વન પ્રધાન ગણપત વસાવાએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે સોગંદનામું રજૂ કર્યું હતું, તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અને અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થઈ હતી. પ્રધાન વસાવાની કુલ આવક રૃ.1.7 કરોડની સામે ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી હતી. પ્રધાન વસાવાની કુલ સંપત્તિ રૃ.77 કરોડથી પણ વધુંની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.116 કરોડથી વધુની થવા જાય છે. જે અંગે તેમણે પુરાવા જાહેર કર્યા હોવા છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના પ્રધાન વસાવનું રાજીનામું પણ માંગવાની નીતિ બતાવી નથી. તેથી લોકો એવું માની રહી છે કે આ સરકાર અનીતિની છે. આવા આરોપો પૂર્વ IAS અધિકારી જગતસિંહ વસાવા દ્વારા મૂકાયા હતા. ગુજરાતના વનમંત્રી પર આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કત અને બેનામી સંપતિના આક્ષેપો પૂર્વ સનદી અધિકારી જગતસિંહ વસાવાએ ગુજરાતની વડી અદાલતમાં મૂકીને જાહેર હીતની અરજી કરી હતી. વિજય રૂપાણીની સરકારે પોતાના પ્રધાન સામે મિલકતો અંગે તપાસ કરી નથી. ફરિયાદ કરનાર પૂર્વ IAS અધિકારી સામે જ ફરિયાદ કરી દીધી છે. 113 કરોડના ભ્રષ્ટાચાર માટે વન પ્રધાન ગણપત વસાવાને કોણ બચાવે છે ?
વકીલાત સામે ફરિયાદ
નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાની વકીલની પદવી ખરી છે કે ખોટી તે તપાસવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો હતો. તેમણે આદિવાસીઓ પાસેથી ફીની મોટી રકમ લીધી હોવાનો આરોપ કલેક્ટર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. તેમણે ચાલુ નોકરીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી 2002થી 2005માં નિયમિત વિદ્યાર્થી તરીકે પદવી મેળવી હતી. ત્યાર બાદ બારકાઉન્સીલમાં સભ્યપદ મેળવ્યું હતું.
કલેક્ટરને અરજી કરાઈ
એક અરજી થઈ છે જેમાં 2007માં CBI દ્વારા તેમની સામે અપ્રમાણસર મિલકત માટે ફરિયાદ થઈ હતી. તેમણે જ્યારથી ગણપત વસાવા સામે ઝૂંબેશ શરૂ કરી ત્યારથી તેમની સામે અનેક ગુના નોંધવામાં આવ્યા છે. એવી અરજી કલેક્ટરને કરવામાં આવી છે. આમ તેમને પરેશાન કરવાનું શરૂ થયું છે. પણ ગણપત વસાવા સામે સરકારે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેથી આ બાબત અત્યંત ગંભીર બની ગયા છે.
વન પ્રધાન અને જગતસિંહ બન્ને એક જ ગામના
જગતસિંહ વસાવા અને રાજ્યના વન અને પ્રવાસન વિભાગના કેબીનેટ મંત્રી ગણપતસિહ વસાવા ઉમરપાડાના ઝરપણ – વાડી ગામના છે. વન પ્રધાનના કરોડોના ભ્રષ્ટાચારો જેમણે જાહેર કર્યા છે. ગુજરાતની વડી અદાલતમાં તેમણે હુકમ મેળવ્યો છે કે ગણપત વસાવા સામે અપ્રમાણસરની મિલકતો છે તેની તપાસ લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા ગુજરાત સરકાર કરે પણ તેમની સામે કોઈ તપાસ આજ સુધી વિજય રૂપાણીની ભાજપ સરકારે કરી નથી.
