અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે જીલ્લામાં તસ્કરો,લૂંટારુઓ અને ચેન સ્નેચરોના ત્રાસથી તોબા પોકારી ઉઠેલા પ્રજાજનો નો ખાખી વર્દી પરથી ભરોષો ઉઠી રહ્યો છે ભિલોડા તાલુકાના કુશાલપુરા પહાડા ગામ વચ્ચે નદી માંથી મરઘાં નું વેચાણ કરી પીકઅપ ડાલુ લઈ પરત ફરતા સમયે બે પલ્સર બાઈક પર આવેલા ૪ શખ્શોએ પીકઅપ ડાલુ ફિલ્મી સ્ટાઈલ અટકાવી ચાવી કાઢી લેતા વેચાણના રૂપિયા બચાવવા ડ્રાઈવર અને સેલ્સમેન ભાગવા જતા ડ્રાઈવર પાસે રહેલી બેગ આરોપીઓએ લૂંટી લઈ બાઈક પર હવામાં ઓગળી ગયા હતા લૂંટની ઘટનાના પગલે ભિલોડા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ભિલોડાના કુશાલપુરા પહાડા ગામ વચ્ચે નદી માંથી ટોરડા ગામની સીમમાં ફિલ્મી પ્લોટ જેવી લૂંટની ઘટનાથી ચકચાર મચી હતી મોડાસાના રાણાસૈયદમાં રહેતો ગુલામનબી કાલુભાઈ મુલતાની અને ફેઝુલ પીકઅપ ડાલામાં મરઘાં લઈ ભિલોડા તાલુકામાં વેચાણ કરી પરત ફરી રહ્યા હતા કુશાલપુરા પહાડા ગામ વચ્ચે નદી માંથી પસાર થતા સમયે બે પલ્સર બાઈક પર ૪ લૂંટારુઓ ધસી આવી દોડતા પીકઅપ ડાલાની બાજુમાં બાઈક લાવી ડ્રાઈવર બાજુના પગથિયાં પર ચઢી જઈ પીકઅપ ડાલુ બંધ કરી ચાવી કાઢી લઈ મોબીલે ઝુંટવી લેતા આકસ્મિક બનેલી ઘટનાથી પીકઅપ ડાલામાં બેઠેલો ફેઝુલ રૂપિયા બચાવવા બેગ સાથે નદીમાં દોટ મુકતા લૂંટારુએ પીછો કરતા ફેઝુલે રૂપિયા ભરેલ બેગ ડ્રાઈવર ગુલામનબી તરફ નાખતા ગુલામનબી બેગ લઈ ભાગવા જતા ૪ શખ્શોએ તેનો પીછો કરી ૪૮૦૦૦/- રૂપિયા ભરેલી બેગ તફડાવી ફરાર થઈ ગયા હતા લૂંટની ઘટનાથી ગભરાયેલા બંને શખ્શોએ ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસે ગુલામનબી કાલુભાઈ મુલતાની ની ફરિયાદના આધારે બે નંબર વગરની પલ્સર બાઈક પર આવેલા ૪ શખ્શો સામે લૂંટનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મહેન્દ્ર પ્રસાદ