ભાજપની કમલમ કચેરીએ જુની ચલણી નોટો 40 ટકા કમીશનથી બલદી અપાઈ, લાખ કરોડનું કૌભાંડ

19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે.

આ નિર્ણયને પરિણામે અમીરો તેમના બિનહિસાબી નાણાને હિસાબી નાણામાં ફેરવી શક્યા. જ્યારે ગરીબોની પરસેવાની કમાણી અન્યાયી રીતે સ્થગિત કરી દેવામાં આવી હતી.

નોટબંધીથી અમીરોને કેવી રીતે લાભ થયો તે અમે આજે આપને બતાવીશું. આપની સમક્ષની આ ઘટના અમદાવાદમાં જ બની હતી. વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે. તે દેખીતી રીતે જ ભાજપની નિકટની વ્યક્તિ છે. તે કદાચ ભાજપની સભ્ય પણ હોઈ શકે છે. આ વ્યક્તિ, ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ પછી અન્ય સાગરીતોની સાથે કરોડો રૂપિયાના બિનહિસાબી નાણાને હિસાબી નાણામાં ફેરવવાનું કૌભાંડ ચલાવી રહી હતી.

આપ વિડીયોમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી આ બાબત સ્પષ્ટ થાય છે. આ હેરાફેરીની પ્રક્રિયામાં રાજકારણીઓ, બેંકર્સ, દલાલો અને અન્ય વ્યક્તિઓ સંકળાયેલી હશે જ. આ નાણા બદલી આપવાની કામગીરીમાં સંડોવાયેલાઓને ૪૦ ટકા સુધીનું કમિશન આપવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં રૂપિયા પાંચ કરોડની જુની રદ્દ થયેલી ચલણી નોટોના બદલામાં  નવી રૂપિયા બે હજારની ત્રણ કરોડની ચલણી નોટો આપવામાં આવી હતી. આ ઘટનામાં આપ ચલણી
નોટોની થપ્પાઓની જે દીવાલ જોઈ રહ્યા છો. તેના પરથી આપને આ કૌભાંડ કેટલું વ્યાપક હતું. તેનો અંદાજ આવી જશે. આ પ્રકરણ ગુજરાતના એક સ્થળનું છે. આવી અન્ય અનેક ઘટનાઓ ગુજરાતમાં જ તેમજ ગુજરાત બહાર પણ બની જ હશે.

અમે મહારાષ્ટ્રમાં બનેલી આવી અન્ય ઘટનાઓ બહાર લાવ્યા જ છીએ અને તેમાં કેબીનેટ સેક્રેટરીયેટના આસિસ્ટન્ટ રાહુલ રથારેકાર, ઈન્ડસઈન્ડ બેંકના સંજય ચન્ને, બેંક એક ઈન્ડિયાના નિવૃત ચીફ મેનેજર રૂસ્તમ દારૂવાલા, એક ડીસીપી વાડેકર તેમજ અન્ય વ્યક્તિઓ સંડોવાયેલી છે. મહારાષ્ટ્રની આ ઘટના મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ગોડાઉનમાં બની હતી. તે વિડીયો www.tnn.world લીંક ઉપર જોઈ શકશો.

જે વિડિયોમાં અમિત શાહ, ભાજપ, નરેન્દ્ર મોદી સાથે મળીને એક લાખની નકલી ચલણી નોટો બહાર છપાવીને ભારતમાં લાવ્યા હોવાનું કહે છે. વળી ગાંધીનગરની ભાજપની કમલમ કચેરીએ 40 ટકા કમીશનથી જુની નોટો બદલી આપનાર કહે છે કે, અમને તો ઓછું કમીશન મળે છે પણ ઉપર વધું જાય છે.

નોટબંધીથી ‘કેશલેસ ઈકોનોમી’(રોકડ મુક્ત અર્થતંત્ર) નો યુગ શરૂ થશે એવો મોદીનો દાવો એક વધુ ‘જુમલા’થી વિશેષ
ન હતો. હકીકતો કંઈક આવી છે.

ચલણમાં નાણું
માર્ચ ૭, ૨૦૧૪ : રૂ.૧૨.૪ ટ્રીલીયન
નવેમ્બર ૪, ૨૦૧૬ : રૂ.૧૭.૯૭ ટ્રીલીયન
માર્ચ ૧૫, ૨૦૧૯ : રૂ.૨૧.૪૧ ટ્રીલીયન

આ કૌભાંડથી અમીરો વધુ અમીર થયા અને અર્થતંત્રમાં ચલણી નાણામાં વધારો થયો. તેનાથી આતંકવાદ, નકલી ચલણી
નોટો કે બિનહિસાબી ચલણી નાણું નાબૂદ કરવામાં કોઈ જ અસર પડી નહિ. હકીકતમાં, નોટબંધીથી અમીરોને જ મદદ થઇ અને ગરીબોને તો પરસેવાની કમાણી ઝૂંટવાઈ ગઈ. તે એક ગરીબો વિરોધી અને અમીરો તરફી નિર્ણય હતો. ઘણાં લોકોએ કતારોમાં ઉભા રહેવામાં જ તેમનો જીવ ગુમાવ્યો. લાખો લોકોએ તેમની રોજી-રોટી અને ધંધા-વ્યાપાર ગુમાવ્યા. એવી પૂરી શક્યતા છે કે આ નિર્ણય જે ઉદ્દેશથી લેવામાં આવ્યો હતો તે ઉદ્દેશ સિદ્ધ થયો.
આ નિર્ણયથી ભ્રષ્ટ રીત-રસમોથી ચલણી નાણું બદલવામાં આવ્યું. તેનાથી ચંદ અમીરો ન્યાલ થઈ ગયા અને ગરીબો વધુ બેહાલ થઇ ગયા.
આ વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે તેની ઓળખ કરી આપનારને કોંગ્રેસ પક્ષ એક લાખ રૂપિયાનું ઈનામ આપશે.