[:gj]વી એસ હોસ્પિટલમાં 655 પથારી ઘટાડી નંખાઈ [:]

[:gj]સરદાર પટેલ સાહેબની પ્રેરણા અને પરિશ્રમ તથા શેઠ વાડીલાલ સારાભાઈ પરિવારના રૂ.૪ લાખ તથા શેઠ ચુનીલાલ નગીનદાસ ચિનોઈના રૂ.૧.૨૦ લાખના સને ૧૯૨૬ માં મળેલા દાનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.૨૦ હજારમાં ખરીદેલ ૪૦ હજાર વાર જમીન ઉપર ઉભી થયેલ ૧૨૦ પથારીની વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિેટલ તથા શેઠ ચિનોઈ પ્રસુતી હોસ્પિટલ જે આજે વટવૃક્ષ બનીને ૧૧૫૫ પથારીની હોસ્પિટલ અને સંલગ્‍ન મેડીકલ કોલેજ બની ચુકી છે. તેના વહીવટમાં દાતા ટ્રસ્ટીઓની ભાગીદારી ઝુંટવીને ગરીબ દર્દીઓ માટેની પથારીઓ ૧૧૫૫ માંથી ઘટાડીને ૫૦૦ કરી દીધી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ૨૦૦૮માં બહુમતીના જોરે ભાજપ સંચાલીત અમદાવાદ મહાનગરપાલિકાના બોર્ડે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનો વહીવટ કોર્પોરેશનના મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ- મેટને સોંપીને દાતા ટ્રસ્ટી ઓ તથા ગરીબો માટેની પથારીઓ ૧૨૦ સુધી સીમિત કરી દેવાનો નિર્ણય કર્યો ત્યાર પછી ૨૦૧૩માં કોંગ્રેસ પક્ષ તથા સ્વૈચ્છીક સંસ્થાઓએ આંદોલન કર્યું હતું તે વખતે મ્યુનિસિપલ કમિશ્નર ગુરુપ્રસાદ મહાપાત્રએ જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરીને પત્રકાર પરિષદ બોલાવીને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની ૧૧૫૫ પથારીઓ ગરીબો માટે વી.એસ.ના મેનેજ બોર્ડ હસ્તક રાખવાની બાંહેધરી આપવામાં આવી
હતી. તથા આઝાદી આંદોલન સાથે સંકળાયેલ સ્મૃતિ સ્થળે કે જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીના હાથે તા.૨૬-૩-
૧૯૩૧ના રોજ પ્રથમ વખત તિરંગો ઝંડો ફરકાવેલ તે જગ્યા ઉપર કોઈ બાંધકામ નહીં કરવામાં આવે તેવીબાંહેધરી આપવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની આ બાંહેધરીનો છડેચોક ઉલંઘન કરીને
અમદાવાદની પ્રજા અને ઈતિહાસ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
શ્રી અર્જુન મોઢવાડિયાએ વી.એસ. હોસ્પિટલની સ્થાપના સાથે જોડાયેલા મુળ દસ્તાવેજો આપીને પત્રકારો
સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વાડીલાલ સારાભાઈએ સરદાર પટેલની પ્રેરણાથી પોતાની તમામ સંપતિ
દાનમાં આપીને અમદાવાદમાં ગરીબ અને મધ્યયમ વર્ગ માટે હોસ્પિટલ બનાવવા રૂ.૪ લાખનું દાન આપ્યું.
ત્યા‍રે ૪૦ હજાર ચો.વાર જમીન રૂ.૨૦ હજારમાં મળી હતી. એટલે આ ચાર લાખ કેટલા મોટા હતા તે ખ્યાલ
આવશે.
વાડીલાલ સારાભાઈ ટ્રસ્ટ દ્વારા તા.૧૯-૧૦-૧૯૨૬ ના રોજ રૂ.૪ લાખનું દાન અને દાનની શરતો અંગેનો
અમદાવાદ નગરપાલિકાના પ્રેસીડન્ટશ્રી સરદાર સાહેબને પત્ર (એનેક્ષર-૧) લખવામાં આવ્યો. સદરહુ દાન અને
શરતો સ્વીકારતો તા.૨૫-૧૦-૧૯૨૬ના ઠરાવની જાણ કરતો સરદાર સાહેબનો ટ્રસ્ટીઓને પત્ર (એનેક્ષર-૨)
અમદાવાદ મહાનગરપાલિકાના રેકોર્ડ ઉપર મૌજુદ છે. આ દાનમાંથી ૧૮૦ પથારીની તે વખતની અતિ આધુનિક
ગણાતી હોસ્પિટલ બાંધવામાં આવી. ટ્રસ્ટીઓ સાથેની શરતો મુજબ સદરહુ હોસ્પિટલનું સંચાલન અમદાવાદ
નગરપાલિકા તથા દાતાઓના પ્રતિનિધિઓનું બનેલું વી. એસ. બોર્ડ કરતું આવ્યું છે. તે પછી અનેક દાતાઓને
દાન આપીને અનેક વોર્ડનું બાંધકામ કરવામાં આવ્યું છે. હાલમાં જુની વી.એસ.માં કુલ ૧૧૫૫ પથારીઓ છે.
