અમદાવાદ, તા.૨૨
ભાજપા સરકારનું મગફળીમાં ઠેફા ભેળવવાનુ ૪૦૦૦ કરોડનું કૌભાંડ જાહેર થયું અને ચાર-ચાર વાર મગફળી સળગે અને અધુરુ રહે તો મગફળીના બારદાન પણ સળગાવવામાં આવ્યા હતાં.
રાજ્યમાં ખરીદેલ મગફળી ૨૭૯ ગોડાઉનમા સંગ્રહ કરવામા આવ્યો અને ત્યાં તેમા માટી-કાંકરા-રેતી ભેળવીને મગફળી સળગાવવાનુ સુઆયોજીત કાવતરુ કર્યુ હતું આના પણ ઉલ્લેખ સાથે ૪૦૦૦ કરોડ રૂપિયાની મગફળી કૌભાંડમાં નાની માછલીઓ પકડીને ફિડલું વાળી દેવામાં આવ્યુ અને ડીઆઇજી દિપાંકરને તપાસ સોંપવાનુ માત્ર નાટક સાબિત થયુ.
આ તપાસએ માત્ર સરકારના મંત્રી-સંત્રી અને મળતીયાને બચાવી રૂપાણી સરકાર ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માટે તપાસના નામે માત્ર તરકટ હતુ, અને કોઇને નહી છોડવામા આવે તેવા વિધાનો રાજકીય ઇચ્છાશક્તિ વગરના વામણા બની રહ્યા.
રૂપાણી સરકાર જવાબ આપે?
શાપર-વેરાવળના ગોડાઉનમાં ૪ કરોડની મગફળી બળીને ખાક થઈ ગઈ, ફાયર બ્રિગેડે ૩૦૦ ફેરા કર્યા છતાં આગ કાબુમાં ન આવી, જેસીબીથી શંકાસ્પદ રીતે કાટમાળ હટાવવાનું કામ અટકાવાયુ આ માટે કોણ છે જવાબદાર? આગનું કારણ જાણવાને બદલે સ્થાનિક અધિકારીઓને વિમો પકવવામાં કેમ વધુ રસ હતો? રૂપાણી સરકારની પછેડી ક્યા સલવાણી છે કે, ન્યાયપાલિકાની દેખરેખ હેઠળ તપાસ કરવાનો ઇન્કાર કરતી હતી?
મગન ઝાલાવાડીયાએ રેકોર્ડ સાથે ચેડા કરવા અને કૌંભાંડ છુપાવવા રજીસ્ટરના પાના ફાડી નાખ્યા અને નવી એન્ટ્રી કરી, આ બાબતે મગન ઝાલાવાડીયા સહિત ૮ સામે ગુનો નોધાયો પરંતુ તેની પાછળ કોનો હાથ હતો, તેની વિગતો સરકાર કેમ છુપાવી રહી છે ?
મગફળી ટેકાના ભાવે ખરીદવાનો ભાજપા સરકારનો ઐતિહાસિક નિર્ણયને લઈ એવો ઢોલ ટિપ્યો અને આ ઢોલનો ફુગ્ગો ત્યારે ફુટી ગયો કે, ખેડુતોને બજાર ભાવ આપવા માટે ભાવફેરના રૂ.૧૫૦ પ્રતિ મણ દીઠ સીધુ બોનસ આપવાથી સરકારને રૂપિયા ૬૦૦ કરોડનો ખર્ચ થતો હતો અને તેના ખરીદી કરવાના વહિવટ નિર્ણયથી સરકારે ૨૦૦૦ કરોડનું નુકશાન ગયુ આ માટે રુપાણી સરકાર જવાબદાર છે.
મુળ વાત એમ છે કે રૂ. ૧૮૦૦૦ની ખાંડી(૨૦ મણ) લેખે ખરીદેલ મગફળી સરકારને રૂ. ૨૪૦૦૦ની ખાંડી(૨૦ મણ)માં પડતર થઈ હતી અને એમા રૂ.૬૦૦૦ થી વધુ ખર્ચ કમિશન, મજુરી, માર્કેટ શેષ, બારદાન, ટ્રાન્સપોર્ટેશન, ભાડું, વીમોમાં ખર્ચ થયો. અને અંતે આ મગફળી જે તે દિવસે રૂ.૧૨૦૦૦માં પણ કોઇ ખરીદવા તૈયાર ન હતુ, એટલે પાપ ઢાકવા રૂપાણી સરકારે આ મગફળીમાં બીબડી, ધુળ, કાંકરા, રેતી ભેળવવાનુ કારસ્તાન કર્યુ અને આ કારસ્તાનના પાપને ઢાંકવા મગફળી સળગાવ્યા વગર કોઇ વિકલ્પ ન હતો. ભાજપા તેના ભ્રષ્ટાચારોને દબાવવા અને ભુલવવાની માનસિકતામાથી બહાર આવે તેવી ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલ જણાવ્યું હતું.
સળગેલા ગોડાઉન
સ્થળ- આગ ક્યારે લાગી- મગફળીનો જથ્થો
ગાંધીધામ- ૦૨.૦૧.૨૦૧૮- ૧૦ કરોડ
ગોંડલ- ૩૦.૦૧.૨૦૧૮- ૩૬ કરોડ
જામનગર- ૧૯.૦૪.૨૦૧૮- ૬૫ લાખ
શાપર-વેરાવળ- ૦૬.૦૫.૨૦૧૮- ૪ કરોડ
મગફળીની ખરીદી સાથે થયેલા અન્ય ખર્ચા મણ દીઠ
૦૦૯ રૂ. કમિશન
૦૧૩ રૂ. મજુરી
૦૦૩ રૂ. માર્કેટ શેષ
૦૩૦ રૂ. બારદાન
૦૭૦ રૂ. ટ્રાન્સપોર્ટેશન
૦૭૦ રૂ. ભાડું, વીમો, દવાના છંટકાવ ખર્ચ
૩૦૦ રૂ. થી વધુ કુલ ખર્ચ