ભાજપના આગેવાન જયંતી ભાનુશાળીની હત્યામાં સપડાયેલા છબીલ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે ગળપાદર સ્થિત કચ્છ જિલ્લા જેલહવાલે કરી દેવામાં આવ્યો છે. છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી છબીલ પટેલની ધરપકડ કરી લીધી હતી. આરોપીને ભચાઉ કોર્ટમાં બેવાર રજૂ કરીને 13 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
કચ્છ એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયંતી મહેશ્વરીની આ ગુનામાં સંડોવણી નીકળતા સસ્પેન્ડ કર્યો હતો. છબીલ પટેલનો ભત્રીજો પીયૂષ દેવજી વાસાણી (પટેલ) તથા વેવાઈ રસિક સવગણ પટેલ અને કોમેશ મગનલાલ પોકારની ધરપકડ કરી હતી.
 ગુજરાતી
 ગુજરાતી English
 English