RTO ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું નિતિન પટેલે જાહેર કર્યું છે. આ અગાઉ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આવી જ જાહેરાત કરી હતી. તેનો મતલબ કે ભ્રષ્ટાચારને કાબુમા લેવામાં ભાજપની વિજય રૂપાણી સરકાર નિષ્ફળ રહી છે. ખરેખર તો ચોકી હોય તો જ વ્યવસ્થા જળવાય છે. ભ્રષ્ટાચાર થતો હોવાથી બંધ કરવી તે શાણા શસનનો નિર્ણય નથી.
અગાઉ નેશનલ અને સ્ટેટ હાઈવે પરની ટ્રાફિક વિંગ અને ફ્લાયીંગ સ્કોડ પણ આ કારણોસર બંધ કરી દીધી હતી.
એ હકીકત છે કે ચોકી, પોલીસ સ્ટેશન અને ફ્લાઈંગ સ્કવોડમાં ભારે ભ્રષ્ટાચાર વર્ષોથી થઈ રહ્યો છે. નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવ્યા ત્યારથી ભ્રષ્ટાચાર વધી ગયો છે.
પોલીસ મથકો અને પોલીસ ચોકી પર સૌથી વધું ભ્રષ્ટાચાર થાય છે. મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીએ તથા રાજ્યની જમામ ઓરટીઓ પર બેસુમાર ભ્રષ્ટાચાર થાય છે. તેથી તે કચેરીઓ કે ચોકીઓ બંધ કરી દેવી તે સારો વહિવટ ન કહેવાય. ત્યાં થતો ભ્રષ્ટાચાર અટકાવવામાં આવે તો તે સારો ભ્રષ્ટાચાર ગણાય એવું ગુજરાતની મોટા ભાગની પ્રજા માને છે.
મોડાસા શહેરમાં અતિથિ ગૃહ સહીત જીલ્લાના વિવિધ વિકાસના કામોના લોકર્પણ અર્થે પહોંચેલા નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે રાજ્યની 16 આરટીઓ ચેકપોસ્ટ અને રાજ્યની તમામ આંતરરાજ્ય અને જીલ્લાની આંતરિક પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય અંગે કહ્યું હતું કે, આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભારે ગેરરીતિ આચરવામાં આવતી હોવાથી સરકારી તિજોરીને નુકશાન પહોંચતું હતું. અન્ય લોકોના ખિસ્સામાં રૂપિયા જતા રહેતા પ્રાયોગિક ધોરણે હાલ પોલીસ ચેકપોસ્ટ દૂર કરવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું
નિતિન પટેલે જણાવ્ચું હતું કે, ચેકપોસ્ટ પર ભારે ટ્રાફિક થતો હોવાની સાથે ક્યાંક ગેરરીતિ પણ થતી હતી. પ્રાયોગિક ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
23 ડિસેમ્બરે રાજ્યનાં તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરીટીના વડા સહિતના અધિકારીઓને ફેકસ મેસેજ કરી પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવાના નિર્ણયથી આંતરરાજ્ય સરહદો ખુલ્લી મૂકી દેવામાં આવતા નધણિયાત બનેલી પોલીસ ચોકીઓના કારણે બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ, નશીલા પદાર્થોની હેરાફેરી, ગેરકાયદેસર હથિયારોની અને અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી ગયો છે.
હવે ગુજરાતની સુરક્ષા સામે ભાજપની સરકારે જોખમ ઊભું કરી દીધું છે. સરકારે પોલીસ ચોકીઓ તુરંત ચાલું કરી દેવી જોઈએ એવું મોટાભાગના લોકો માની રહ્યાં છે.