જગન્નાથ ગૌચર જમીન કૌભાંડ 6
દિલીપ પટેલ
ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી છે. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. (જે અગાઉ khabarchhe.com દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતાં.). રૂપાણી સરકારે આજ સુધી તેની તપાસ કરી નથી.
હાઇકોર્ટના તેડા થી મેડિકલ કોલેજના સત્તાધીશોની મુસીબતમાં વધારો થયો છે.
ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટને પાલનપુરમાં મેડિકલ કોલેજ માટે મંજૂરી આપવામાં ગુજરાતની રૂપાણી સરકારે કેવી ગેરરીતિ કરી છે. તે ચોંકાવી દે તેવી છે. કોલેજને ગૌચરની આપવાથી લઈને કોલેજની મંજૂરી સુધીની મોટા ભાગની પ્રક્રિયામાં ગુજરાત સરકારે ખોટું કર્યું છે. જે અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
મેડીકલ કોલેજ સ્થાપવા માટે યોગ્યતા
ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ નંબર એમસીજી-1016-એસએફએસ-151-જે. તા.13.12.2016થી ગુજરાત સરકારે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજની યોજના જાહેર કરી છે. આ ઠરાવના પેરા નં. 4–પાત્ર વ્યક્તિ–મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના “એસ્ટાબ્લીસમેન્ટ ઓફ મેડીકલ કોલેજ રેગ્યુલેશન, 1999 તેમજ તેમાં વખતો વખતના સુધારાઓ મુજબ મેડીકલ કોલેજ સ્થાપવા માટે યોગ્યતા ધરાવનાર સંસ્થાઓ આ સહાયના હેતુસર પાત્ર વ્ચકિત ગણમાં આવી છે.
મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના “એસ્ટાબ્લીસમેન્ટ ઓફ મેડીકલ કોલેજ રેગ્યુલેશન, 1999 ની (જૂન 2017 સુધીના સુધારા સાથે) જોગવાઇઓ મુજબ, આ યોજના હેઠળ પાલનપુર માટે પસંદ થયેલ સંસ્થા ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ વચ્ચે 10.10.2017ના રોજ જે કરાર થયેલો છે.
યોજના માટે અરજી કરવાની પણ પાત્રતા ધરાવતું નથી.
આમ, સદરહુ કરારમાં સ્પષ્ટ જણાવ્યા મુજબ, સૂચિત મેડીકલ કોલેજ એ લાભાર્થી સંચાલિત સ્વનિર્ભર મેડીકલ કોલેજ છે. (સરકારી નથી) તેની પાસે ત્રણ વરસની બેલેન્સ સીટો હોવી જ જોઇએ, તે પણ નથી. આમ જે સંસ્થાની પાસે બેલેન્સસીટ જ ન હોય તેમને મેડિકલ કોલેજ કઈ રીતે આપી શકાય. લાભાર્થી ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટનો રજી. નં. ઇ – 1530 – બનાસકાંઠા, નોંધણી તા. 17.09.2016 છે. જે ખાનગી ટ્રસ્ટ છે. ખાનગી ટ્રસ્ટ માટે ત્રણ વર્ષની બેલેન્સ સીટ હોવી જોઈએ. તે જ નથી.
આ મુજબ સદર યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ 10.06.17ના રોજ સરકારનું લાભાર્થી ટ્રસ્ટ ફક્ત આઠ માસ જૂનું હતું. તેથી તેની પાસે ત્રણ વરસની બેલેન્સ સીટો ન હોવાના કારણે તે એમસીઆઇ માટે લાયકાત ધરાવતું ન હોવાથી આ યોજના માટે અરજી કરવાની પણ પાત્રતા ધરાવતું નથી.
મેડીકલ કોલેજ માટેની અરજી સાથે ત્રણ વરસની બેલેન્સ સીટ માગવામાં આવી છે તે મુજબ પણ આ ટ્રસ્ટ તે પુરી પાડી શકે તેમ નથી. ટ્રસ્ટ બિન અનુભવી છે અને આર્થિક રીતે પણ સક્ષમ નથી. ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ટ્રસ્ટને મેડીકલ ક્ષેત્ર કે અન્ય પ્રવૃતિઓનો કોઇ જ અનુભવ નથી. સદર યોજના માટેની અરજીના ચેક લિસ્ટ મુજબ પણ ટ્રસ્ટને મેડીકલ ક્ષેત્ર કે અન્ય પ્રવૃતિઓનો કોઇ જ અનુભવ નથી.
મેડિકલ કોલેજ બનાવવા ગરીબ પશુપાલકો પાસેથી કરોડોનું ફંડ મેળવવા શંકર ચૌધરીનો આદેશ
23 May, 2018ના રોજ khabarchhe.com દ્વારા આ અહેવાલ છપાયો હતો. પાલનપુરમાં મેડિકલ કોલેજ બનાવવા માટે શંકર ચૌધરીએ બનાસ ડેરીમાં ડેરીની 1,400 જેટલી દૂધ મંડળીઓના અધ્યક્ષ અને મંત્રીની એક બેઠક બનાસ ડેરી ખાતે બોલાવી હતી. મેડિકલ કોલેજ બનાવવા માટે રૂ. 200 કરોડની જરૂર છે તેથી દૂધમાંથી જે આવક થાય તે મેડિકલ કોલેજ બનાવવા માટે આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. દરેક મંડળીએ તેનો ઠરાવ કરીને દાન આપવું એવું કહી દેવામાં આવ્યું હતું. જેટલું દૂધ મંડળીમાં આવતું હોય તેના પ્રમાણમાં ગરીબ પશુપાલકો પાસેથી તે ફંડ લેવામાં આવશે. કેટલું ફંડ લેવામાં આવશે તે દરેક મંડળીને ડેરી દ્વારા પત્ર દ્વારા અને ફોન દ્વારા જણાવવામાં આવશે. આમ મેડિકલ કોલેજ માટે પશુપાલક પાસેથી કરોડો રૂપિયા મેળવવામાં આવશે અને તેના બદલામાં ગુજરાત ભરના અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થી અહીં મેડિકલમાં પ્રવેશ લેશે અને તે ડોક્ટર બનશે.
150 બેઠક મેડિકલ કોલેજ માટે મળી છે. તેમાં બનાસકાંઠાના વિદ્યાર્થી એક કે બે જ હોઈ શકે છે. તેટલાં પણ ન હોય. તો પછી કેટલીક મંડળીઓના હોદ્દેદારોએ જાહેરમાં તો વિરોધ ન કર્યો પણ અંદરથી આટલું જંગી ફંડ ગરીબ દૂધ ઉત્પાદકો પાસેથી કેમ લેવામાં આવી રહ્યું છે એવો સૂર પણ હતો. વિરોધ આક્રમક ન બને તે માટે બનાસ ડેરીના પૂર્વ અધ્યક્ષ પરથી ભટોળ પાસેથી આ આદેશ અપાવવામાં આવ્યો હતો. સાંસદ હરીભાઈ ચૌધરી પાસે આવો આદેશ કરવાના બદલે હીરાના કારખાનાઓ પાસેથી ફંડ લેવાનું તેમને કહેવામાં આવ્યું હતું.
ઉપરથી ભટોળે કહ્યું હતું કે, રૂ. 200 કરોડ જોઈએ છે. પૈસા ક્યાંથી લાવવા તે નક્કી કરીને દૂધ ઉત્પાદકો મેડિકલ કોલેજના માલિકો છે તેથી તેઓ આપશે. જે દૂધ મંડળીઓ છે તે ગરીબ નથી. દેવાદાર પણ નથી. જેના સારા વહીવટ છે તેમના પાસે સારૂં એવું ભંડોળ છે. તે ગમે ત્યાં વાપરે અને તેનાં ઓડિટર વાંધા કાઢે તેના કરતાં મેડિકલ કોલેજ બનાવવા માટે પૈસા આપીએ તો ખેડૂતો આપણા પર અવિશ્વાસ ન કરે. ભંડોળમાંથી દરેક મંડળી યથાશક્તિ ફાળો આપે તેવી અપીલ છે. યથાશક્તિનો મતલબ એ નથી કે, દૂધના કુંડમાં પાણી નાંખવું તેને યથાશક્તિ ન કહેવાય. મહારાષ્ટ્રમાં કોલ્હાપુર વારાણા તાલુકો અલગ દૂધ સંઘ છે. જે સારી આવી પ્રવૃત્તિ કરે છે. તે શિક્ષણ આપતી સંસ્થાઓ ચલાવે છે. ઘરની ચીજવસ્તુ પણ વેચે છે. હોસ્પિટલ ચલાવે છે.
15 વર્ષથી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી છે. આટલી મોટી ડેરી જો આપણી હોય અને પૈસાની તકલીફ પડે તે ન હોવું જોઈએ. ડેરીમાંથી જ્યારે પરિપત્ર આવે ત્યારે ડેરીના કર્મચારીઓ તમારો સંપર્ક કરે ત્યારે તમે ખાનગીમાં ઠરાવ ન કરશો, કમિટીની બેઠક બોલાવી તેમાં ઠરાવ કરી કાર્યવાહી ઉદાર હાથે ફાળો આપીએ એવું કરીએ. રોજનું એક હજાર લીટર, રોજનું પાંચ હજાર લીટર દૂધ, રોજનું 10 હજાર, રોજનું 15 હજાર લીટર દૂધ, 20 કે તેથી વધારેનું દૂધ ડેરીના મેનેજમેન્ટ દ્વારા પત્ર લખશે અને અપેક્ષા રાખવામાં આવશે જે આંકડા પ્રમાણે દાન આપવાનું છે. આપણા બાળકોનાં અહીં ભાવિનું ઘડતર થવાનું છે, તે અંગે એક ડોક્ટર થયા તો તેનું ગૌરવ થાય છે. જમીન વેચીને પણ સંતાનોને ડોક્ટર બનાવવા જોઈએ. ઘર આંગણે સગવડતા મળશે. 150 બેઠકોમાંથી બધાને એડમીશન નહીં મળે તો અહીં પાંચ છોકરાઓને મેડિકલમાં એડમીશન મળે એવું પણ બનશે. 15 દિવસમાં દૂધ મંડળીઓ પાસેથી દાન મેળવીને કામ પૂરું કરીશું.