[:gj]PAC 8 : અદાણીને ફાયદો કરાવવા સરકારી બંદરોને પતાવી કેમ દીધા? [:]

[:gj]

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ : ભાગ 8

દિલીપ પટેલ

ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020

સમતિએ ગુજરાત સરકારના 8 બંદરોની તપાસ કરી હતી. જેમાં મગદલ્લાને બાદ કરતાં બાકીના તમામ બંદરોની કાર્યક્ષમમાં ખરાબ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખાનગી બંદરોને તમામ સુવિધા સરકાર આપતી હતી પણ સરકાર પોતાના બંદરોને સુવિધા આપતી ન હોવાથી દેશ વિદેશમાંથી આયાત નિકાસની ક્ષમતાં તળીએ આવી હતી.

2016ની બેઠકમાં સરકારી અધિકારીને બોલાવીને પૂછવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી જે અંગે જાહેર હિસાબ સમિતિએ સરકારની આકરી આલોચના કરી હતી. સમિતિએ રૂપાણી સરકારને સ્પષ્ટ કહી દીધું કે, ખાનગી બંદરોની પ્રગતિ થાય અને સરકારી બંદર પુરી ક્ષમતાથી કામ ન કરે એવી નીતિ સરકારની રહી છે. તેથી સરકારના બંદરોને માળખાકીય સુવિધા આપવામાં આવે અને ગુજરાતની પ્રજાના બંદરોનો વિકાસ કરવામાં આવે. પણ ખાનગી કંપનીઓને બંદરો પીપીપી ધોરણે આપીને ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, તે કોઈ રીતે ઉચિત નથી.

માંડવી અને મુંદ્રા સરકારી બંદર એવા છે જ્યાં નાના માછીમાર અને અન્ય માટે ઉપયોગી બંદર છે. જેનો ઉપયોગ માંડ 40.63 ટકા છે. આ બંદર ખાનગી કંપનીને સોંપવાના બદલે સરકાર હસ્તક રાખી તેને વિકસાવવામાં આવે, એવું જાહેર હિસાબ સમિતિએ સરકારને કહી દીધું છે. ક્રમશઃ 8

[:]