ગણપત વસાવાની મિલકતો
– ભરૂચમાં રૂ.69 લાખની કિંમતની જમીન
– સુરતમાં રૂ.22 લાખની બિનખેતીની જમીન
– ભરૂચમાં પત્નીના નામે રૂ.79 લાખની જમીન
– સુરતમાં રૂ.2 કરોડનો ફ્લેટ
– અંકલેશ્વર GIDCમાં રૂ.6 કરોડનો બંગલો
– સુરતના કલામંદિર જ્વેલર્સમાં રૂ.10 કરોડની ભાગીદારી
– કોસંબામાં પત્નીની નામે રૂ.50 કરોડની ભાગીદારીની જ્વેલર્સની દુકાન
– તક્ષશીલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં રૂ.2 કરોડનું રોકાણ
– નાનસિંહ વસાવા નામના શિક્ષક દ્વારા રૂ.1 કરોડનું રોકાણ
– સાપુતારાની આકાર લોર્ડ્ઝ ઈનમાં રૂ.2 કરોડનું રોકાણ
પ્રધાનની સામાન્ય આવક છતાં રૂ.193 કરોડ ક્યાંથી આવ્યા ?
જગતસિંહના આરોપો
જગતસિંહે કહ્યું હતું કે, ‘ગણપતસિંહ એક સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા અને ધારાસભ્ય બન્યા બાદ તેમણે ભ્રષ્ટાચાર કરવાનું શરૂ કર્યું હતું. વિધાનસભા ચૂંટણી વખતે તેમણે આપેલા સોગંદનામામાં તેમણે રૂ. 3 કરોડની સંપત્તિ બતાવી હતી, પણ તેઓ રૂ.77 કરોડની સંપત્તિ અને રૂ.116 કરોડની બેનામી સંપત્તિ ધરાવતા હોવાના મારી પાસે દસ્તાવેજી પુરાવા છે. તેમની પાસે રૂ.16.44 લાખની તો કાર જ છે, પણ તેમણે એફિડેવિટમાં તેનો ઉલ્લેખ કર્યો નહોતો. તેમના પુત્ર પ્રદ્યુમન જમીનના માલિક છે, પણ તેમની આવક બતાવાઈ નથી. 2014માં ગણપત વસાવાની આવક રૂ.12 લાખ રૂપિયા હતી અને તે જ વર્ષે તેમણે ભરૂચમાં રૂ.69ની કિંમતમાં ચાર દુકાનો ખરીદી હતી. ડાંગમાં એક હોટેલમાં તેમની કરોડો રૂપિયાની ભાગીદારી છે.’
18 બેંક ખાતા
નિવૃત્ત આઈએએસ અધિકારીએ કહ્યું છે કે, ‘ગણપતસિંહના નામે 12 બેંક એકાઉન્ટ છે, જ્યારે તેમનાં પત્નીના નામે 6 બેંક એકાઉન્ટ તથા તેમને ત્રણ ડિપેન્ડેન્ટ છે. મેં આવકવેરા વિભાગને આ વિશે લેખિતમાં જણાવ્યું હતું, પણ હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મેં એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ગણપતસિંહ વસાવા, તેમનાં પત્ની અને અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, પણ તેમની સામે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નહિ.’
વડી અદાલતનો આદેશ પણ કોઈ પગલાં ન ભરાયા
ACB, ઇન્મકટેક્સ ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓને આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમ જ વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા, તેમના પત્ની નીલમબહેન, કોસંબા માંગરોળ ખાતે રહેતા રાકેશ રણજીત સોલંકી અને ગાંધીનગરના કનૈયાલાલ ગાંડાલાલ દેસાઇ વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ13 (ઇ), 13(2) હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગણી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે ફરિયાદના મામલે યોગ્ય નિર્ણય લેવા ખુદ ACBના ડાયરેકટરને સ્પષ્ટ હુકમ કર્યો હતો.
