ભાજપના નેતા મહેન્દ્ર ત્રિવેદી અને રૂપાણીના પ્રધાન વિભાવરી દવે સામ સામે

ભવાનગરમાં જ્યારથી મહેન્દ્ર ત્રિવેદીના સ્થાને વિભાવરી દવેને રાજકીય મહત્વ આપવાનું અમિત શાહે શરૂ કર્યું ત્યારથી આ બન્ને નેતાઓ વચ્ચે વિગ્રહ ચાલતો આવ્યો છે. બન્ને જાહેર કાર્યક્રમમાં ભાગ્યે સાથે દેખાય છે. પક્ષના દરેક કાર્યકર જાણે છે કે બન્ને નેતાઓને બનતું નથી.

ભાજપના ભાવનગરના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન તથા હાલના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્ર ત્રિવેદીએ કામ થતું ન હોવાનો આરોપ લગાવી નારાજગી વ્યક્ત કરી હતી. ભાવનગર શહેર વચ્ચેથી પસાર થતી કસારા નદીના ગટરના ગંદા પાણી માટે 2002માં રૂા.25 લાખના ખર્ચે જે યોજના મંજુર કરાવી હતી.

17 વર્ષથી અમલ થયો નથી. ભાવનગરના લાખો લોકોના જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે તેવી ફરિયાદ ભાવનગરથી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટથી કોર્ટમાં ભાવનગર મહાપાલિકાના કમીશન તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રીજયોનલ ઓફીસર સામે ફોજદારી ધારા 133 હેઠળ ફરિયાદ નોંધાવી છે.

2002થી 2014 સુધી નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા. ત્યાર બાદ દેશના વડાપ્રધાન થયા છતાં પણ ભાવનગરની ગંદી નાળીનો ઉકેલ તેઓ લાવ્યા નથી. તેથી ખરેખર તો મહેન્દ્ર ત્રિવેદીનો આડકતરો આરોપ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે હોવાનું ભાજપના સૂત્રો કહી રહ્યા છે.

ભાવનગરમાં વર્તમાન ધારાસભ્ય અને રાજયના મંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગરમાં રીવરફ્રંટ યોજના માટે રૂા.38 કરોડનું ખર્ચ મંજૂર કરાવતાં ભડકો થયો છે. હાલના મંત્રી વિભાવરીબહેન દવેના પ્રયત્નોથી કંસારા શુદ્ધિકરણ માટે ગત ડિસેમ્બરમાં 38 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

હવે વિભાવરી દવે સામે મહેન્દ્ર ત્રિવેદીએ આ વિવાદ ઉઠાવતા ભારતીય જનતા પક્ષના બે નેતાઓ સામસામા આવી ગયા છે. મહેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો કે તેની યોજનાનો અમલ નહી કરીને તંત્રએ ગંભીર બેદરકારી કરી છે. જેથી જવાબદારો સામે પગલા લેવાવા જરૂરી છે. વર્ષના અંતમાં ભામપા – મહાપાલિકા ચૂંટણી યોજાઈ રહી છે.

FACEBOOK.COM PICS

મહેન્દ્ર ત્રિવેદી

એક સમયે સૂર્ય મધ્યાહને તપતો હતો. કેશુભાઈ પટેલની સરકારમાં સાંસ્કૃતિક મંત્રી પછી હોમ મિનિસ્ટર થયા. મંત્રીમંડળના બંગલા વિસ્તારમાં જ્યારે હનુમાન ચાલીસા કરે ત્યારે આખું ભાજપ તેમના બંગલે ભેગું થયેલું હોય, એ સમયે મંત્રીમંડળનો બંગલા વિસ્તાર ધમધમતો હતો. આજે સલામતી રક્ષકો વચ્ચે ભેંકાર ભાસે છે. ભાજપની સરકારમાં ભાવનગરના બ્રાહ્મણ કેબિનેટ મંત્રી હતા. આજે ફેંકાઈ ગયા છે. ગુજરાતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચેરમેન હતા પરંતુ હવે નથી.

લડત
હેલ્મેટનો કાયદો રાજ્યમાં શહેરી વિસ્તારોમાંથી હટાવ્યો છે. આ નિયમને જ્યારે હળવો કરાયો છે ત્યારે યાદ આવે કે આજથી 16 વર્ષ પહેલાં ઇ.સ.2003માં ભાવનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઇ ત્રિવેદીએ તેમની પોતાની ભાજપ સરકાર સામે હેલ્મેટ ફરજિયાત કરવાના કાયદા સામે બાંયો ચડાવી હતી અને 6 માસ સુધી વિધાસનભા અને ભાવનગરમાં સાયકલ ચલાવી લોકરોષને વાચા આપી હતી અને અંતે તત્કાલિન સીએમ અને હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે તે સમયે નિયમ હળવો કર્યો હતો.

10 હજારથી વધારે બ્રહ્મ મતો ધરાવતા વિધાનસભાના 28 વિસ્તારો

થરાદ, ધાનેરા, ડીસા, દીયોદર, કાંકરેજ, પાટણ, ખેરાલુ, કડી, મહેસાણા, હિંમતનગર, ઈડર, ગાંધીનગર નોર્થ, ધાંગ્રધ્રા, મોરબી, ગોંડલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ, જામજોધપુર, દ્વારકા, કુતિયાણા, સોમનાથ, કોડીનાર, રાજુલા, મહુવા, ભાવનગર વેસ્ટ, લુણાવાડા, રાવપુરા, સુરત વેસ્ટ

15 હજારથી વધારે 17 મતદારો

વાવ, વડગામ, પાલનપુર, ગાંધીનગર સાઉથ, ઘાટલોડીયા, એલિસબ્રીજ, નરોડા, મણીનગર, વઢવાણ, રાજકોટ વેસ્ટ, ભાવનગર ઈસ્ટ, મહેમદાબાદ, વડોદરા સિટી, સયાજીગંજ, અકોટા, માંજલપુર,

20 હજારથી વધારે બ્રહ્મણ મતો

પોરબંદર, ધારી,

25 હજારથી વધારે

જુનાગઢ,

30 હજારથી વધારે

અમરેલી