ભાજપની રાજનીતિ તમામ હદ પાર કરે છે, પ્રજા પરચો બતાવે છે

દિલીપ પટેલ, અમદાવાદ

allgujaratnews.in@gmail.com

ગાંધીનગરના પત્રકારો મોદી-શાહને સારી રીતે નસેનસમાં ઓળખે છે. તે દરેક કામ ચૂંટણીને ધ્યાનમાં લઈને કરે છે. 2022ની ગુજરાત વિધાનસભા અને  2024ની લોકસભાની ચૂંટણી જીતવા તેમણે અત્યારથી આયોજન કરી લીધું છે. જેના ભાગરૂપે નાગરિકતા સુધારણા કાયદો બંધારણની વિરૃદ્ધ જઈને પણ લાવ્યા કારણ કે તો જ તેનો વિરોધ થાય અને વિરોધ થાય તો હિન્દુ અને મુસ્લિમ મત વિભાજિત થાય અને લઘુમતી – બહુમતી મત સ્ષ્ટ રીતે વહેંચાય જો જ ભાજપને ફાયદો થાય તેમ હતો.

નાગરિકતા સુધારો કાયદો લાવવા માટે ગાંધીજીને ગાંધી આશ્રમની સામે જ ધરી દેવાયા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીજીને નીચે દેખાડવા માટે જાહેરમાં કહ્યું હતું કે ગાંધીજી ઈચ્છતા હતા કે બહારના હિન્દુઓ ભારતમાં આવે.

વાસ્તવિકતા એ છે કે, ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકામાં નાગરિકતા કાયદા સામે હતો. તેમણે ભારતીઓની નોંધણી સરવાનો વિરોધ કર્યો અને નોંધણી પરવાનાની હોળી કરી હતી.

શાહ અને મોદીના રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાને આવું એટલા માટે કરવું પડ્યું કારણ કે છેલ્લે દેશમાં જે ચૂંટણી થઈ તેમાં પુલવામાનો મુદ્દો કે રામ મંદિરનો મુદ્દો ચાલ્યો ન હતો. 370ની કલમ ન ચાલી. લોકો મોદી સરકારના જુઠ્ઠો પ્રચાર સમજી ગઈ હતી. તેથી મોદી-શાહની જોડીએ સીએએ ઊભો કર્યો. જેમાં દેશના તમામ ધર્મના લોકો એક થયા અને મોદીની સરકાર સામે વિરોધમાં ઉતરી આવ્યા હતા. લોકો એક બન્યા હતા. હિન્દુ, શિખ, મુસ્લિમ એક થયા હતા.

મોદીની રાજકીય ચાલ એ હતી કે સીએએ લાવવાથી હિન્દુ અને મુસ્લિમ સામ સામે આવી જશે. એવા પ્રયાસો જ્યા ભાજપની સરાકરો છે ત્યાં કરવામાં આવ્યા. તેથી મોદી અને શાહની ચાલ દેશ સમક્ષ ખૂલ્લી પડી ગઈ હતી. સામાન્ય લોકો મોદીના રાજકીય સ્ટંટને સારી રીતે સમજી ગયા હતા. તેથી મોદી જે કરવા માંગતા હતા તે કરી શક્યા નથી. હિન્દુઓને ઉશ્કેરતી હજારો વિડિયો મુસ્લિમના લોકોને આગળ કરીને સોશિયલ મિડિયામાં ફેરવવામાં આવી રહી છે. આવી અનેક વિડિયો પક્ષકારો સમક્ષ પહોંચી છે. તેમ છતાં રાજ્યની જૈન લઘુમતી ધર્મમાંથી આવતાં વિજય રૂપાણીએ કોઈની સામે પગલાં લીધા નથી. શા માટે આવું દેશ વિભાજનનું કામ કરવામાં આવી રહ્યું છે.

ભાજપે દરેક ગુજરાતના તાલુકામાં સીએએના સમર્થનમાં દેખાવો કર્યા પણ તેમાં ભાજપના જ કાર્યકરો દેખાયા ન હતા. ભાજપને પ્રજામાંથી તો નાગરિકતા માટે કોઈ ટેકો ન મળ્યો પણ ભાજપ સામે વિરોધ શરૂ થયો હતો. તેમાંએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સાબરમતી ગાંધી આશ્રમ સામે શાંત વિસ્તારના જાહેરનામાનો ભંગ કરીને મોટા સ્પીકર સાથે સભા કરી ત્યારે લોકો સમજી ગયા હતા કે મુખ્ય પ્રધાન પોતે શા માટે કાયદાનો ભંગ કરીને આવું કરી રહ્યાં છે. લોકો તેને દેશ હિતનું નહીં પણ રાજકીય પગલું ગણવા લાગ્યા હતા.

પ્રજામાંથી ભાજપને જ્યારે કોઈ સ્વિકૃત્તિ ન મળી ત્યારે નેતાઓ સમજી ગયા હતા કે નાગરિકતા સુધારણા કાયદો ભાજપને કોઈ ફાયદો નહીં કરાવી શકે. પ્રજા એટલા માટે સમજી ગઈ હતી કે, ગુજરાતમાં હજારો બાંગલાદેશીઓ રહે છે. તેના મુદ્દે અમદાવાદ મહાનગર પલિકાની અને ગુજરાતની ચૂંટણીનો પ્રચાર કરીને હિંદુઓના મત મેળવવામાં આવ્યા પણ છેલ્લાં 26 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તેમ છતાં બાંગલા દેશના ગેરકાયદે રહેતાં નાગરિકોને પકડીને સરહદની પેલે પાર કરાવવામાં આવ્યા નથી. પ્રજાએ જોયું કે ભાજપની આ નરી રાજનીતિ છે. ચૂંટણી જીતવા માત્ર મુદ્દો ઊભો કરે છે.

કરવા ગયા રાજકારણ અને થઈ ગયું સમાજ કારણ. દલિત અને મુસ્લિમ એક થયા, તમામ વર્ગાના લોકોએ મુસ્લિમોને ટેકો આપ્યો હતો. તેથી ભાજપના મતોનું ધોવણ થઈ રહ્યું હતું. હવે જો દલિત અને મુસ્લિમને સામ સામે લાવવામાં આવે તો જ ભાજપને ફાયદો થાય તેમ હતો. તેથી ત્યારે નવું ગતકડું કાઢવામાં આવ્યું છે. શાહીનબાગ કાંડ શરૂં થયો છે. હવે દલિત અને મુસ્લિમ મત અલગ કરવામાં રાજકીય નેતાઓ કામ કરી રહ્યાં છે. જો તેમ થાય તો જ ભાજપને ફાયદો છે.

તેથી ગુજરાતના દરેક લોકો હવે ભાજપની પ્રજા કલ્યાણ કરતાં રાજકલ્યાણને સારી રીતે ઓળખી ગયા છે. જો ભાજપ ખરેખર લોકશાહી દેશને વરેલો હોય તો મતોનું ધ્રુવિકરણ બંધ કરીને, ઈવીએમને બંધ કરીને મતપત્રકોથી ચૂંટણી કરાવવી જોઈએ. તેની શરૂઆત મહાનગર પાલિકાની ચૂંટણીથી થવી જોઈએ.

Allgujaratnews.in