મોત થાય તો કઈ ફી નહીં, હવે બધી
નવી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. જુનીમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે.
રાજકારણ
પહેલા મેડિકલ કોલેજને ટ્રસ્ટમાં લઇ ગયા. હોસ્પિટલ વગર કોલેજ ચલાવવી શક્ય ન હોઈ, હોસ્પિટલ બનાવાઇ. હવે નવી હોસ્પિટલને દર્દી મળે એ માટે જૂની હોસ્પિટલના બેડ અડધાથી પણ વધુ ઘટાડી નાખ્યા. ટ્રસ્ટી મંડળને સત્તા હતી તે આંચકી લેવા માટે ભાજપના નેતાઓએ કાવતરું કર્યું છે.
કમિશ્નર સસ્તી સેવા માને છે
નવી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટનો ચાર્જ જ 100થી 300 રૂપિયા રાખવામાં આવ્યો છે પણ મ્યુનિસિપલ કમિશનર SVPની સેવાઓને સસ્તી માની રહ્યા છે. જૂની હોસ્પિટલમાં માત્ર 10 જ રૂપિયાની ચોપડી કઢાવી 300 રિપોર્ટ ફ્રી થાય છે.
કોર્પોરેટ હોસ્પિટલ પણ ગરીબ દર્દી માટે મોત
નવી વીએસ હોસ્પિટલને અદ્યતન બનાવાઇ છે અને તેમાં હેલિપેડ સહિતની સુવિધા છે. જોકે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકે તેવા વીવીઆઈપી અને વીઆઈપી લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા નથી. જેના તાજેતરના જ બે મંત્રીઓના સારવારના દાખલા છે. જ્યારે મધ્યમવર્ગ માટેની હોસ્પિટલ કહેવામાં આવે તો તેવા એક પણ દર્દીને લેવા માટે હોસ્પિટલ જઇ શકે તેવી સ્થિતિ નથી. તો પછી આ સુવિધાના મેઇન્ટેનન્સ પાછળ પ્રજાના રૂપિયા વેડફવાનો અર્થ શું?
કેવી છે નવી હોસ્પિટલ
90 વર્ષથી શ્રેષ્ઠ રીતે ચાલતી વીએસના સ્થાને અમદાવાદમાં રિવરફ્રન્ટ કાંઠે ૧૮ માળની સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ નક્કી કરાયું હતું. બિલ્ડીંગમાં ૩૨ ઓપરેશન થિયેટર, ૧૩૯ આઇસીયુ બેડ, ૨૪ લિફ્ટ એલિવેટર છે. ૩૦૦ લોકો- વિદ્યાર્થીઓ બેસી શકે તેવું એક ઓડિટોરિયમ.