ભાજપના સૌથી પાકટ કોર્પોરેટ મયુર દવેને અન્યાય

અમદાવાદમાં મેયર યુક્ત થયા પછી હવે, ચેરમેન ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ શરૂ થયો છે અને કાઉન્સિલરો આ કમિટીઓની રચના સામે વિરોધ કરી રહ્યા છે. આઠ વખત ચૂંટણી લડીને જીતેલા સૌથી વરિષ્ઠ મયુર દવે કે જેઓ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં છેલ્લા 30 વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યા છે અને ખાડિયામાંથી તેઓ સતત ચૂંટાયા છે. તેમ છતાં એમને કોઈ મહત્વની જવાબદારી પાર્ટીમાં સોંપવામાં આવી નથી. તેથી તેઓ નારાજ હોવાનું જણાઈ રહ્યું છે. તેમણે પક્ષના નેતાઓ સમક્ષ પણ રજૂઆત કરી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એક મહિલા કોર્પોરેટર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે તેમને પક્ષ તરફથી કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. તેઓ સમિતિના ચેરમેન બનવા માગતા હતા. પરંતુ તેમ થયું નથી. આ બળાપો થવા પાછળનું કારણ ભાજપના ખજાનચી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી રાજકીય બાબતો સંભાળતા સુરેન્દ્ર પટેલ ઉર્ફે કાકા ને માનવામાં આવી રહ્યા છે. પોતાના જ પક્ષના સંનિષ્ઠ કોર્પોરેટરોને લાયકાત પ્રમાણે કામ સોંપવામાં નિષ્ફળ સતત રહ્યા છે. પ્રહલાદ પટેલ જ્યારે અમદાવાદ શહેરની રાજકીય અને આર્થિક બાબતો સાંભળતા હતા ત્યારે તેઓ બધાને ન્યાય આપતા હતા. પરંતુ તેમના ગયા પછી સુરેન્દ્ર પટેલ આવ્યા પછી કાઉન્સિલરોને એવું સતત લાગ્યા કરે છે કે તેમને અન્યાય થઇ રહ્યો છે. અન્યાયને ટાળવા માટે ખાસ કોઇ વિશેષ પ્રયત્ન કરતા નથી. જોકે બીજી બાજુ નજીકના સૂત્રો એવું કહે છે કે સુરેન્દ્ર કાકા તો માત્ર સમિતિઓના નામોની યાદી લઈને કવર લઈને એક ટપાલી તરીકે કોર્પોરેશનના આવ્યા હતા. ત્યાં બધાને જાણ કરી હતી. એટલે આ વખતે આ ઘટનામાં તેઓ દોષિત નથી. પરંતુ ભાજપના કોર્પોરેટર કુસુમબેન જોશીએ બધાની વચ્ચે સત્ય જાહેર કર્યું હતું. કોર્પોરેટરોએ જાહેરમાં વિરોધ કર્યો હતો. કહ્યું કે હું આ સમિતિમાં રહેવા માંગતી નથી. પરંતુ ઘણા કોર્પોરેટ ખાનગીમાં નારાજગી વ્યક્ત કરી છે. આ નારાજગી પાછળનું મુખ્ય કારણ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં બે જૂથો પડી ગયા છે તે છે. એક જૂથ પ્રદીપ જાડેજાનુ છે અને બીજુ જુથ આનંદીબેનનું છે. જૂથવાદના કારણે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. દિલ્હીથી મળતી સુચનાથી જાડેજા એક તરફી નિર્ણય લઈ રહ્યા છે.  ઘાટલોડિયાના મહિલા કાઉન્સિલર રેણુકા બેન પટેલ આનંદીબેન જુથના માનવામાં આવે છે. પરંતુ તેથી તેમને અન્યાય થતો હોવાનું માનવામાં આવે છે. એએમટીએસ કમિટીમાં કમલેશ પટેલ અને મુકેશ પરમાર ને ફરીથી મૂકવામાં આવ્યો છે તેમને ફરીથી મૂકવામાં આવતા એમની સામે વિરોધ થયો છે જ્યારે બીજી બાજુ મયુર દવે જેવા આખાબોલા અને સાચુ કહેતાને યોગ્ય પદ આપવામાં આવ્યુ નથી. વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં વર્ષોથી સેવા આપતા કાઉન્સિલરોને પડતા મૂકીને જેઓ ક્યારેય વી.એસ.હોસ્પિટલમાં સેવા માટે ગયા નથી, તેમને એ સમિતિમાં મૂકવામાં આવ્યા છે. આમ પક્ષના નેતાઓ જ પક્ષના કાઉન્સિલરોને અન્યાય કરી રહ્યા હોવાથી ભારે નારાજગી ચારે બાજુ જોવા મળી રહી છે.