1731 કરોડ ક્યાં ગયા
આદિવાસી માટે નાણાં ફળવાય છે પણ તે વપરાતા નથી અને મોટાપાયે ગંભીર ભ્રષ્ટાચાર આચરાય છે. આદિવાસીઓના નામે 83 એનજીઓને રૂ.1731 કરોડ ફાળવાયા હતા, તેનો હિસાબ પણ મંત્રી વસાવા આપી શકયા નથી. આમ, મંત્રી ગણપત વસાવા ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા છે. જરાત હાઇકોર્ટે મંત્રી વસાવા વિરૂદ્ધ ફરિયાદ પરત્વે ખુદ ACBના ડાયરેક્ટરને નિર્ણય લેવાનો હુકમ કર્યો હોવા છતાં
મંદિરમાં ભ્રષ્ટાચાર
ઉમરપાડાના વાડી ગામે બે ખાનગી મંદિર બનાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.80 કરોડની સરકારી ગ્રાંટ વાપરતાં ગુજરાત સરકાર કાનૂની અને બંધારણીય રીતે આફતમાં આવી પડી છે. પ્રજાના નાણાંનો ગેરઉપયોગ પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે માંગરોળ વિસ્તારના આગેવાન અને નિવૃત્ત IAS જગતસિંહ વસાવા દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા, મંદિરમાં સરકારી પૈસા વાપરવાનો મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. જેનો સામનો કરવા માટે 5 ફેબ્રુઆરી 2019માં ભાડૂતી લોકો દ્વારા દેખાવો કરાયા હોવાનો આરોપ નિવૃત્ત IAS અધિકારી જગતસિંહ વસાવા દ્વારા મૂકવામાં આવ્યો હતો. તેમણે આ પ્રતિનિધિ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 200 લોકોને રૂ.500 દનીયું આપીને વન પ્રધાન ગણપત વસાવા અને તેમના 4 ટેકેદારો દ્વારા દેખાવો કરાવ્યા હતા. ઉમરપાડાના વાડી ગામે શ્રી નિરાંત રામજી મંદિર અને ભાથીજી મંદિરના નિર્માણ માટે રાજ્યના પ્રવાસન વિભાગમાંથી રૂ.8.80 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, બંને મંદિરનું કામ ચાલી રહ્યું છે. ૩ હજાર લોકોની વસ્તી ધરાવતા વાડી ગામે નીતિ નિયમ વિરુદ્ધ ગ્રાન્ટ ફાળવી પ્રજાના ટેક્ષના રૂપિયા વાપરી રહ્યા છે. આ મંદિર કોઈ પ્રવાસન ધામ નથી ખાનગી મંદિર છે. ખાનગી મંદિરમાં રૂ.8 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવી ભ્રષ્ટાચાર કર્યો છે. જે અંગે ભ્રષ્ટાચાર અને બંધારણ વિરૃદ્ધની બાબત ઊભી કરાતા તેમની સામે ગણપત વસાવાએ સાધુ સંતો અને ભાજપ કાર્યકરો ઊભા કરી દીધા છે.
ભાડુતી લોકોએ દેખાવ કરી પુતળું સળગાવ્યું
મહિલાઓ અને ભાજપ કાર્યકરો ઉમરપાડા તાલુકા મથકે ભેગા થઇ એક સભા કરી હતી. ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાના બદલે ભાજપે જગતસિંહના પુતળું તળગાવ્યું હતું. રેલી કાઢીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. વન પ્રધાનની સૂચનાથી પોલીસે સહકાર આપ્યો હતો ને કોઈની સામે ગુનો દાખલ કર્યો નથી.
અરજી પરત ખેંચવા દબાણ
જગતસિંહએ કહ્યું હતું કે મેં વડી અદાલતમાં ફરિયાદ કરી છે. હું ખોટો હોઈશ તો વડી અદાલત મને ઠપકો આપશે. કેબીનેટ મંત્રી સામે અવાજ ઉઠાવ્યો એટલે મારો વિરોધ એ લોકો કરી રહ્યા છે. દેખાવો કરનારા લોકોએ કેબીનેટ વન પ્રધાન અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપત વસાવા પાસેથી ફાયદો ઉઠાવ્યો હતો તેઓ જ દેખાવો કરવામાં હતા. મારો સામાજિક બહિષ્કાર એક પ્રધાન કરી રહ્યાં છે. પુતળું સળગાવી વિરોધ કર્યો એ મારો વિરોધ નથી, આદિવાસી સમાજનો વિરોધ છે. શા માટે મારા પર દબાણ લાવી અરજી પછી ખેંચવા વન પ્રધાન દબાણ કરી રહ્યા છે.
