રાજ્યમાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે વર્ષો જૂના રાહત મેન્યુઅલમાં છેલ્લા કેટલાય વર્ષોથી સુધારો કરવામાં આવ્યો નથી એટલું જ નહીં વર્ષોથી રાહત બે દિવસમાં સુધારો કરવાની કામગીરી પૂર્ણ પણ કરવામાં આવી નથી તો બીજી તરફ સરકાર પાસે અછતને પહોંચી વળવા સક્ષમ સ્ટાફ પણ ઉપલબ્ધ નથી. પરિણામે સરકાર અછતનો તાગ મેળવવામાં ગોથે ચઢી જાય છે.અને બે બે વખત કેન્દ્ર સરકાર પાસે સહાય મગવાની નોબત આવે છે.
અત્રે નોંધનીય છે કે ગત ચોમાસામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઓછો વરસાદ પડવાના કારણે સૌરાષ્ટ્ર કચ્છ ,મધ્ય ગુજરાત ,અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ હતી. પરિણામે ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વખત કેન્દ્ર સરકાર પાસે 1750 કરોડ રૂપિયાની માંગ કરતું અવેદન પત્ર કેન્દ્ર સરકાર ને મોકલી આપ્યું હતું. પરંતુ અછતની ખરી સ્થિતીને આંકવામાં નિષફળ નિવડેલી વર્તમાન સરકારે ફરી થી આજે બીજી 1500 કરોડની સહાય માગતું આવેદનપત્ર કેન્દ્ર સમક્ષ મોકલવું પડ્યું છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ
રાજ્ય સરકાર પાસે અછતની સ્થિતિ માટે અનુભવી સ્ટાફની અછત નો અહેસાસ ફરીથી કેન્દ્ર સમક્ષ સહાય માંગતું આવેદન પત્ર રજૂ કરવાથી સ્પષ્ટ થાય છે.
તો બીજી તરફ તાજેતરમાં કેન્દ્ર સરકાર ની ઉચ્ચ અધિકારીઓ ની ટીમ ગુજરાતમાં અછતગ્રસ્ત વિસ્તારો ની મુલાકાતે આવ્યા બાદ પણ વર્તમાન સરકારની વધારાની સહાય માંગવાની ફરજ પડી છે.અને એટલેજ ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને આંકવામાં રાજ્ય સરકાર અને તેનું વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
તો બીજી તરફ ઊભી થયેલી રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ દિવસેને દિવસે કફોડી બનતી હોવાના એંધાણ વચ્ચે વર્તમાન રાજ્ય સરકારે ફરીથી 1500 કરોડનું વધારાનું રાહત પેકેજ માગવાનો નિર્ણય સરકારે કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
જોકે ફરીથી કેન્દ્ર પાસે માંગેલી વધારાની સહાયમાં સરકારે ઘાસચારો ,પેયજળ ,ટ્રાન્સપોર્ટેશન તેમજ રોજગારી માટે વધારાની સહાય માંગવામાં આવી છે.
તો બીજી તરફ ગુજરાત સરકારની માગણીના અનુસંધાનમાં કેન્દ્ર સરકાર પણ હકારાત્મક અભિગમ અપનાવી આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાત માટે વધુ વિશેષ સહાય આપશે તેવી શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ ધીમી ગતિએ આગળ વધી રહી હોવાના સરકારને અહેવાલ મળ્યા છે. ત્યારે અછતનો તાગ મેળવવામાં નિષ્ફળ નીવડેલી આ સરકાર માટે અનેક પડકારો છે જેમ કે હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ પણ અતિશય ઉંડા આવી ગયા છે. એટલેકે સમગ્ર ઉત્તર ગુજરાત
પેયજળ બાબતમાં (ઓવરએક્સપેલોટેશન ) કેટેગરીમાં આવતું હોવાના કારણે ત્યાં અવનાર દિવસોમાં સ્થિતિ વધુ કફોડી બને તેવી સંભાવના ઓ પણ સેવાઇ રહી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ પીવાના પાણીની સ્થિતિ વિકટ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
તો બીજી તરફ અછતના પગલે રાજ્ય સરકાર દ્વારા પશુધન માટે જિલ્લા અને તાલુકા લેવલે ઢોરવાડા શરૂ કરવાની જે રીતે મંજૂરી આપી દીધી છે.તેને લઈને તેનો ખર્ચ વધવાનો અંદાજ પણ સરકાર ને સતાવી રહ્યો છે.ત્યારે આ ખર્ચને પહોંચી વળવા માટે વધુ સહાય માંગવી પડે તેમ છે.
અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારે ગત 24 ડિસેમ્બરે પશુધન માટે ઘાસચારાનું વાવેતર જે ખેડૂતો કરે તે માટે તાલુકા દીઠ 10 વીજ કનેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
અને આ યોજના માત્ર એક મહિના માટે જ જાહેર કરવામાં આવી હતી પરંતુ આગામી 24મી જાન્યુઆરીએ તો આ યોજનાની મુદત પણ પૂર્ણ થાય છે. ત્યારે રાજ્ય સરકારના ઊર્જા વિભાગને જેટલી અરજીઓ મળી તેની વિગતો સ્પષ્ટ થઇ શકતી નથી. અને આ કનેક્શન મેળવ્યા પછી પણ ખેડૂતે વાવેલો ઘાસચારો સરકારને આપવાની શરત પણ યોજના માં લગાડી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ઢોરવાડા ના પશુઓ માટે પંજાબ થી ઘાસની ખરીદી નહીં કરવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો છે. ત્યારે હવે નવો ઘાસચારો ક્યાંથી લાવવો તેનો વિકલ્પ સરકાર શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે. અને આ મુદ્દે રાજ્યના કૃષિ વિભાગ સાથે મહેસુલ વિભાગ વચ્ચે વિચારણા ચાલી રહી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વર્તમાન સરકારે 1750 કરોડની માંગ કરતો પ્રથમ આવેદન પત્ર કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી હતું પરિણામે કેન્દ્ર સરકારની એક ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ અછતગ્રસ્ત વિસ્તારો ની મુલાકાતે આવી વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો .
પરંતુ આજે સ્થિતિ એવી બની છેકે રાજ્ય સરકારે અગાઉ જે સહાયની માંગ કરી હતી તે અંગે કેન્દ્ર સરકાર તરફથી પણ કોઇ જાહેરાત નહીં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાઇબ્રન્ટ પછી તરત જ રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળની સ્થિતીને ધ્યાને રાખીને વહીવટી તંત્રના કેટલાક ઉચ્ચ અધિકારીઓને જિલ્લા અને તાલુકા વાર વિશેષ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે અને આ મુદ્દાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ વચ્ચે વિચારણા ચાલુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે તો બીજી તરફ દુષ્કાળની સ્થિતિને લઈ સરકારે જે રોડ મેપ તૈયાર કર્યો હતો. તેમાં પણ બદલાતી જતી સ્થિતિ ને પગલે હજું ઘણા મહત્વના ફેરફારો રોડ મેપમાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાતમાં ત્રણ મહિના પહેલા અછતગ્રસ્ત જાહેર કરેલા વિસ્તારો માટે રાજ્ય સરકારને કેન્દ્ર સમક્ષ બીજી વખત વધારાની સહાયની માગણી કરવી પડી અને તે અંગેનું આવેદનપત્ર આપવાની ફરજ પડી ત્યારે સરકારનું વહીવટી તંત્ર પણ સ્થિતિને પહોંચી વળવા માટે નિષ્ફળ નિવડયું છે એટલું જ નહીં સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે ગુજરાતમાં અછતની સ્થિતિ ને પહોંચી વળવા માટે બનાવવામાં આવેલ રાહત મેન્યુઅલ નો સુધારો કરવાની કામગીરી પણ વર્ષોથી ટલ્લે ચડી છે .જે હજુ પણ પૂર્ણ થઇ શકી નથી પરિણામે ગુજરાતમાં જ્યારે અછતની સ્થિતિ ના એંધાણ વર્તાય છે .ત્યારે રાહત મેન્યુઅલ ના સુધારા ના અભાવે સરકાર અને તેનું વહીવટીતંત્ર પણ ગોટે ચડી જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ ફરીથી માંગવામાં આવેલી રાહત પેકેજ છે.