[:gj]શરીરની નવી શક્તિ આપતી અમૃતા ગળો [:]

[:gj]વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી : 20 થી 40 મી.લી. ગળોનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે.

શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું : લગભગ 4 વર્ષ જૂની ગળો જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગળો ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અને પછી તેને સ્ટીલના વાસણમાં લગભગ 6 કલાક સુધી પલાળીને મૂકી દો.ત્યાર પછી તેને હાથથી ખુબ મસળી ને મિક્સર માં નાખીને વાટો અને ગાળીને તેના રસને જુદો કરી લો અને તેને ધીમેથી બીજા વાસણમાં પાથરી દો અને આમ કરવાથી વાસણમાં નીચે ઝીણું ચૂર્ણ જામી જશે પછી તેમાં બુજુ પાણી નાખીને મૂકી દો. ત્યાર પછી પાણીને પણ ઉપરથી નીતારી લો. આવું બે થી ત્રણ વાર કરવાથી એક ચમકદાર સફેદ રંગનું ઝીણું વાટેલું ચૂર્ણ મળશે. તેને સુકવીને કાંચના વાસણમાં ભરીને મૂકી દો. ત્યાર પછી લગભગ 10 ગ્રામના પ્રમાણમાં ગાયના તાજા દૂધ સાથે તેમાં ખાંડ નાખીને લગભગ 1 કે 2 ગ્રામના પ્રમાણમાં ગળો નો રસ નાખી દો. ઝીણો તાવ આવે ત્યારે ઘી અને ખાંડ સાથે કે મધ અને પીર્પ સાથે કે ગોળ અને કાળી જીરી સાથે સેવન કરવાથી શરીરમાં થતા જુદા જુદા પ્રકારની બીમારીઓ ઠીક થઇ જાય છે અને શરીરમાં નવી શક્તિનો વધારો થાય છે.[:]