થોડા મહિનાઓ પહેલા અમદાવાદના નરોડામાં એક મહિલાને માર માર મારીને બાદમાં માફીનું નાટક કરનારા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ફરીથી વિવાદમાં આવ્યાં છે, એક તરફ ભાજપની વિજય રૂપાણી સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે, બીજી તરફ તેમના જ ધારાસભ્યો દારૂડિયાઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે, ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ અમદાવાદના કુબેરનગરમાં કર્ણાવટી સુંદરવન રેસીડેન્સી પાસે નરેશ શર્મા નામનો શખ્સ દારૂ પીધેલી હાલતમાં આવી પહોંચ્યો હતો, તેને એક વેપારીને કારને ટક્કર મારતા ઝઘડો થયો હતો, વેપારીને બે થપ્પડ મારીને ધમકી આપી હતી કે મારી પાસે બંદૂકનું લાયસન્સ છે, તમને હું જોઇ લઇશ, સાથે જ તેને કહ્યું હતુ કે બલરામ મારો ચેલો છે, જો બોલ્યાં તો હું બધાને ઉડાવી નાખીશ, તેને ફોન કરતા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી અહી આવી પહોંચ્યાં હતા અને એક દારૂડિયાનો પક્ષ લેતા લોકો તેમની સામે પણ ઉશ્કેરાઇ ગયા હતા, થાવાણી વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર કરીને હુરિયો બોલાવ્યો હતો.
બલરામ થાવાણી પણ લોકોનો રોષ જોઇને સમજી ગયા હતા કે જો અહી વધુ સમય રહ્યાં તો વધુ અપમાનિત થવું પડશે, જેથી તેમને જનતાની માફી માંગતા કહેવું પડ્યું હતુ કે તેમના મિત્ર નરેશ શર્માથી ભૂલ થઇ ગઇ છે, તેમને માફ કરી દેવા જોઇએ, અહી મારામારીની ઘટના થતા નરેશ શર્માએ સ્થાનિકો સામે પોલીસ ફરિયાદની ધમકી આપી હતી, પરંતુ અહી સવાલ એ છે ભાજપ જેવી મોટી પાર્ટીને પ્રજાની સેવા કરવા આખરે બલરામ થાવાણી જેવા જ નેતાઓ કેમ મળે છે, કેમ તેમને સમાજના સાચા સેવકો મળતા નથી.