ભાજપના દિનેશ દેસાઈએ યુવકનું અપહરણ કર્યું પણ પોલીસે કંઈ ન કર્યું

અમદાવાદ ભાજપના ગોતાના કોર્પોરેટર દિનેશ દેસાઈ સામે કરાયો યુવકના અપહરણનો આરોપ મૂકવામાં આવ્યો છે. રાજેશના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કેઅપહરણકર્તામાં ભાજપના ગોતા વોર્ડના કોર્પોરેટર સામેલ છે. એમના કુટુંબીજનો પણ આમા સામેલ છે. એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે જે ગાડીના નંબર આપ્યા છે. તે ગાડી પણ આ લોકોએ ડીટેન નથી કરી. અમે જે લોકોના નામ આપ્યા છે તે વ્યક્તિઓ પર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ગાડીમાં તે હાજર હતો. પોલીસ કોર્પોરેટરને છાવરી રહી છે. સોલા પોલીસે અપહરણનો ગુનો કર્યો હતો. રાજેશના પરિવારે પોલીસ મથકે પોલીસ સામે દેખાવો પણ કરવા પડ્યા હતા. પ્રેમ પ્રકરણમાં ભાગેલા યુગલની મદદ કરવા માટે અપહરણ કરાયું હોવાનો આરોપ છે.

અમદાવાદમાં 23 એપ્રિલ 2019માં લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે જ જાહેર રસ્તા પર ઇસમોએ ગોતા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા યુવક રાજેશ પટેલનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ અપહરણકારોએ યુવકને એક મકાનમાં ગોંધી રાખી તેને ચપ્પુના ઘા મારીને ઓગણજ સર્કલ પાસે ફેંકી દીધો હતો.

અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતા રાજેશ પટેલનું સિલ્વર સ્ટાર ચાર રસ્તા નજીકથી કારમાં અપહરણ કર્યું હતું. એક મકાનમાં ગોંધી રાખી ચપ્પા વડે ઘાયલ કર્યો હતો. રાજેશને ચાર કલાક ગોંધી રાખ્યા બાદ અપહરણકારોએ રાજેશ પટેલને પાંચ વાગ્યાની આસપાસ ઘાયલ હાલતમાં અમદાવાદના ઓગણજ સર્કલ પાસે ફેંકી દીધો હતો. સર્કલ પર ઘાયલ અવસ્થામાં રાજેશે એક રીક્ષાવાળાના મોબાઈલમાંથી ફોન કરીને તેના સગા-સંબંધીઓને બોલાવ્યા હતા. ત્યારે સગાઓ રાજેશને પોલીસ સ્ટેશન લઇને પહોંચ્યા હતા. અપહરણની પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. રાજેશે પોલીસ ફરિયાદમાં અમદાવાદમાં ગોતાના કોર્પોરેટર દિનેશ દેસાઈના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ મામલે રાજેશના પિતરાઈ ભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા કાકાના છોકરાનું કાલે બપોરે 12:55 વાગ્યે સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસેથી અપહરણ કર્યું હતું. જેના માટે અમે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.  અમારા ભાઈને એટલી ખરાબ હાલતમાં મારેલું છે કે, તે સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે.

કોણ છે દિનેશ દેસાઈ  ?

14 જુન 2018માં બિજલ પટેલના નામની સાથે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ દેસાઈનું નામ ભાજપે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. ગોતા વોર્ડના ઉમેદવાર તરીકે 2015માં ભાજપે જયોત્સના પ્રવીણ પટેલ, ભૂમિકા પાર્થિવ શાહ, દિનેશ એમ. દેસાઈ પછાત વર્ગ તથા સુરેશ મીઠા પટેલ હતા. તેમણે ઝડપથી પગ જમાવ્યો હતો. આનંદીબેન પટેલે તેને ટિકિટ અપાવી હતી. તે આનંદીબેન પટેલ જૂથના ગણવામાં આવે છે. દિનેશ પહેલા કોંગ્રેસમાં હતો. પણ ગોતામાં ભાજપનું કોઈ વરચસ્વ ન હોવાથી ત્યાં સરચસ્વ વધારવા માટે અમિત શાહના તે સમયના ખાસ નેતા નોલેશ પટેલ તેમને ભાજપમાં 2004-05માં લાવ્યા હતા. માત્ર 10 વર્ષમાં જે રાજકીય રીતે સમૃદ્ધ બની ગયો હતો.