજપના વિવાદાસ્પદ નેતા ઋત્વિજ પટેલ બંગાળથી અમદાવાદ એરપોર્ટ આવ્યા ત્યારે કાર પાર્કિંગ બાબતે તેમણે પોલીસ અધિકારી અને ટ્રાફિક કર્મચારી સાથે બોલાચાલી કરી દાદાગીરી હતી. ભાજપના કાર્યકર્તાઓ તેને લેવા માટે આવ્યા હતા. તે સમયે એક કાર્યકર્તાએ તેની ફોર્ચ્યુનર કારને એરપોર્ટના નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી. ટ્રાફિક પોલીસકર્મીએ આ ગાડીને હટાવવા માટે વારંવાર વિનંતી કરી હતી. ભાજપના કાર્યકર્તાએ કાર ન ખસેડતા ટ્રાફિક પોલીસકર્મી કારને ટો કરી ગયા હતા.
સત્તાના મદમાં ભાજપના કાર્યકર્તાઓ ટ્રાફિક પોલીસકર્મી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ ઋત્વિજ પટેલને થતા તે ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોતાના કાર્યકર્તાનો વાંક હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ સાથે બોલચાલી કરી દાદાગીરી કરીને રોફ કરવા લાગ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ પોલીસ ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઋત્વિજ પટેલને સમજાવવાના પ્રયાસ કર્યો હતો. પરંતુ ઋત્વિજ પટેલે પોલીસ અધિકારી સાથે પણ બોલાચાલી કરી હતી. અડધો કલાક બોલાચાલી બાદ પોલીસ અધિકારીએ સમાધાન કરવા માટે અને કારને છોડવા માટે 600 રૂપિયાનો દંડ ભરવા માટે જણાવ્યું હતું અને અંતે ઋત્વિજ પટેલે 600 રૂપિયા ભરીને કારને છોડાવી હતી.
બંગાળમાં બાબાલ થતાં ભાગવું પડ્યું
બંગાળમાં ઋત્વિજ પટેલ પ્રચાર માટે ગયો હતો. પરંતુ જેવા ગુજરાતમાં આવ્યા કે તરત જ તેમણે પોલીસ સાથે બોલાચાલી કરી હતી. ઋત્વિજ પટેલનું બંગાળમાં બબાલ થતાં ત્યાંથી તે ભાગીને અમદાવાદ આવ્યો હતો. ત્યારે તેમણે અમદાવાદ આવતાં જ પોલીસને દંડ ભરી દેવાના બદલે રૂ.600 જેવી મામૂલી રકમ ન ભરવા બબાલ કરી હતી. કાયદાનો ભંગ કરનારને તેમણે બચાવવા માટે સત્તાનો ગેરઉપયોગ કરવાની કોશીષ કરી હતી.
ડમડમ તથા બારાસાતમાં ઋત્વિજ પટેલને હોટેલમાંથી બહાર નિકળી જવા પોલીસે કહ્યું હતું. તેના વાહનોમાં કરાઈ તોડફોડ કરાવામાં આવી હતી. યુવા ભાજપના પ્રમુખ ઋત્વીજ પટેલ સહિત ગુજરાતના 200 કાર્યકરો પ્રચારકાર્યમાં જોડાયા હતા. ટી.એમ.સી.ના કાર્યકરો સાથે માથાકૂટ કરી હતી. પોલીસે ભાજપના વાહનો કબ્જે કરી લીધા હતા. ગુજરાતના કાર્યકરોને બંગાળ છોડી દેવા ચૂંટણી પંચના તાબા હેઠળના પોલીસ અધિકારીઓએ કહ્યું હતું. તેથી ત્યાંથી તેમણે ભાગી આવવું પડ્યું હતું.
