ભારતમાં ભાજપના મોદી શાસન બાદ ગરીબી વધી રહી છે

દેશના ૨૨ થી ૨૫ રાજ્યોમાં વધી ગરીબી, ભૂખમરો વધ્યોઃ નાણામંત્રી સામે મોટો પડકાર
ભારતમાં ૨૫ રાજ્યોમાં ગરીબી, ભૂખમરો અને અસમાનતા વધી છે. ગ્લોબલ મલ્ટિ ડાયમેંશનલ ગરીબી સૂચકાંક (એમપીઆઈ) ૨૦૧૮નો અહેવાલ છે.

નીતી આયોગના ૨૦૧૯ એસડીજી ઇન્ડિયા રિપોર્ટમાં છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૬૪૦ જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ પહેલા, ૨૦૦૫-૦૬ થી ૨૦૧૫-૧૬ના દસ વર્ષોમાં, એમપીઆઈ એટલે કે ગરીબની સંખ્યામાં ૨૭.૧ કરોડનો જબરદસ્ત ઘટાડો થયો હતો. ભારતે ચીનને પાછળ છોડી દીધું હતું. જે બતાવે છે કે મોદી સરકારે આંકડામાં ગોબાચારી કરી હતી.

બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં તો સૌથી વધુ ગરીબી છે. આ ચાર રાજ્યોમાં ભારતના અડધાથી વધુ ગરીબો રહે છે અને તે આંકડો ૨૦ કરોડથી પણ વધુ છે. એમાં કોઈ શંકા નથી કે ગરીબી ન માત્ર ભારત, પરંતુ દુનિયાના અન્ય વિકાસશીલ અને પછાત દેશો માટે પણ શાપ બનેલી છે. માટે હજુ પણ ગરીબોની સ્થિતિ સુધરે તે માટે ઘણું કરવાની જરૂર છે.

છેલ્લા એક વર્ષમાં ભારતમાં અબજોપતિની આવકમાં 12 ટકાનો એટલે કે દરેક દિવસે લગભગ 2.5 બિલિયન ડૉલરનો વધારો થયો.

જ્યારે દેશના સૌથી ગરીબ 50 ટકા લોકોની સંપતિમાં 11 ટકાનો ઘટાડો થયો છે.

રિપોર્ટ દેશના નવ લોકો પાસે દેશની વસતિના 50 ટકા મિલકત છે. મતલબ 130 કરોડ વસતિ ગણીએ તો 65 કરોડ પાસે જેટલી સંપત્તિ છે એટલી ફકત 9 લોકો પાસે છે.

આ નવમાં લોકોમાં પાંચ ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

જેમાં મુકેશ અંબાણી, અઝિમ પ્રેમજી, દિલીપ સંઘવી, ઉદય કોટક અને ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ કહે છે કે, ૨૦૧૦થી ૨૦૧૯ વચ્ચે ભારતની વસતી ૧.૨ ટકાના ર્વાિષક દરથી આગળ વધી રહી છે. આપણે આઝાદ થયા ત્યારે ૩૩ કરોડ વસતી હતી. બાદ ૧૯૫૧માં પહેલી વસતી ગણતરી હાથ ધરાઈ ત્યારે ૩૬ કરોડ વસતી હતી. ૧૯૬૧માં ૪૪ કરોડ, ૧૯૭૧માં ૫૫ કરોડ, ૧૯૮૧માં ૬૮ કરોડ, ૧૯૯૧માં ૮૫ કરોડ, ૨૦૦૧માં ૧૦૦ કરોડ, ૨૦૧૧માં ૧૨૧ કરોડ અને ૨૦૧૯માં આ આંકડો એક અબજને ૩૯ કરોડથી ઉપર પહોંચી ગયો છે અને ૨૦૨૭ સુધીમાં આ આંકડો દોઢસો કરોડને પાર થઈ જશે. જે રીતે તીવ્ર ગતિએ વસતી વધી રહી છે તે જોતાં આવનારા ૩૦ વર્ષમાં આંકડો બમણો થઈ શકે છે. ૨૦૫૬માં વસતીનો આંકડો ૧૬૪ કરોડે પહોંચી શકે છે. ૨૦૨૭ સુધી આપણે ચીનથી આગળ નીકળી જઈશું. સ્ફોટક વસતી વધારો વિકરાળ સ્થિતિ સર્જી રહ્યો છે. કદાચ, એવા દિવસો જોવાની નોબત ન આવે કે, પાણી માટે યુદ્વ થાય, અનાજ માટે લોહિયાળ સંઘર્ષ થાય.

ગરીબાઈ

દેશમાં આજે પણ ૩૪ કરોડ ગરીબ લોકોનો કોઈ બેલી નથી. આવા લોકો ગરીબાઈમાં જન્મે છે અને ગરીબાઈમાં જ મૃત્યુ પણ પામે છે. તેમના સુધી આરોગ્ય વિષયક સેવાઓ પણ ઉપલબ્ધ થઈ શકતી નથી. બીજી તરફ બે ટંક પેટનો ખાડો પૂરવા માટે પણ આમ-તેમ ભટકવું પડે છે. ક્યારેક તો ભૂખના કારણે જ મરી જવાની નોબત પણ આવે છે. ક્યારેક કકડીને ભૂખ લાગે ત્યારે એક ગ્લાસ પાણી પીને સૂવા માટે મજબૂર થવું પડે છે. ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે ભગવાન ભરોસે જીવન નિર્વાહ કરનારા આવા ગરીબ લોકોની હાલત દિવસે દિવસે વિકટ બની રહી છે. એ અલગ બાબત છે કે, ગરીબો માટે કાગળ ઉપર અનેક યોજનાઓના ઘોડા સડસડાટ દોડતા હોય પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગરીબી હટાવવા માટે સાચા અર્થમાં પ્રયાસો થયા હોત તો આજે સ્થિતિ કંઈક અંશે અલગ હોત.