અમદાવાદ,તા:08
મોદી સરકાર દ્વારા લદાયેલો ગેરવ્યાજબી જીએસટી અને નોટબંધીની ગંભીર મંદીની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક સોની બજારમાં જોવા મળી રહી છે.વીટમ્બણાભરી વાત એ છે કે સોના-ચાંદીનો ભાવ આકાશ આંબી રહો છે ત્યારે માણેકચોક બજારમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓ સમય વ્યતીત કરી રહયા છે !! અને કેટલીક પેઢીઓ-દૂકાનોમાં તો તાળા પણ વાગી ગયા છે. આ અંગે ચોક્સી મહાજનના પ્રમુખ ચીનુભાઈ ચોક્સીએ જણાવ્યું કે ” સોના ચાંદીના દાગીના પર જીએસટી સહીત ઈમ્પોર્ટ ડ્યુટીને ને લઇ ૧૫ ટકા જેટલા ભારેખમ કરવેરાના કારણે અમારો ધંધો ઠપ્પ થઇ ગયો છે. માણેકચોક બજારમાં પ્રતિદિન સરેરાશ ૫૦૦ કરોડ જેટલું ટર્નઓવર થતું હતું. જેની સામે હાલ માત્ર ૪૦થી ૫૦ કરોડનું ટર્નઓવર થઇ રહ્યું છે. મંદીને લઇ અહીં કામ કરતા ૫૦૦થી ૭૦૦ જેટલા સોના-ચાંદીના કારીગરો બેરોજગાર થઇ ગયા છે”