લડાઈ લડવા કોંગ્રેસમાં જોડાયા
જગતસિંહ 21 જાન્યુઆરી 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંગરોળ બેઠક એક એવી બેઠક હતી કે જ્યાં 5 રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી મેદાનમાં હતા. ગણપત વસાવાની સામે NCPના ઉમેદવાર તરીકે જગતસિંહ હતા. ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા હળપતિ આવાસ નિગમના ચેરમેન કુંવરજી હળપતિએ પોતાની એક ઉમેદવારી માંડવી બેઠક ઉપર કર્યા પછી માંગરોળ બેઠક ઉપર પણ ઉમેદવારી નોંધાવી હતી. આમ અહીં પાંચ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો થયા હતા. ગણપત વસાવા સામે તેઓ વર્ષોથી લડી રહ્યાં છે. તેમને રાજકીય સબક શિખવવા માટે જગતસિંહ ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા છે.
વન પ્રધાન સામે લડવા રાજકારણમાં
નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવા ભૂતકાળમાં 2012 અને 2017માં ત્રણ વખત ચુંટણી પણ લડી ચુક્યા છે. જગતસિંહ વસાવા માંગરોળ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે અને JDUના ઉમેદવાર તરીકે વર્ષ 2014માં બારડોલી લોકસભા બેઠક ચૂંટણી લડી ચુક્યા છે. આ ત્રણેય ચૂટણીમાં જગતસિંહ વસાવાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વન પ્રધાન સામે લડવા માટે તેઓ આ ચૂંટણી લડતાં હતા. તેથી તેમના પર રાજકીય દબાણ સતત રહેતું આવ્યું છે.
વસાવા પર ઈંડા ફેંકાયા
ગુજરાત ગૌરવયાત્રામાં પ્રવચન કરતા ગણપત વસાવા પર BTS અને કોંગ્રેસના કાર્યકરોએ ઇંડા અને ટામેટા ફેંકી વિરોધ કર્યો હતો. આદિવાસીઓમાં પ્રભુત્વ ધરાવતા ગણપત વસાવાનો ત્યારે ભારે વિરોધ થયો હતો. જેની પાછળ કોણ હતું કે કોઈ જાણી શક્યું નથી. પણ બન્ને વસાવા વચ્ચેની લડાઈ કારણભૂત પણ હોઈ શકે છે.
વન પ્રધાન પર પથ્થર ફેંકાતાં ભાગવું પડ્યું
એક વર્ષ પહેલાં જાન્યઆરી 2018માં વન અને આદિજાતી મંત્રી ગણપત વસાવા પર રાજપીપળામાં રોષે ભરાયેલા લોકોએ હુમલો કરતાં તેમણે ભાગવું પડ્યું હતું. જો કોઈ સામાન્ય માણસ પર આ રીતે હુમલો થયો હોત તો તેમને જ ફરિયાદી બનવાની પોલીસે ફરજ પાડી હોત પણ અહીં ગણપત વસાવાને ફરિયાદી બનાવવાના બદલે પોલીસ પોતે ફરિયાદી બની છે. ભાજપના નેતા ગણપત વસાવાની કાર પર લોકોએ પથ્થર મારો કર્યો હતો. આદિવાસી સમાજના યુવાઓ અને આગેવાનોએ દેખો દેખો કૌન આયા, આદિવાસી કા ગદ્દાર આયા કહીને ગણપત વસાવા વિરુધ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. પણ તેમની એક ચૂંટણી સભામાં ધાંધલ ધમાલ કરનાર લોકોને મારો અને સજા કરો એવો આદેશ વસાવાએ માઈક પરથી આપ્યો હતો, તેમ છતાં તે અંગે તેમની સામે કોઈ ફરિયાદ પોલીસે નોંધી નથી. આ ઘટના બાદ તેઓની ભારે નાલેશી થઈ હોવાનું લોક મુખે ચર્ચાતા તેમણે સામે કંઈક કરી બતાવવા અને અપમાનનો બદલો રાજકીય વેરથી લેતા હોય તેમ કોંગ્રેસના 100 કાર્યકરો તેઓ પોતાની સાથે લઈ ગયા છે.