ભાજપના સાંસદ સી આર પાટીલના મત વિસ્તારમાં નવસારી લોકસભાના વિજલપોરમાં જૂથ અથડામણની ઘટનામાં પથ્થરમારો થયો હતો. પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કર્ફ્યું જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે કોમ્બીંગ કર્યું હતું. 4 પોલીસને ઇજા થઈ હતી. પોલીસે સમગ્ર મામલે 200 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જૂથ અથડામણમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ પણ સામસામે હતા. 7 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભાજપના કોર્પોરેટર ઇન્દ્રસિંહ રાજપુતની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ અન્ય આરોપીઓને પકડવાની કામગીરી કરી રહી છે.
શું છે રાજકારણ ?
વિજલપોર નગરપાલિકાનાં ભાજપના 18 કાઉન્સીલરોએ ભાજપમાંથી 21 સપ્ટેમ્બર 2018માં પક્ષની નીતિરીતીથી નારાજ થઇ સામુહિક રાજીનામાં આપી દીધા હતાં. તેમાં ઇન્દ્રસિંહ રાજપુતની ભૂમિકા મુખ્ય હતી. ભાજપનાં 13 સભ્યોએ ભાજપના પાલિકા પ્રમુખ જગદીશ મોદી સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. ભાજપે 8 કાઉન્સીલરોને સસ્પેન્ડ કરવા કારણદર્શક નોટિસ આપી છે.
નારાજ જુથનાં પાલિકાનાં 5 કાઉન્સીલરો ઇન્દ્રસીંહ રાજપુત, સતીશ બોરસે, કુસુમબેન ધાનકા, આશાબેન ઠાકુર અને લક્ષ્મીબેન ટુંડીયા ભાજપનાં નવસારી સ્થિત કાર્યાલય કમલમ ખાતે પહોંચીને જિલ્લા ભાજપનાં મહામંત્રી ભુરાલાલ શાહને 16 કાઉન્સીલરોએ ભાજપમાંથી રાજીનામાં આપ્યા હતા. તેમાં આશાબેન ઠાકુર, ભીખુ પટેલ, અનિલ નાયકા, જ્યોતિ રાજભર, દિપક બોરસે, વૃષાલી પૃથરકર, લક્ષ્મીબેન ટુંડીયા, દરિયાબેન ગિરાશે, ઇન્દ્રસિંહ રાજપૂત, શાસક પક્ષના નેતા મહેન્દ્ર ટંડેલ, પાલિકા ઉપપ્રમુખ સંતોષ પુંડકર, મંગળજી ચાવડા, ભાલચંદ્ર પાટીલ, સતીશ બોરસે, વંદના પાટીલ અને કુસુમબેન ધાનકાનો સમાવેશ થાય છે.
મુળ આ કારણ હોવાનું માનવામાં આવે છે.