નિભાવ ખર્ચ મહાનગરપાલિકા આપે છે. દાનની શરતો મુજબ વી. એસ. મેનેજમેન્ટ કમીટીમાં દાતા પરિવારના
ચાર ટ્રસ્ટીઓ છે. બાકીના ટ્રસ્ટીઓ અમદાવાદ મહાનગરપાલિકા નિમે છે.
સદરહુ જગ્યા ઉપર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસની ત્રણ દિવસનું ૩૬મું મહા અધિવેશન તા.૨૬-૧૨-
૧૯૩૧ના રોજ યોજાયું હતું. મહાત્મા ગાંધીના હાથે તિરંગો ઝંડો પહેલી વખત અહીં ફરકાવવામાં આવ્યો હતો.
સરદાર સાહેબ ગુજરાત પ્રાંતિક સમિતિ (અત્યારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) ના સ્થાપક પ્રમુખ તરીકે ત્યારે
સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા. આ મહાસભાની સ્મૃતિ પ્લેટ (ફોટો એનેક્ષર-૩) હજુ પણ સ્થળ ઉપર ઉપલબ્ધ
છે.
આવા ઐતિહાસિક સ્થળ ઉપર સરદાર સાહેબના પ્રયત્નોથી બંધાયેલી અને સરદાર સાહેબે જ ૧૯૩૧માં
ખુલ્લી મુકેલી ૧૧૫૫ પથારીની વી. એસ. હોસ્પિટલની તમામ ઐતિહાસિક સ્મૃતિઓ અને સેવાના વારસાને ભુંસી
નાખીને ગરીબો અને મધ્યમ વર્ગ માટેની ૧૧૫૫ પથારીની સગવડતા ઘટાડીને ૫૦૦ પથારી કરવાનું હીન કૃત્ય
અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના શાસકો કરી રહ્યા છે. આ કૃત્ય માત્ર પ્રજા સાથેની ક્રુર મજાક જ નથી
પરંતુ પુજ્ય મહાત્મા ગાંધી, સરદાર સાહેબ તથા પોતાના જીવનની સર્વ સંપતિ દાનમાં આપનાર વાડીલાલ
સારાભાઈ, ચિનોઈ પરિવાર અને અન્ય દાતાઓની સાથેનો વિશ્વાસઘાત છે.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને માન. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ગાંધી-સરદારના સેવા
કામોને ભુંસી નાખીને ઉદ્દઘાટનમાં પોતાના નામોની તકતીઓ લગાવવાની ઉતાવળમાં છે ત્યારે વાડીલાલ
સારાભાઈ પરિવાર, અમદાવાદ મહાનગરપાલિકા, તિરંગા ધ્વજ અને ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના મહાઅધિવેશન,
પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબનો ઈતિહાસ જાણીને તે વખતની સ્મૃ્તિઓને જાળવી રાખીને ગરીબો માટે
૧૧૫૫ પથારીઓ વી. એસ. બોર્ડ હેઠળ રાખીને પોતાની ભુલ ભાજપ શાસકો સુધારી લે અથવા તો કોંગ્રેસની
આગેવાની હેઠળ ઉદ્દઘાટન સમયે વિરોધનો સામનો કરવા તૈયાર રહે.
સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રદેશ ઉપપ્રમુખશ્રી પંકજ શાહ, ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર, હિંમતસિંહ
પટેલ, ગયાસુદ્દીન શેખ, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી શશીકાંત પટેલ, અ.મ્યુ.કો. નેતાશ્રી દિનેશ શર્મા, અ.મ્યુ.કો.પૂર્વ
નેતાશ્રી બદરુદ્દીન શેખ, મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ શહેરના ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગીય દર્દીઓ માટે
વી.એસ.બચાવો આંદોલનની વિગતો આપી હતી.[:]