એક કરોડની લાંચનો કેસ
મહેસાણાના નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલ, મહેશ દાઢી ઉર્ફે મહેશ પટેલ અને રવિ પટેલ દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલ અને પ્રવક્તા ભરત પંડયા દ્વારા તેમને ડરાવી, ધમકાવી, ખોટા કેસો કરવાની ધમકી આપ્યા બાદ તેમને 2017ની ચૂંટણીમાં પોતાના પક્ષને ફાયદો થાય તે માટે પાસના અન્ય આગેવાનોને ભાજપમાં જોડવા, તેમની તરફે લેવા માટે રૂ.1 કરોડની લાંચની ઓફર કરી હતી. તેમને આરોપી તરીકે દર્શાવેલા છે.
ગદ્દાર કોણ ?
ભાજપ યુવા મોરચાના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની “ગદ્દાર” ટ્વિટથી ભાજપની હાલત કફોડી થઈ ગઈ હતી. ભાજપમાં ચાલતી જૂથબંધી બહાર આવી ગઈ હતી. ટ્વિટ કરી હતી કે, ભાજપ યુવા મોરચાના યુવાનોએ ઘરમાં છૂપાયેલા ગદ્દારોથી સાચવીને રહેવું જોઈએ. તેથી સોશિયલ મીડિયામાં હોબાળો થયો હતો. ભાજપના નેતાઓએ પણ વાંધો લેતાં પછીથી એ ટ્વિટ દૂર કરવાની ફરજ પડી હતી. કોની તરફ ઈશારો છે તે મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો હતો. તત્વો કોણ છે તેની સ્પષ્ટતા તેમણે કરવી જોઈએ તેવી માગણી પણ કેટલાક નેતાઓએ કરી હતી. બીજી તરફ જાહેરમાં પક્ષને શરમજનક સ્થિતીમાં મૂકી દેવા બદલ ઋત્વિજ પટેલ સામે કેટલાક નેતાઓએ આક્રોશ પણ દર્શાવ્યો હતો.
પાટીદારો ગુંડા છે
સુરત જિલ્લાના માંડવીમાં ભાજપનું યુવા મોરચાનું વિજય ટંકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ઋત્વિજ પટેલે વિવાદિત નિવેદન કરીને પાટીદારો માટે તોફાની અને ગુંડા તત્વો જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ નિવેદનથી પાટીદારો ભાજપથી દૂર જતાં રહ્યાં હતા.
રિવરફ્રંટ પર દાદાગીરી
અમદાવાદના રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ સાથે ઋત્વિજ પટેલે દુરવ્યવહાર કર્યો અને પોલીસ પટ્ટા ઉતારી લેવાની ધમકી આપી હતી. રોડ છાપ નેતાની જેમ વાત કરી હતી. રિવરફ્રન્ટ ઉપર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા ઝઘડો થયો હતો.
ગૌરવ યાત્રામાં ગાળો બોલી
‘ગુજરાત ગૌરવ યાત્રા’ દરમ્યાન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વકતવ્યની શરૂઆત સાથે જ ત્રણ પાટીદાર યુવાનોએ જગ્યા પર ઉભા થઇ ‘જય સરદાર જય પાટીદાર’ના નારા લગાવ્યા તેથી કાર્યકરો અને પાટીદાર યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આણંદના સાંસદ દિલીપભાઇ પટેલ અને ભાજપ પ્રદેશ યુવા મોરચાના ઋત્વિજ પટેલે કાર્યકરોને ત્રણેય યુવાનોને ઠમઠોરવા ઉશ્કેર્યા હતા. ઘટનાથી ગુસ્સે ભરાયેલા ભાજપના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ સ્થળ પર દોડી જઇને તેઓએ જ યુવા કાર્યકરોને ઉશ્કેરણી કરી હતી કે સૂત્રોચ્ચાર કરી રહેલા પાટીદાર યુવાનોને બરાબર માર મારો. ઋત્વિજ પટેલ તે સમયે બિભત્સે ગાળો પણ બોલ્યા હોવાની ચર્ચા પણ ભાજપી કાર્યકરો કરી રહ્યા હતા.
આવા અનેક બનાવો બનેલાં છે તે અંગે કોઈ જાણકારી ધરાવતું હોય તો જાણ કરો …