કચ્છ ભાજપ પર પનોતી બેઠી છે. ત્યાં છેલ્લાં 10 વર્ષમાં સમગ્ર દેશને હચમચાવી મૂકે એવી ઘટનાઓ બની છે. ભાજપના નેતા દ્વારા યુવતીનો જાસુસી કાંડ, ભાજપના નેતાઓનો બળાકાત્કાર કાંડ, દારુ વેચવાનો કાંડ, બંદર પર ગેરકાનૂની પ્રવૃત્તિ કરવાનો કાંડ જેવા અનેક કાંડ ભાજપને સમગ્ર દેશમાં બદનામ કરી રહ્યા છે. તેમ છતાં રોજ નવો કોઈને કોઈ બનાવ એવો બને છે કે જેમાં ભાજપના નેતાઓ અથવા તેમના કુટુંબના સભ્યો સંડોવાયેલા હોય. ભાજપના પૂર્વ MLA તારાચંદ છેડાનો પૂત્ર જીગર તારાચંદ છેડા કરચોર તરીકે પકડાયો હતા. તેમા શું થયું છે તે આજ સુધી કોઈ કહી શકે તેમ નથી.
મુંદ્રા બંદર પર રૂ.1.25 કરોડની GST ચોરી કરતાં તે ઝડપાયો છે. તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે. આવું પ્રથમ વખત નથી થયું. અગાઉ જીગર તારાચંદ છેડાને ગુજરાત સરકારના અધિકારીઓએ નોટિસ આપી હતી. પરંતુ ગાંધીનગરથી તારાચંદ છેડા દબાણ લઈ આવતાં હતા. અગાઉના મુખ્મંત્રી પણ પણ તેમણે દબાણ કર્યું હતું અને પોતાના પૂત્રને વેરાની ચોરી કેસમાંથી છોડાવ્યો હતો. ફરીથી એવું જ કરતાં તે પકડાયો છે. તેથી વેરા વિભાગ હવે તેની ઊંડી તપાસ કરશે અને જે કંઈ ચોરી કરી છે તે બહાર આવશે. જૂની ટેક્સ ચોરી હોવા છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી.
આમ ભાજપ કાળા નાણાનું સર્જન કરી રહ્યો છે. તેના નેતાઓ કાળા નાણાં ઊભા કરીને આર્થિક સામ્રાજ્ય ઊભું કરી રહ્યાં છે. 2015માં 10 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. છેડા ધારાસભ્ય હતા ત્યારે આ વેરા ચોરી પકડાઈ હતી અને તેમણે દબાવી દીધી હતી. ગાંધીનગરથી પ્રધાનોનું દબાણ હોવાથી વેરા વિભાગે કોઈ પગલાં લીધા ન હતા.