ભારત માલા પ્રોજેક્ટ સ્થગિત, ચિખલીની આક્રમક રેલી બાદ સરકારનો નિર્ણય

ભારત માલા પ્રોજેક્ટને હાલ પુરતો સ્થગિત કરવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરવી પડી છે, આદિવાસીઓ અને ખેડૂતોની મોટી રેલી બાદ સરકારે ઝુકવું પડ્યું છે.

ભાજપ સરકાર સામે ખેડૂતો અને આદિવાસીઓનો વિરોધ વધી રહ્યો છે, હવે પોતાની જમીન બચાવવા દક્ષિણ ગુજરાતના ચિખલીના હજારો ખેડૂતો અને આદિવાસીઓ રસ્તા પર આવી ગયા છે, આ નજારો જોઇને જ જાણી શકાય છે કે સરકાર સામે સામાન્ય લોકોમાં કેટલો રોષ છે, હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા, મહિલાઓ અને બાળકો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, અહી ભારતમાલા કોરિડોર પ્રોજેક્ટમાં ખેડૂતો અને આદિવાસીઓની જમીનો જઇ રહી છે, ત્યારે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે અંદાજે 70 ગામોમાં આ કોરિડોર પસાર થવાનો છે, સરકાર તેમને યોગ્ય વળતર આપવાની છે તેમ છંતા ખેડૂતો, આદિવાસીઓ તેમની જમીન નથી આપવામાં માંગતા, મોટી સંખ્યામાં નીકળેલી રેલીમાં આદિવાસીઓએ પારંપારિક નૃત્ય કર્યા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.