ભાજપની ખાટલા પરિષદ અરવલ્લીમાં થઈ

લોકસભા ચૂંટણીના સંદર્ભે અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ કાર્યકતાઓની બેઠક નવા ભાજપના કાર્યાલય, મોડાસા ખાતે યોજાઇ હતી.જેમાં જિલ્લાના ૬ તાલુકાના અને બે શહેરોના અપેક્ષિત કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ૧લી જાન્યુઆરીથી ૧૦મી જાન્યુઆરી સુધી યોજાનાર કાર્યક્રમમાં ખાટલા બેઠકો યોજવાની જવાબદારી સીનીયર કાર્યક્તાઓને સુપ્રત કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના તમામ ૧૪૩ શક્તિ કેન્દ્રો અને તેના ૧૦૫૮ બુથ ઉપર જશે અને ખાટલા બેઠકો યોજાશે.
આજની બેઠકના પ્રારંભે જિલ્લા ભાજપના પ્રમુખ રણવીરસિંહ ડાભીએ સૌને આવકારીને આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. ખાટલા બેઠકો યોજવા અંગે પણ તેમણે માહિતી આપી હતી. બેઠકનું સંચાલન મહામંત્રી શામળભાઈ પટેલે કર્યું હતું.
જિલ્લા પ્રભારી હર્ષદગીરી ગોસ્વામીએ નવા કાર્યાલયમાં સાબરકાંઠા સંસદીય બેઠક માટેની પ્રથમ કાર્યકતા બેઠકમાં બોલતા અપેક્ષિત કાર્યકતાઓ ખૂબ સારી સંખ્યામા હાજર રહેતા ખુશી વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે તાજેતરમાં જે રાજ્યોમાં જેમણે ખૂબ નજીવી સરસાઇથી જીત મેળવી સત્તા મેળવી હતી ત્યાં ચૂંટણી પહેલા કોંગ્રેસે આપેલા વચનો ચુંટણી પછી પુરા થયા નથી.જસદણની બેઠક
લોકસભાની બેઠકના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કોઈ જ વડાપ્રધાને કામ નથી કર્યું તેની તુલનામાં નરેન્દ્રભાઈ મોદીએ ઘણું સારું કામ કરી બતાવ્યું છે
ત્યારે જનતા સમક્ષ આ વાત લઈ જવાની જવાબદારી આપણે સૌ કાર્યકતાઓની છે.દેશમાં ભષ્ટાચાર વિનાનો અણીશુદ્ધ વહીવટ આપનાર વડાપ્રધાન મોદીએ ગરીબો, મધ્યમ વર્ગની જનતા માટે ઘણું કર્યું છે.તેમણે સલામતી માટેના સઘન પગલાં ભરીને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીને દેશના દુશ્મનોનો ખુર્દો બોલાવી સરહદોને સલામતી માટે કચાશ રાખી નથી. આવનારા દિવસોમાંમાં ભારતને મહાસત્તા બનાવી શકે તે સામર્થ્ય આપણા વડાપ્રધાન મોદી પાસે છે. આ બેઠકમાં જિલ્લા ભાજપ ટીમ, મહામંત્રી શામળભાઈ, એસ. એમ. ખાંટ, ધિમંત પટેલ, ઉપપ્રમુખો અતુલભાઈ બ્રહ્નભટ્ટ, જયેશભાઇ પટેલ,, નિલાબેન મડિયા, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, ભીખીબેન પરમાર,હીરાજી ડામોર, જિલ્લા ભાજપ બક્ષી મોરચા પ્રમુખ ભીખાજી ડામોર, મહિલા મોરચા પ્રમુખ જલ્પાબેન, દલિત મોરચા પ્રમુખ બીપીનભાઈ પટેલ, જિલ્લા દલિત બેઠક દિનેશભાઇ પરમાર,જિલ્લા
સંઘના ચેરમેન પ્રભુદાસભાઈ પટેલ,ભીખુસિંહ પરમાર અને તાલુકા તેમજ શહેરોના પ્રમુખો, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.