વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉદ્યોગપતિઓ

ગાંધીનગર, 4 જૂન 2021

ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે.

2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12.15 લાઠ ટન થયું હતું. જેમાં ગુજરાતમાંથી 12.15 લાખ ટન થયું હતું. દેશના 77 ટકા માલ ગુજરાતના

ચોમાસુ પૂરું થયું ત્યારે ખેડૂતો પાસેથી વેપારીઓએ 600 રૂપિયાના 20 કિલો એરંડી ખરીદી લીધી હતી. હવે તેનો ભાવ 1100 સુધી થઈ ગયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 80 ટકા ખેડૂતો એરંડીનો પાક તૈયાર થાય એટલે તુરંત વેચી દેતા હોય છે. ખેતરેથી જ વેપારીઓને આપી દેતા હોય છે. આ માલ વેપારીઓ કે નિકાસકારોના ગોડાઉનોમાં જતો રહે છે. જે ભાવ ઊંચકીને વેચે છે.

249 તાલુકામાંથી 67 તાલુકામાં એરંડી થાય છે. જે ત્યાંના એપીએમસીમાં વેચવા જાય છે અથવા વેપારીઓ ખેડૂતોના ખેતરથી જ માલ લઈ જતાં હોય છે.

ગયા ચોમાસામાં 6.52 લાખ હેક્ટરમાં 15 લાખ ટન એરંડી પેદા થઈ હતી. હેક્ટર દીઠ 2293.55 કિલો ઉત્પાદન ખેડૂતોએ લીધું હતું.

ઉત્પાદન અને ભાવના આંકડા પરથી કહી શકાય કે 150 કરોડ કિલો ઉત્પાદન થયું હતું. જ્યારે પાક તૈયાર થયો ત્યારે એક કિલોનો ભાવ રૂપિયા 30 હતો. રૂ.4500 કરોડનો માલ તૈયાર હતો. જેમાં 50 ટકા ખેડૂતોએ ખેતરથી જ માલ વેચી દીધો હતો. જે હિસાબે રૂ.2250 કરોડનો માલ 30 રૂપિયામાં વેચાયો હતો. બીજા ખેડૂતોએ થોડા દિવસોમાં માલ વેચી દીધો હોઈ શકે છે. જેના વેપારીઓએ હવે બે ગણા ભાવો મેળવ્યા હતા. ખેડૂત આખું વર્ષ મહેનત કરે અને તેને એક કિલોએ માંડ 10 રૂપિયા નફો મળે છે. પણ વેપારીઓ પૈસા રોકીને ગોડાઉનમાં ભરે એટલે એ માલમાં 100 ટકા નફો મેળવી લીધો છે.

એરંડીમાં ગુજરાત સૌથી આગળ છે તેની પાછળ સારા બિયારણો છે. ગુજરાતમાં હાઈબ્રિડ જાતો સૌથી વધું શોધાઈ છે.

10 વર્ષમાં ભારે વધારો
હેક્ટરે 2010 કિલોની ઉત્પાદકતા સાથે 4.90 લાખ હેક્ટરમાં વાવેતર 2010-11માં થયું હતું. આજે હેક્ટરે 2303 કિલો સાથે 6.38 લાખ હેક્ટરમાં 14.70 લાખ ટન એરંડી પેદા થઈ છે. આમ 10 વર્ષમાં હેક્ટરે ઉત્પાદકતા 300 કિલોની વધી છે.

એરંડીનું તેલ અને ખોળ બને છે. તેલ રંગ ઉદ્યોગ, ડિટરજન્ટ, શાહી, દવા, પ્લાસ્ટિક, પોલિશ, લુબ્રિગેન્ટ સહિત 250 પ્રકારના ઉદ્યોગોમાં તેનો વપરાશ છે. તેથી વિશ્વમાં માંગ છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે. ગુજરાતને નામના અપાવનાર કૃષિ વિજ્ઞાનીઓ અને ખેડૂતો છે. વેપરીઓ હવે ખેડૂતોની લૂંટ કરીને વિદેશ માલ મોકલે છે.

કિલો
હેક્ટરઉત્પાદનહેક્ટર દીઠ
રાજ્યવાવેતરટનઉત્પાદકતા
ગુજરાત61969012486702015
રાજસ્થાન1642502325001416
હરિયાણા162016601027
બિહાર6060965
મેધાલય7050745
અરુણાચલ320230719
તેલંગણા3380024230717
પ.બંગાળ5030706
કર્ણાટક63704070639
આસામ770350460
જારખંડ730300409
મધ્યપ્રદેશ72003220447
મહારાષ્ટ્ર114103080270
નાગાલેન્ડ350230673
ઓરીસા82305190631
તમિલનાડુ49201530312
ઉત્તરાખંડ4020446
ભારત89808015469001722
હેક્ટરખેતીનીએરંડાનું
જિલ્લોજમીનવાવેતર
સુરત251300100
નર્મદા113000200
ભરૂચ3149001900
ડાંગ565000
નવસારી1068000
વલસાડ1643000
તાપી149100100
દક્ષિણ ગુ.166370022
અમદાવાદ48740047600
અણંદ183800500
ખેડા28350012200
પંચમહાલ1762002000
દાહોદ2236000
વડોદરા30470023900
મહિસાગર1224003100
છોટાઉદેપુર206600100
મધ્ય ગુ.198820089300
બનાસકાંઠા69160098900
પાટણ36040099600
મહેસાણા34810081400
સાબરકાંઠા27160023600
ગાંધીનગર16020024800
અરાવલી20270010600
ઉત્તર ગુજ.2034600338800
કચ્છ733500126400
સુરેન્દ્રનગર62100065000
રાજકોટ5363005600
જામનગર3662003200
પોરબંદર1109000
જૂનાગઢ3587000
અમરેલી538200700
ભાવનગર4547000
મોરબી3470006600
બોટાદ199700100
સોમનાથ2170000
દ્વારકા229600100
સૌરાષ્ટ્ર397930081300
ગુજરાત કૂલ9891500638000