અમરેલી નગરપાલિકાના ભાજપના સભ્ય નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાન બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવતો પકડાયો હતો. પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાને રેઈડ કરતાં જુગાર રમતા 13 લોકો પકડાઈ ગયેલા. એક ભાગી ગયો હતો. તમામ 14 આરોપીઓ સામે જુગારધારાની કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલા હતા. જુગારનો અડો ચલાવનાર અને હાજર નહીં મળી આવનાર ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલા છે. પણ લાંબો સમય થયો છતાં તે કેશનું શું થયું તે કોઈ જાણતું નથી.
જુગાર રમતાં રેઈડ દરમ્યાન પકડાયેલ ઈસમોમાં (1) સરફરાજ કાળુભાઈ બિલખીયા, (ર) સાહિલ અબ્દુલભાઈ મેતર, (3) ગનીમિયાએહમદમિયા સૈયદ, (4) પ્રદિપ બાવભાઈ બોસમીયા, (પ) કરીમ વલીભાઈ મોમાણી, (6) ઓસમાણ કરીમભાઈ લાખાણી, (7) કાસમ ઈસ્માઈલભાઈ શેખ, (8) હુસેન હાજીભાઈ બિલખીયા, (9) યુનુસ ઉર્ફે અલી રજાકભાઈ મેતર, (10) રમીઝ રહીમભાઈ પરમાર, (11) ફિરોજ હુસેનભાઈ આરબીયાણી, (1ર) રફીક સતારભાઈ કાલવા, (13) મહેબુબ હબીબભાઈ માંડલીયા.
હાજર નહી મળી આવનાર આરોપી કાળુ નાનભાઈ બિલખીયાને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
રોકડ રૂા. 1,34,870 તથા ગંજીપતાના પાના નંગ-પર તથા મોબાઈલ ફોન નંગ-1પ કિંમપ રૂા. પ3,પ00 તથા મોટર સાયકલ નંગ-4 કિંમત રૂા. 1,40,000 મળી કુલ રૂા. 3,ર8,370નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્તરાયે જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે ગઈકાલનાં રોજ રાત્રીનાં સમયે અમરેલી એસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર ડી.કે. વાઘેલા તથા એલસીબી ટીમને જુગાર અંગે ચોકકસ બાતમી મળેલ કે અમરેલી શહેરમાં બટારવાડી વિસ્તારમાં જુગાર રમે છે.