[:gj]શિંઝો આંબે બન્યા સૌથી વધુ સમય વડાપ્રધાન પદે રહેનાર [:]

[:gj]ટોકિયો,તા.૨૦
જાપાનના વડા પ્રધાન શિંઝો આબે દેશમાં અત્યાર સુધીમાં સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારી વ્યક્તિ બન્યા છે, પરંતુ સેનાને મજબુત કરવા માટે બંધારણમાં સુધારો કરવાની તેમની મહત્વાકાંક્ષા હજુ સુધી પુરી થઈ નથી.

બુધવારે શિંઝો આબે આ હોદ્દા પર આવ્યાને ૨૮૮૭ દિવસ પુરા થયા છે. તેમનાં પહેલા આટલો લાંબો સમય સુધી આ પદ પર પૂર્વ વડાપ્રધાન તારા કતસુરા રહી ચૂક્યા છે. તેઓ વર્ષ ૧૯૦૧થી વર્ષ ૧૯૧૩ સુધી આ પદ પર ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતાં.

શિંઝો આબેનો આ કાર્યકાળ ઓછામાં ઓછા ૨૦૨૧ સુધી રહેશે અને ત્યારબાદ પણ તેમનો કોઇ અનુગામી સ્પષ્ટ રીતે નજરે પડતો. અત્યારે પણ તેમના ઘણા કામ અધુરા છે.

આ વર્ષેની શરૂઆતમાં તેમની કેબિનેટમાં ફેરફારો થયા હતાં અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તેઓ નવા દેશનાં નિર્માણનાં પડકારો પર કામ કરી રહ્યા છે. તેઓ ઘણીવાર દ્વિતિય વિશ્વ યુધ્ધ પછી તૈયાર કરાયેલા જાપાનનાં બંધારણમાં સુધારાની વાત કહી ચૂક્યા છે, પરંતુ તેવું થયું નથી.

[:]