ભાજપની ત્રણ સરકરોની ભૂલ બુલેટ ટ્રેનને નડી, એક વર્ષનો વિલંબ થતાં કરોડોનો ફટકો

ખેડૂતોની જમીન બળજબરીથી લેવા માટે ગુજરાત સરકારે કામ કરતાં જમીન ગુમાવતાં 6 હજાર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તેથી અમદાવાદ મુંબઈ વચ્ચેની ઉદ્યોગપતિઓ માટેની બુલેટટ્રેનનો પ્રોજેક્ટ વિલંબમાં પડી ગયો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જાહેર કર્યું છે. ડિસેમ્બર 2018માં પાટા નાંખવાનું કામ શરૂ થવાનું હતું. માર્ચ 2019માં તેનું કામ ચાર મહિના વિલંબ થયો છે. હજુ ક્યારે શરૂ થશે તે પણ નક્કી નથી. કેન્દ્રની મોદી અને ગુજરાતની રૂપાણી સરકારની અત્યાચારી નીતિઓના કારણે ખેડૂતો જમીન ટકાવી રાખવા માટે આંદોલન કરી રહ્યાં છે. તેથી એક વર્ષ પ્રોજેક્ટ મોડો શરુ થશે. આમ ગુજરાત અને મહારાષ્ટ્રની ભાજપ સરકરાની અણઆવગતના કારણે પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું ખર્ચ વધી ગયું છે. જો ખેડૂતોને પુરતો સંતોષ આપવામાં આવ્યો હોત અને કાયદાથી ખેડૂતોને દબાવી અત્યાચાર કર્યો ન હોત તો આ પ્રોજેક્ટ સમયસર શરૂ થઈ શક્યો હોત. લોસભાની ચૂંટણીમાં પ્રચારનો મુ્દો છીનવાઈ ગયો છે.

400 એકર જમીન જશે

880 હેક્ટર જમીન સરકાર લેવા માંગે છે પણ તેમાં હજુ 160 હેક્ટર (16 લાખ ચોરસ મીટર, 395 એકર) જમીન ખેડૂતો આપવા તૈયાર થયા છે. ગુજરાતમાં 32 તાલુકાના 198 ગામોના 5404 લોકોની 612 હેક્ટર જમીન, મહારાષ્ટ્રમાં 260 હેક્ટર અને દાદરા નગર હવેલીમાં 7.5 હેક્ટર જમીન સંપાદિત કરવાની છે. અમદાવાદ શહેર અને જિલ્લાના સૌથી વધુ 1196 લોકોએ પોતાના મકાન અને જમીન આપવાની થાય છે. ખેડામાં 783 લોકોની જમીન જશે.

પ્રોજેક્ટનું ખર્ચ વધી ગયું

160 હેક્ટર જમીન લેવા માટે માટે ખેડૂતોને રૂ.620 કરોડ ચૂકવાયા છે. એક વર્ષ વિલંબ થવાથી સરકારે રૂ.3000 કરોડ વ્યાજ ચૂકવવું પડશે. જો આ નાણાં ખેડૂતોને આપી દેવામાં આવ્યા હોત તો વિવાદનો અંત આવી ગયો હોત. આમ ગુજરાતની રૂપાણી સરકારના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ જમીન આપવા માટે ખેડૂતોને સમજાવવાના બદલે કાયદાનો બેફામ ઉપયોગ કરતાં આવી સ્થિતી ઊભી થઈ છે.

2325 કરોડનું ભારણ ગુજરાત સરકાર પર

સમજૂતીથી અને ચર્ચાથી કામ લીધું હોત તો સરકાર એક હેક્ટરના રૂ.3.50 કરોડ સરકારે ચૂકવ્યા છે. કૂલ 2325.6 કરોડ ચૂકવવાના થાય છે. તે રકમ બે ગણી આપી હોત તો પણ પ્રોજેક્ટ સમયસર શરૂ થઈ શક્યો હોત. પણ ગુજરાત સરકાર કાયદાનો બેફામ ઉપયોગ કરવા ગઈ તેમાં પ્રોજેક્ટનું ખર્ચ વધી ગયું છે.

2018માં પ્રોજેક્ટ શરૂ થવાનો હતો હવે 2019માં પણ નહીં થઈ શકે

જાપાનના કોન્સૂલ જનરલ રયોજી નોડાએ જાહેર કરી દીધું છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનસંપાદનમાં થઈ રહેલા વિલંબથી ડિસેમ્બર 2018ની ડેડલાઇન ચૂકી જવાઇ છે. તેથી હવે 2022 સુધીમાં આ યોજના પૂરી થશે કે કેમ તે અંગે અમે કશું કહી શકીએ તેમ નથી. જો યોજનામાં વિલંબ થશે તો તે માટે જાપાન કશું કરી શકશે નહીં. ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારો દ્વારા જમીનનું સંપાદન કરાય તેની રાહ જોઇ રહ્યાં છીએ. પ્રોજેક્ટ પૂરો થવામાં કેટલો વિલંબ થશે તે હું જાણતો નથી. આમ જાપાન પણ હવે બુલેટટ્રેન માટે ચોક્કસ નથી. તેમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાને ચિંતા વ્યક્ત કરી હતી.

2019ની ચૂંટણીમાં મત માંગવાના હતા

કેન્દ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર લોકસભાની ચૂંટણીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મત મેળવવા માટે હથિયાર બનાવવા માંગતાં હતા. પણ હવે તે માટે આફત શરૂ થઈ છે. તે માટે વડોદરામાં બુલેટ ટ્રનનો એક ડબ્બો લાવીને પ્રજાને બગીચામાં રાખીને બતાવવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટના ઠેકાણા નથી ત્યાં ડ્રાઈવરોને તાલીમ

હજુ ટ્રેનના ઠેકાણા નથી ત્યાં ભારતમાં બુલેટ ટ્રેનના સંચાલન માટે ડ્રાઈવર, સિગ્નલ, જાળવણી કરવા માટેના કર્મચારીઓને વડોદરામાં તાલીમ આપવાનું પણ શરૂ કરી દીધું છે.  ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે.